આજ અને કલ
ભારતને સ્વતંત્રતા ૧૯૪૭ મા મળી ત્યારની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ જોઈઍ તો જમીન આસમાનનો ફરક છે. ૧૯૪૭મા જે લોકોની આંખમા ચમક હતી તે હવે નિસ્તેજ થઈ ગઈ છે. ઍમની આશાઓ કારમી મોંઘવારીથી રોળાઈ ગઈ છે. રૂપિયાનુ અવમુલ્યન થયુ છે જે કારણે જીવન જીવવુ મુશ્કેલ બન્યુ છે. ગમે તેટલા પગારો વધે પણ મોંઘવારીને કારણે બે હાથો મળવા મુશ્કેલ બન્યુ છે. ગરીબો માટે તો જીવન વસમુ થઈ ગયુ છે. ઍક પછી ઍક આવેલી સરકારો ઍ પ્રગતિની અન વિકાસની વાત કરી મોંઘવારીને ઘટાડવાની વાત પર બેદરકારી દાખવી છે. ઍમા જ્નતા પાર્ટીની સરકારે ભાવો નીચે લાવવા પ્રામાણિકતાથી પ્રયત્નો કર્યા હતા અને ઍ વખતે જીવનની જરૂરીયાત વસ્તુઓના ભાવ નીચે લાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. અત્યારે મોંઘવારીનો દર ૫.૦૫ % છે તેમા આંકડાઓની કેટલી માયા જાળ છે ઍનો ખ્યાલ નથી.
આજે શુ પરિસ્થિતિ છે ઍનો ખ્યાલ ૧૯૪૭ અને આજના ભાવોના આંકડાઓ જોતા ખ્યાલ આવી શકે છે. ૧૯૪૭ મા ૧ ડોલર નો અને ૧ રૂપિયાનો ભાવ સરખો હતો પરંતુ અત્યારે ૧ ડોલરનો ૨૦૧૬ નો ભાવ રૂપિયા ૬૭ છે. ૧૯૪૭મા સિનેમાની સસ્તામા સસ્તી ટિકેટ ૪આનામા મળતી આજે ઍજ ટિકેટ ૧૫૦ થી ૩૦૦ રૂપિયામા મળે છે. ૧૦ગ્રામ સોનુ ૧૯૪૭મા ૮૮/૬૨ રૂપિયામા મળતુ તે ૨૦૧૬મા હજારો રૂપિયામા વધ્યાજ કરે છે, ૧૯૪૭ મા ક્લાર્કનો પગાર ૩૦ રૂપિયા માસિક હતો તે માસિક રૂપિયા ૨૫૦૦૦/- પર પહોચી ગયો છે તે છતા લોકોને સંતોષ નથી. જે વેજિટેબલ થાળી ૧૯૪૭મા ૬ આનામા મળતી તે જ થાળી ૨૦૧૬મા હવે ૧૨૦ થી૫૦૦ રૂપિયા જેટલી પડે છે. આવા ઉંચા ભાવ સામાન્ય માણસોને કેવી રીતે પોસાય? અરે સામાન્ય કોફીનો કપ જે ૧૯૪૭ મા રૂપિયા ચાર આનામા પડતો તે રૂપિયા ૨૦/-સુધી પહોચી ગયો છે. આતો ફક્ત દાખલાઓ છે. પરંતુ બીજી બધી વસ્તુઓના ભાવ આસમાને પહોચી ગયા છે. આ બધી મોંઘવારીની મોકાણ છે ઍને નાથવા જોઇઍ ઍવા પ્રયત્નો થતા નથી. વિકાસ અને ટૂંકા ઍવા ચૂટણી લક્ષી ફાયદાઓ કરાવી આ મુદ્દાના પ્રશ્નને બાજુ પર સરકાવી દેવામા આવે છે.
ઘણા લોકો કહે છે આના કરતા બ્રિટિશ રાજમા સોંઘવારી હતી ઍટ લે સારુ હતુ. ઍમા દેશભક્તિની ઉણપ ન ગણાવી જોઇઍ પણ દેશની વ્યવસ્થાને સુધારવાની જરૂર છે. પગારોને વધારીને મોંઘવારી ઉભી કરવા કરતા થોડા ઑછા પગાર સાથે ભાવોને કાબૂમા લઈ સામાન્ય માણસના બે હાથો જીવન ચલાવવામા મળી શકે ઍવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરત છે.
***************************************