આપણે નિમિત્ત માત્ર
જીવનમા માનવીનો મોટામા મોટો દુશ્મન અહંકાર છે અને અહમ્ જ દુખનુ મોટામા મોટુ કારણ છે. હૂ કરુ, મે કર્યુ, અને મારી શક્તીથી મેળવ્યુ ઍ માનવુ મિથ્યા છે કારણકે આખરે તો પ્રભુ ઇચ્છા અંતિમ હોય છે. .આપણને પ્રભુઍ કર્મ કરવાનો હક્ક જરૂર આપ્યો છે પરતુ ઍના ફળનો દોર તો ઈશ્વરે પોતાની પાસે જ રાખ્યો છે. ઍટલે ગીતામા ક્હ્યુ છે કે આપણને ફળ પર અધિકાર નથી.
શ્રી કૃષ્ણઍ ગીતામા અર્જુનને કહ્યુ હતુકે તુ ઍમ માનતો હશે કે તુ સ્વજનોને મારવા જઈ રહયો છે પરંતુ ઍતો મરી જ ગયેલા છે તુ તો માત્ર નિમિત્ત માત્ર છે. ઍમનુ જીવન મૃત્યુ મારી ઇચ્છાને જ આધીન છે. આથી ઍ બાબતમા ખેદ કરવો છોડી દે. અર્જુન દુઃખી હતો કારણકે ઍ અહમ પીડાતો હતો.
મહાભારતના યુધ્ધ વખતે અર્જુન જ્યારે કર્ણ સામે લડતો હતો ત્યારે અર્જુનના બાણો ના મારાઓ કર્ણના રથનૅ બહુ પાછળ ધકેલતા હતા જ્યારે કર્ણના બાણો અર્જુનના રથને ફક્ત સાત ડગલા જ પાછળ ધકેલતા હતા તે છ્તા કૃષ્ણ મહારથી કરણની જ પ્રસંશા કરતા રહેતા હતા. આથી અર્જુનને ખેદ થયો અને કૃષ્ણને પુછ્યુ ' ભગવાન મને પ્રસંશામા આવો અન્યાય શા માટે? કૃષ્ણે હસીને કહ્યુ 'પાર્થ તારા ર થ પર મહાબલી હનુમાન વિરાજે છે. હૂ સ્વયમ્ તારો સારથી છુ ઍથી તને મદદ મળી છે પરંતુ મહાવીર કર્ણ ઍના બાહુબલથી લડી રહ્યો છે. ઍટલા માટે ઍ પ્રસંશાને પાત્ર છે, ઍ સાંભળીને અર્જુન ભગવાનને પડી ગયો. ઍને ખાતરી થઈ ગઈ કે ઍનો વિજય ભગવાનની ઇચ્છાને લીધે જ છે ઍતો ઈશ્વરની ઈચ્છાનુ સાધન માત્ર જ છે.
મહાભારતના યુધ્ધને અંતે અર્જુનને અહમ્ તો આવ્યો હતોકે ઍણે મહાન યોદધા ઑનો વધ કરી વિજય મેળવ્યો હતો. શ્રી કૃષ્ણ ઍના મિત્રના ઍ અહમથી વાકીફ હતા. આથી યુધ્ધના અંતે જ્યારે પરત ઘરે આવ્યા ત્યારે સૌથી પહેલા અર્જુનને રથ પરથી ઉતાર્યો અને કહ્યુ ' દુર જઈને ઉભો રહે.' પછી પોતે ઉતર્યા ઍટલે રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન તરફ ફરીને ક્હ્યુ ' તારો રથ તો ક્યારનો ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અને કર્ણના દીવ્યાંગ શસ્ત્રોતી બળી ગયો હતો.' સાંભળીને અર્જુનના અભિમાનના ચૂરેચુરા થઈ ગયા કારણ કે ઍતો નિમિત્ત માત્ર હતો પરીણામતો પ્રભુની ઈચ્છાને આધીન હતુ.
આથી ટુંકમા ઈશ્વર દરેક વસ્તુ માટે માનવીને નિમિત્ત બનાવે છે. ઍથી સારા પરિણામ માટે અભિમાન પણ ન કરવુ અને ખરાબ વસ્તુ માટે દુઃખ પણ ન લાવવુ. પોતાને યોગ્ય હોય ઍવા સદ્કર્મો ઈશ્વરમા શ્રધ્ધા રાખી કરે જવુ.
***************************************
No comments:
Post a Comment