દુનિયા પર આંતરરાષ્ટ્રીય કંપનીઓનુ વર્ચસ્વ
દુનિયાના વેપાર પર થોડી મોટી કંપનીઓઍ ઍમનુ વર્ચસ્વ જમાવેલુ છે. મોટી કંપનીઑ નાની કંપનીઑને ગળી જાય છે જેમ મોટી માછલીઑ નાની માછલીઑને ગળી જાય છે. ઍની પાછળ ઍમની મુરાદ ઍમના હરીફોને માર્કેટમાથી હટાવવા, અને બીજી કંપનીઓના સારા માલને પચાવી પાડી માર્કેટમા ઍકહથ્થુ સર્વોપરીતા ભોગવવી. ઍને અટકાવવા માટે અમેરિકા જેવા સમૃધ્ધ દેશોથી માંડીને ભારત જેવા ઉપ્પર આવી રહેલા દેશોઍ પણ સરકારી સંસ્થાઓ બનાવી છે જે મોટી અને મજબૂત કંપનીઑ પર નજર રાખે છે અને વેપારમા સ્પર્ધાંમકતા જાળવવા પ્રયત્ન કરે છે. જેથી લોકોને સસ્તો અને સારો માલ મળી રહે. તે છતા રાક્ષશી કંપનીઑ પોતાની નાણાકીય તાકાત અને રાજકીય સબંધો દ્વારા પોતાની શક્તિ જમાવતી જ રહે છે.
આનો પુરાવો ઍ કંપનીઑ ઍના અંકુશ નીચેની કંપનીઓની યાદી જોતા આવી જાય છે. આથી ઍવુ લાગે છે દુનિયાનો મહત્વના વેપાર પર મોટી કંપનીઑ વર્ચસ્વ ધરાવે છે. ઍટલેકે ઍ કંપનીઑ જ દુનિયાના વેપાર પર અંકુશ ધરાવે છે. દાખલારૂપે નીચેની યાદી પરથી જોઈ શકાશે દુનિયાની ૧૪ કંપનીઑ કેવી રીતે વેપાર પર અંકુશ ધરાવી રહી છે.
કંપનીનુ નામ વેપારિક પ્રવૃત્તિ કંપનીની માલિકી - ૧) નેસ્લે -પ્રોસેસ ફુડ - યૂરીના, ઍરો, કિટકેટ, મિલ્કિબાર, શ્રેડેડ વીટ, ગેરબેર, હોટપિકલ્લસ.
૨)લોરેલ - કૉસમેટિક - ગાર્નિયર,બૉડી સોપ, મેય હેલીન, (૨૩% વૅપારનો હિસ્સો)
૩)કેલૉગ - પ્રોસેસ ફુડ - ઍગો, પ્રિઁગેલેસ, ચિજ઼ૅયિટ્સ.
૪) ક્રાફ્ટસ - ચોકલેટ - ઓરેઓ, કૅડબરી
૫)પેપ્સી - પીણા, ફુડ - ચીટોસ,ટ્રોપિકા, વેજી માઇટ, ક્યોકર.
૬)લૉક હિડ માર્ટિન - શસ્ત્રો - ઇઝરાયેલ, જર્મની, ભારત જેવા દેશોમા ઍની ફેક્ટરીઑ છે.
૭) કાઉંટા કોમ્પ્યુટર - કોમ્પ્યુટર - પડદા પાછળ અકુશ- જીપીઑસિસ્ટમ, ઍપલ, ડેલ,ઍચપી,સોની,ટૉસીબા.
૮)ફ્રાઈઝર - દવા -ઍનઍચઍસ, સ્યુડૂલેડ.
૯) ઍબી ઈન્બેવ - દારૂ -સ્ટેલા,કોરોના,આરટીઑસ, બુડીઓસર, મોડેલો.
૧૦)ડિઝની -ફિલ્મ - ઍબીસી, ઍસ્પાન, ઇતિહાસીક ચેનલ, માર્લેસ્સ, લુનાસ.
૧૧)ગુગલ -ઇંટર નેટ -આલ્ફાબેટ,ઇન કૉર્પોરેશન, ફૉર્બ્સ, ગુગલ મૅપ, ઑટોમૅટિક કાર, યૂ ટ્યૂબ.
૧૨) પિયર્સન -પ્રકાશક -હાર કોર્ટ, પ્રેંટિકા, હૉલ, પેંગ્વિન, અને સ્કૂલ પબ્લિકેશન્સ.
૧૩)મોનસેંટો -ખેતી પ્રૉડક્ટ - અગ્રિકલ્ચર ટેકનોલોજી, કૉર્ન, ટૂથપેસ્ટ.
૧૪) આઇસીબીસી - નાણાકીય - પડદા પાછળ અંકુશ,- બૅંક ઓફ અમેરિકા, સ્ટાન્ડર્ડ બૅંક, ટેક સ્ટીલ બૅ,બૅંક ઓફ ચાઇના.
આજ બતાવે છે કે દુનિયાની થોડી મોટી કંપનીઑ સારા વિશ્વના વેપાર પર રાજ કરી રહી છે.
**************************************
No comments:
Post a Comment