મુસ્લિમોનુ પવિત્ર ધામ - સાઉદી અરેબિયા
મુસ્લિમ ધર્મનો પાયો સાઉદી અરેબીયામા થયો હતો. મક્કા અને . મદીના ઍ બે પવિત્ર શહેરો છે જેનો મુસ્લિમ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબર સાથે સીધો સબંધ છે. મુસ્લીમનો અર્થ અરેબિક્મા' ઍક જ ઈશ્વરમા માનનાર' ઍવો થાય છે. સાઉદી અરેબીયામા ૧.૮ બીલ્યન મુસ્લિમોના પવિત્ર સ્થળો આવેલા છે. આજે દુનિયામા મુસ્લિમો આસરે ૫૦ દેશોમા પથરાયેલા છે.
આથી ઈસ્લામના ઍટલેકે કુરાનના સખત નિયમોનુ સાઉદી અરેબીયામા પાલન કરવામા આવે છે. ઍના ભંગ કરનારને સખત સજા કરવમાઆવે છે. સાઉદી અરેબીયામા લોકો માટે નીચેના કાયદાઓનુ અવલોકન કરવુ જરૂરી છે.
૧) દારુ પીવાની અને બનાવવાની સખત મનાઈ છે. કાયદો તોડનારને ફટકા મારવાની સજા થાય છે.
૨) હોમો સેક્ષુયલ માટે અહી મોતની સજા છે.
૩) ખુન. ચોરી, અને આડસબંધ માટે મોત સુધીની સજા હોય છે.
૪) મક્કા અન મદીના જેવા પવિત્ર શ હેરોમા બિન મુસ્લિમ માટે પ્રવેશ બંધ છે.
૫)સ્રીઓના ફોટા લેવાની મનાઈ છે. અને પુરુષોના ફોટા માટે તેમની પરવાનગી લેવી જરૂરી છે.
૬)જમણા હાથને વસ્તુ લેવા માટે અને હાથ મિલાવવા માટે પવિત્ર માનવામા આવે છે.
૭) ફાંસીની સજા માટે માથુ કાપી નાખવામા આવે છે. હવે તલવારોના અભાવને કારણે ફાંસીની સજા ગોળી મારીને પણ કરવામા આવે છે.
૮)કુટુંબ નિયોજનની અહિઍ મનાઈ છે.
૯) સ્ત્રીઓને ગાડી ચલાવવા દેવામા આ દેશ છેલ્લો છે. સ્ત્રીઓ બૅંક અકાઉંટ ન ખોલી શકે અને પ્રવાસ પણ ન કરી શકે. સ્ત્રીઓને નોકરી અને નોકરી માટે વડીલોની પરવાનગી લેવી પડે છે, સ્ત્રીઓને ૨૦૧૫મા જ મતાધિકાર આપવામા આવ્યો હતો.
તે ઉપરાંત સાઉદી અરેબિયાની કેટલીક બીજી બાજુ પણ જાણવા લાયક છે.
૧) અહિઍ ઓઈલ કરતા પાણી મોંઘુ છે.
૨) બે પૈ ડા .પર ગાડી ચલાવવી અહીની જાણીતી રમત છે.
૩) સાઉદીઑ સામાન્ય રીતે ઉં ટનુ માંસ ખાય છે.
૪) મોટા ભાગની જમીન પર રણ પથરાયેલ છે. ફક્ત ૨% જમીન જ સારી છે. સમુદ્રના પાણીને પીવા લાયક બનાવી ઍનો ઉપયોગ પીવામા કરવામા આવે છે.
૫) સ્કૂલ અને આરોગ્ય સેવા અહિઍ મફત આપવામા આવે છે.
૬) સાઉદી અરેબીયામા રાજાશાહીની સ્થાપના ૧૯૩૨ મા થઈ હતી અને રાજ કુટુમ્બ પાસે અત્યારે ૧૪ ટ્રિલિયન જેટલી મિલકતો છે.
ઍનો વિસ્તાર ૮૩ હજાર સ્ક્વેર માઈલ છે અને ઍમા ચાર જેટલી પુરાતન અવશેષો આવેલા છે જેને યુનોસ્કો દ્વારા હેરીટેજ અવશેષો તરીકે માન્યતા આપેલી છે.
**********************************************
No comments:
Post a Comment