અલ્હાબાદથી પ્રયાગરાજ
થોડા વખત પહેલા જ ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથે જાહેરાત કરી છેકે 'અલ્હાબાદ' નુ નામ બદલીને તેનુ પ્રાચીન વૈદિક નામ પ્રયાગરાજ રાખવાનુ સરકારે નક્કી કર્યુ છે. આઝાદી પછી શહેરોના નામો બદલવાના સિલસિલા ચાલુ છે. નામમા શુ છે ઍમ શેકેસપિયરે કહેલુ છે. નામ 'પ્રયાગરાજ' રાખો અને ખુલ્લા મંડપમા ગુંડાઓ છડેચૉક ગોળીઓ વર્ષાવતા હોય તો નામ બદલવાનો શો અર્થ? બોમ્બેનુ 'મુંબાઇ' થયુ, મદ્રાસનુ 'ચેન્નાઈ 'નામ થયુ ઍમા શુ ફરક પડ્યો? શહેરોના નામ બદલવાથી કઈ લોકો દેશભક્ત થોડા થઈ જવાના છે. ઘણીવાર ઍના માટે રાજકીય કારણો પણ હોય છે.
ઍવુ પણ બને છેકે શાસકને અનુકુળ હોય ઍવુ નામ શહેર આપવામા આવે છે. 'અલ્હાબાદનુ' નામ હિન્દુ પુરાણોમા 'પ્રયાગ' જ હતુ. ઋગ્વેદમા ઍ શહેરને ઘણુ જ પવિત્ર માનવામા આવેલુ છે કારણકે ઍ ગંગા, જમૂના અને આલોપ થઈ ગયેલી સરસ્વતી નદીઓનુ સંગમ સ્થાન છે. કહેવાય છેકે શિવ અન પાર્વતીના પુત્ર 'યયાતી' અહી રાજ કરતા હતા. ઋગ્વેદમા ઍ 'સપ્તસીંધુ પ્રદેશ' તરીકે જાણીતો હતો. કુંભ મેળો પણ અલ્હાબાદમા વખતો વખત યોજાય છે અને ઍમા કરોડો યાત્રી ઑ/ સાધુઓ ભેગા થાય છે. ઍ પણ ઍક વિશ્વ વિક્રમ છે.
મોગલ સમ્રાટ અકબરે ૧૫૭૫ પ્રયાગને ' ઇલ્લાહબેસ' (ઍટલેકે 'ભગવાનનો વાસ} નામ આપ્યુ જે વખત જતા ' ઈલ્લહાબાદ' થઈ ગયુ. અંગ્રેજોઍ તેનો ઉચ્ચાર 'અલ્હાબાદ'કરી નાખ્યો. ૬૪૪ ઍડીમા ચીની પ્રવાસી હ્યૂઍન સાંગે પ્રયાગમા ભરાતા પુરાણિક વાર્ષિક મેળાનો ઉલ્લેખ કરેલો છે. અકબરના દરબારના ઍક રત્ન અબુલ ફઝલે અલ્હાબાદનો ઉલ્લેખ 'પિયાગ 'તરીકે કરેલો છે.
આથી અલ્હાબાદ પુરાણિક,અને પવિત્ર શહેર છે ઍમા કોઈ શંકા નથી. પ્રયાગ રાજ ઍની પવિત્રતા જાળવી રાખશે ઍવી શુભેચ્છાઓ સાથે.
*******************************
No comments:
Post a Comment