શરીર સ્વાસ્થ્ય
આપણામા કહેવત છેકે 'સુઃખી નર તે જાતે નર્યો' ઍ ટલે કે સુખની ચાવી દરેકની તંદુરસ્તીમા છે. અને તન્દુરસ્ત શરીરનો આધાર દરેકની રહેણીકરણી પર આધારિત છે. આપણા વડીલો પણ કહેતા આવ્યા છે કે' જલ્દી સુવાની અને જલ્દી ઉઠવાની આદત શરીરને સ્વથ રાખે છે. ' આધુનિક વિજ્ઞાન પણ હવે ઍનુ સમર્થન કરી રહયુ છે.
ગ્રામીય લોકો સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે કારણકે ઍ લોકો જલ્દી સુવે છે અને વહેલી સવારે જાગી જાય છે. હવે વિજ્ઞાન પણ કહે છે કે -
રાતના ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી લોહીનુ ભ્રમણ વધૂ કેન્દ્રિત માનવીના લિવરમા થાય છે. તે દરમિયાન શરીર ઍના કચરાને (ટૉક્સિકને) સાફ કરવાનુ કામ કરે છે. આથી ઍ સમય દરમિયાન માનવી ઍ સૂવુ આવશ્યક છે. આથી સારી તંદુરસ્તી માટે માનવીેઍ રાતના ૧૧ વાગ્યા પહેલા સૂવુ આવશ્યક છે.
રાતના ૩ વાગ્યા પછી અને ૫ વાગ્યા સુધી લોહીનુ ભ્રમણ વધારે ફેફસામા થતુ હોય છે. ઍ સમય દરમ્યાન કસરતો કરવાથી શરીરને લાભ થાય છે.
સવારના ૫ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોહીનુ ભ્રમણ વધારે પેટમા થતુ હોય છે . આથી આ વખતે ન્યુટ્રિયસ ખોરાક લેવાથી શરીર માટે ફાયદાકારક નીવડે છે. આથી સવારનો નાસ્તો ઍ સમય દરમિયાન લેવો જોઇઍ. આમ જોઈ શકાય છે કે શારીરિક વિજ્ઞાન પણ 'જલ્દી સૂવુ અને જલ્દી ઉઠવું ' ની પૃષ્ટિ કરે છે.
ઍક વાતતો સ્પષ્ટ છે કે જ્યારે કોઈ મોંડુ સુઇને મોંડુ ઉઠે છે ત્યારે ઍ બીજા દિવસે અત્યંત થાક અનુભવે છૅ પરંતુ જ્યારે જલ્દી સુઇને જલ્દી સવારના જાગી જાય તો ઍ સ્ફૂરતી અનુભવે છે. ઍની પાછળ શારીરિક અને વિજ્ઞનાનિક કારણ જ હોય છે. ઍથી સુખી અને તંદુરસ્ત જીવન જીવવા માટે સારી આદતો ઍકદમ આવશ્યક છે.
***********************************
No comments:
Post a Comment