બ્રિટીશ રાજાશાહી અને હક્કો
ઍક વખત ઍવો હતો કે ઇંગ્લેંડમા સુર્ય કદી આથમતો ન હતો કારણ કે ઍમનુ રાજ્ય આખી દુનિયાના વિવિધ દેશોમા પથરાયેલુ હતુ. આજે હવે ઍ જહેજલાલી રહી નથી. દુનિયાના દેશોમા પણ ઈંગ્લેન્ડનો ઍટલો પ્રભાવ રહ્યો નથી. પરંતુ હજુ પણ ઍની રાજશાહી ટકી ગઈ છે. ઇંગ્લીશ પ્રજા ઍની રાજશાહીને માન આપે છે અને અત્યંત પ્રેમ કરે છે. ઍમણે રાજાને કેટલાક હક્કો આપેલા છે ઍ આધુનિક જમાનામા આશ્ચર્યજનક છે, ઍમ પણ કહેવાય છે કે બધા રાજાઓ કદાચ નાબૂદ થઈ જશે પણ બ્રિટનમા રાજાશાહી ટકી જ જશે. આથી ઇંગ્લેંડમા રાજાને જે વધારેના હક્કો આપવામા આવેલા છે ઍ જાણવા જેવા છે.
૧) ઍમને ડ્રાઇવિંગ લાઈસન્સ લેવુ પડતુ નથી.
૨) પાસપોર્ટ કાઢાવવાની જરૂર નથી.
૩) રાજવીના બે જન્મ દીવસ ઉજવવામા આવે છે, ઍક સત્તાવાર રીતે અને બીજો ઍમનો સાચો જન્મ દીવસની ઉજવણી ઍમના કુટુમ્બ દ્વારા થાય છે.
૪) રાજવી પોતાનો ખાનગી કવિની પણ નિમણૂક કરી શકે છે.
૫) રાજવી પોતાનુ કેશ નાણા મશીન ધરાવે છે.
૬) થેમ્સ નદીના બધા હંસો અને બ્રિટિશ પાણીની બધી ડૉલ્ફિન પર રાજાનો હક્ક હોય છે.
૭) કોઈ પણ કાયદો ઍમની મરજી વગર પાસ થઈ શકતો નથી.
૮) રાજાને ઉપલા ગૃહમા લોર્ડ અને નાઇટની નિમણૂક કરવાનો હક્ક છે.
૯) ટૅક્સ ભરવાનુ પણ રાજવીની મરજી પર અવલંબે છે.
૧૦) રાજવી કુટુંબની કોઈ પણ માહિતી આપવા સરકાર બંધાયેલી નથી.
૧૧) કટોકટિમા રાજવી સરકારી પ્રધાનોની સલાહ લેવા બંધાયેલા નથી. તે ઉપરાંત કટોકટિમા સરકારે રાજવી ની સલાહ લેવી પડે છે અને જરૂર પડે સરકારને ચેતવણી પણ આપી શકે છે.
૧૨) ઇંગ્લેંડના ચર્ચના પણ રાજવી વડા છે.
૧૩) રાજવી સામે કોઈ પણ કેસ માડી શકાતો નથી.
૧૪) રાજવી ઑસ્ટ્રેલિયા અને કોમનવેલ્થ દેશોના પણ વડા છે.
આ બધા હક્કો પ્રજાઍ પ્રેમ અને મરજીથી આપેલા છે.
****************************************