Monday, September 5, 2016


ભારતની ગરીબી
                                                                                   ૭૦ વર્ષની  સ્વતંત્રતા પછી ભારતે પ્રગતી કરી છે. આપણી આર્થિક પ્રગતિના ગુણગાન પણ ગાઈ શકાય ઍમ છે. ઉદ્યોગોમા,  અણુ  વિજ્ઞાનમા, રોકેટ અને અવકાશ વિજ્ઞાનમા, .સારી ઍવી પ્રગતિ કરી  છે.  વિશાળ અન લાંબા રસ્તાઓ બનાવ્યા, મોટા બંધો બાંધ્યા, અને નદીઓ પર યુરોપની નદીઓની જેમ રિવર ફ્રંટો પણ બનાવ્યા. હવે તો  મેટ્રો અને તેજ રેલવે ગાડીઓ પણ આવી રહી છે. ગામડાઓમા રસ્તાઓ,પાણી, અન વીજળીની વ્યવસ્થાઓ કરવા પ્રયત્નો ચાલે છે. જાણે ભારત યુરોપ અને અમેરિકાની હરીફાઈમા ન ઉતર્યુ હોય!

                                                                                    ભારતની હજુ પણ કમનશીબી છે કે  ભારતના આત્મા  ગામડાઓને હજુ પૂરેપૂરી રીતે આધુનિક સેવાઓ પુરી પાડી શક્યા નથી. શાળાઓના મકાનો, ડોક્ટરો, શીક્ષકો, પુરી વાહનવ્યહવાર વ્યવસ્થા કે પછી સ્વચ્છતા પણ આપી શક્યા નથી . ઘણા ગ્રામજનોની ગરીબી  જાનવરથી પણ  બદ્ત્તર  છે. દેશ આગળ વધી રહ્યો હોય પણ ગરીબી વધી રહી હોય ઍ સારી નિશાની નથી.  આ પરિસ્થિતિ માટે ધનિકો અન ગરીબી વચ્ચેનો ફાસલો વધી રહ્યો છે.  ધનવાનો વધારે ધનિક બની રહ્યા છે અને ગરીબો વધારેને વધારે ગરીબ બની રહયા છે. ગરીબોને દેશની  પ્રગતિનો લાભ મળી રહ્યો નથી. આથી ઍ બાબતમા તુરંત પગલા લેવા જરૂરી છે. આ બાબતમા છેલ્લા અહેવાલ મુજબ ભારતની સંપત્તિનો ૫૪ % હિસ્સો કરોડપતીઓના હાથમા છે. ભારત વિશ્વમા ૧૦મો સંપતી વાન દેશ હોવા છ્તા સરેરાશ ભારતીય ગરીબ છે.  આ બતાવે છે કે સંપત્તિની બાબતમા ભારતની આસમાનતા જાપાન, ઑસ્ટ્રેલિયા, યૂકે, અને અમેરિકા કરતા પણ પાછળ છે.  અસમાનતા દૂર કરવામા આવશે તો જ ભારતમા સમૃધ્ધિના દર્શન થશે. બ્રિટનમા ઍક પ્રૉવર્બ છે કે "ઍક બાજુ સમૃધ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃધ્ધિ માટે ભયજનક બની રહે છે."  આ તથ્ય સમજવૂ જરૂરી છે.
                                                          ************************************

No comments:

Post a Comment