ઉત્તમ દેશભક્તિ
બીજા વિશ્વ યુધ્ધનો સમય હતો. જર્મન ફોજો યુરોપ ને રગદોળી રહી હતી. ફ્રાન્સના મોટા ભાગનો કબજો કરી લીધો હતો. જેના સામ્રાજ્યમા કદી સૂરજ ડૂબતો ન હતી ઍવા બ્રિટનની સ્થિતિ પણ કફોડી હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ જમીન, આકાશ, અને દરિયા પર લડી લેવાની વાત કરી બ્રિટિશ નાગરિકોનો ઉત્ત્સાહ વધારવા પ્રયત્ન કરી રહયા હતા. ઍવા વખતે ફ્રાંસના ઍક સામાન્ય લશ્કરી અમલદારે બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પાસે આસરો આપવાની વિનંતી કરી. ચર્ચિલને ખાતરી આપીકે તે જર્મની સામેના યુધ્ધમા મદદ કરશે અને ફ્રાન્સને મુક્ત કરાવવા પણ પ્રયત્ન કરશે. ચર્ચિલને ઍ સામાન્ય ફ્રેંચ અમલદારમા બહુ વિશ્વાસ ન હતો પણ તે રાજકીય મુશ્કેલી ન ઉભી કરે ઍ શરતે બ્રિટનમા રહેવા પરવાનગી આપી. ચર્ચિલ કદાચ ઍનો રાજકીય મહોરા તરીકે ઉપયોગ કરવા માંગતા હતા.
ઍ ફ્રેંચ લશ્કરી અમલદારનુ નામ હતુ ' ચાલ્સ ડી ગોલ'. ડી ગૉલે હતાશ ફ્રેંચ નાગરિકો સાથે પારો ચઢાવતી મનની વાતો રેડીઓ દ્વારા કરવા માડી. ફ્રેંચ પ્રજાને કહ્યુ જેની પાસે હથિયારો હોય તેમણે જર્મન લશ્કર સામનો કરવો જોઇઍ. કોઈ પણ સંજોગોમા શરણાગતી સ્વીકારવી નહિ. હૂ તમારી સાથે છુ અને અહિઍ પણ જર્મનો સામે લડવા માટે લશ્કર તૈયાર કરી રહયો છુ. આથી ફ્રેચોમા જર્મન લશ્કરનો સામનો કરવા માટેનો ઉત્ત્સાહ વધતો ગયો. ડી . ગોલની લોકપ્રિયતા પણ ઍની સાથે વધતી જ ગઈ.
ફ્રેંચ સંસ્થાનો જેમા કઠપુતળી સરકારો હ્તી ઍવા ગેબન, કામરુન, ફ્રેંચ કૉંગો, જેવા આફ્રિકી દેશો પર ડી ગોલે કબજો જમાવી દીધો. બે વર્ષમા પરિસ્થિતિ બદલાતા ચાર્લ્સ ડી ગોલનુ કદ અને શક્તિ વધી ગયા. જર્મની પણ હારની નજદિક પહોચી ગયુ હતુ. ૧૯૪૪મા જર્મની હારી ગયુ ઍટલે ડી ગોલ ફ્રાંસ આવ્યા અને ફ્રાંસના હીરો બની ગયા. ડી ગોલે ફ્રાંસનુ આત્મસન્માન પાછુ અપાવ્યુ હતુ અને તેમનુ નામ નેપોલીયન કરતા પણ ઉચ્ચ કક્ષામા પહોચી ગયુ.
તેઓ બે વાર ફ્રાન્સના પ્રમુખપદે રહયા અને ફ્રેંચ ઇતિહાસમા ઍમનુ નામ અમર થઈ ગયુ. ચાર્લ્સ ડી ગોલનુ જીવન ઉચ્ચ દેશભક્તીનુ નમૂનો હતુ. ઍક સામાન્ય માણસ દેશભક્તીથી પોતાના દેશ માટે શુ કરી શકે ઍનો ઍક દાખલો છે.
****************************************
No comments:
Post a Comment