બુધ્ધિમા પણ વિવિધતા
વિશ્વમા અનેક જાતની બુધ્ધિ ધરાવતા માનવીઓ હોય છે. તેઓ સામાન્ય માણસોથી જુદા પડે છે. વિવિધ બુધ્ધિ ધરાવતા માણસો ઍમની શક્તિ પ્રમાણે વિશ્વમા ઍમનુ પ્રદાન કરી જાય છે. સામાન્ય માણસોને ઍમની શક્તીથી લાભો પણ થાય છે.
બુધ્ધિમા વિવિધતાને જુદી જુદી રીતે તારવી શકાય છે. હોશિયાર, ચપળતા, વિવેચક, સામર્થ વગેરે વગેરે બુધ્ધિના પ્રકારો છે.
હોશીયારી જન્મ સાથે આવે છે જેમા જલ્દીથી શીખવાની શક્તિ હોય છે. હોશીયારીમા વધઘટનો સવાલ જ હોતો નથી. ઈંગ્લીશમા ઍને' આઇક્યૂ' કહેવામા આવે છે. આવા ઉંચ 'આઈક઼્યુ' વાળા લોકો માટે કદીક સામાન્ય માણસો કરતા જુદાજ વર્ગો ચલાવવા પડે છે. તેઓ ઑછી મહેનતે જલ્દી શીખી જાય છે.
ચપળ લોકો સમાજમા લોકો કેવી રીતે કામ કરે છૅ ઍ નિયમ પ્રમાણે કામ કરે છૅ. ટૂકમા ઍ લોકો વાસ્તવિકતાને ઓળખીને ચાલે છે અને પોતાનુ કામ કરતા હોય છે આથી તેઓ ઘણીવાર સફળ નીવડે છે. ઍમની ઍ આવડતને લોકો સ્માર્ટનેસ તરીકે ઓળખતા હોય છે. તૅઓ સમાજને પોતાની પ્ર્તિભાથી પ્રભાવિત કરતા હોય છે.
વીવેચક લોકો પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી દરેક વિષય પર ઍની ગુણવત્તા પ્રમાણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. ઍમના વિચારોમા સંશોધન, અને વિવેચના વધુ હોય છે. તેમને સમાજમા ઉંચ દરજ્જો આપેલો હોય છે અને તેમના વિચારોને માનથી જોવામા આવે છે.
સામર્થ ધરાવતા લોકો જન્મથી બુધ્ધિશક્તિ ધરાવતા નથી પણ ખૂબ મહેનત કરીને તૅઓ સિધ્ધિ મેળવે છે. પરંતુ ઍમની અતૂટ મહેનતથી તેઓ સમાજમા અનોખુ પ્રદાન કરી જતા હોય છે.
ટુંકમા બુધ્ધિમા વિવિધતા હોય છે પરન્તુ ઍ વિવિધતા સમાજની, રાષ્ટ્રની, કે પછી વિશ્વના વિવિધ ક્ષેત્રમા ઍમનુ પ્રદાન કરતી હોય છે. જેનાથી વિશ્વમા પ્રગતીનુ ચક્ર ચાલુ રહેતુ હોય છે.
**************************************
No comments:
Post a Comment