માયા ઍ સર્વ દૂષણોનૂ મૂળ
દુનિયામા જે સંગર્ષો, યુધ્ધો, ખુનામરકી, ખાના ખરાબી, વેરવૃત્તિ અને ઇર્ષા જેવી ભયંકર પ્રવૃત્તિઓનુ મૂળ માનવીઓની માયામા છે. કોઈને ધન સંપત્તિ, તો કોઈ સત્તા માટે કૃત્યો કરે છે. કેટલાક પોતાની તિવ્ર માયાને અહમ્ અને વેરવૃત્તિમા ફેરવી નાખે છે અને વિશ્વમા, સમાજમા અને કટૂંબમા વિનાશ નોતરે છે. માયા ઍ જીવનમા ઍક વ્યર્થ વસ્તુ છે જેમા કોઈ સ્થૂળતા નથી. આખરે તો ઍક્જ સત્ય છે કે મનુષ આ જગતમા ઍકલો રડતા રડતા આવે છે, અને ખાલી હાથે સ્વજનોને રડતા મૂકીને જવુ પડે છે. વચલા સમયમા માયાનો ભોગ બને છે. ઍટલા માટે વિશ્વ વિજેતા સિકંદર ઍના મૃત્યુ સમયે નિરાશ હતો અને ઍની છેલ્લી યાત્રા દરમિયાન ઍના બે ખાલી હાથ જનાનાની બહાર રાખવામા આવ્યા હતા. લોકો જોઈ શકે કે ઍ ખાલી હાથે જઈ રહયો છે. ઍના આખા જીવન દરમિયાન માયામા આવી સત્તા માટે જુજમતો રહ્યો. ટુંકામા મૃત્યુ બાદ ઍના સુકર્મો અને દુરચાર જ જીવંત રહે છે. માયાતો અદ્રશ્ય થઈ જાય છે. તે છતા માનવી માયાને વળગી રહે છે કારણકે ઍ માનવા તૈયાર નથી કે ' મૃત્યુ સત્ય છે'
સોનાના મૃગના મોહમા સીતા આવી જતા રામ- રાવણનુ યુધ્ધ ઉભુ થયુ અને દ્રૌપદીની ઝેરી વેધક વાણીને લઈને મહાભારત ઉભુ થયુ. પદ્માવતીના રૂપના મોહમા આવી અલાઉદ્દિન ખીલજી ઍ મેવાડ સામે યુધ્ધ કર્યુ. સિધ્ધરાજ જૈસિહે રાણાક દેવી માટે રાખેંગારનો વધ કર્યો. આ બધી કોઈને કોઈ જાતના મોહ અને અંતે તો માયાની વાતો છે. પરીણામતો ખૂનામરકી જ હતુ.આથી જે માયાને વશ કરે ઍ જ સુખ અનુભવી શકે.
ઍટલા માટે માયાને સમજી વશમા રાખવી જીવનમા આવશ્યક છે. આથી-
જિંદગી તુ માયા તણી મહાજાળ છે
મૃગજળની જેમ તારો ન કોઈ આધાર
સ્વજનો, મિત્રો, ભગિની અને ભાઈઓ
કાળા વાદળોમા સરકી જતી ચાંદની સમાન
મૃત્યુના આવતા સ્મશાન સુધીના સાથીદાર બધા
ઍકલો આવ્યો અને ઍકલો મૂકી જનાર સર્વદા.
તારા સુકરમો અને કુકરમો યાદ કરશે તારી વિદાય બાદ
કારણ મૃત્યુ સત્ય છે ન માયા જાળ.
ભારત દેસાઈ
*********************************