આરતી શા માટે?
આપણે મંદિરોમાં આરતી કરતા હજારો માંણસોને જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે. આ ઘંટારવની સાથે કરવામાં આવતી આરતીનો ઉદ્દેશ શું છે? શું એ એક અંધ શ્રદ્ધાનો નમૂનો છે. હિન્દૂ સંસ્કૃતિમાં દરેક ક્રિયા પાછળ એક ઉમદા વિજ્ઞાનિક કારણ રહેલું છે. જે લોકો એને નક્કામી રીતરસમ સમજે છે એ લોકો અજ્ઞાની છે એ લોકો હિન્દૂ ધર્મને સમજી શક્યા નથી.
આરતી નો મૂળ અર્થ ' આ' એટલે સંપૂર્ણ અને 'રતી' એટલે 'પ્રેમ' થાય છે એટલે આરતી પ્રભુ પ્રત્યેનો સંપૂર્ણ પ્રેમનું પ્રતીક છે. એનો ઉદ્દભવ પુરાણીક વેદિક અગ્નિ વિધિ દ્વારા થયેલો છે. આરતી કરવાથી શક્તિ અને નવી ઉર્જા મળે છે. આફતનો સામનો કરવાની શક્તિ આપે છે અને સુખમાં માનવને પ્રભુ કૃપા સમજી એને નમ્ર બનાવે છે.
આરતી દ્વારા માણસ પ્રભુની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કળા શીખે છે. એમાંથી જીવનમાં પણ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખે છે. તે ઉપરાંત ધ્યાન બીજી સારી જગ્યાએ કેન્દ્રિત કરવાથી મનના વમળને પણ દૂર રાખી શકાય છે. જેથી એનાથી માનવીને રાહત મળે છે.
જયારે માણસ આરતીમાં લિન થઇ જાય છે ત્યારે એના આત્મા સાથે એનો મેળ થાય છે જેમાંથી સારી પ્રેરણાઓનો સ્તોત્ર વહે છે. આરતી માણસને એનું ભાન કરાવે છે કે આ દુનિયામાં પ્રભુજ બધી પ્રવૃત્તિનું કેન્દ્ર છે એટલા માટે એના તરફ આદરભાવ બતાવવામાં આવે છે. અને પ્રભુ પ્રત્યે નમ્ર ભાવ બતાવવામાં આવે છે.
આરતીની દીપશિખાઓ પૃથ્વીના પાંચ તત્વો જેવાકે વાયુ, આકાશ, અગ્નિ, પાણી અને જમીનનો માનવ જીવનમાં રહેલી મહત્વતાને રજુ કરે છે.
આરતીનો અગ્નિ માનવીને તાકીદ કરે છે કે ભૌતિક બળો અને એની અપાર ઈચ્છાઓ એના જીવન પર કબજો નહિ જમાવી દે જેથી એનું જીવન ધૂળ ધાણી ન થાય.
આથી આરતી પાછળ ધાર્મિક અને વિજ્ઞાનિક કારણો પણ રહેલા છે. જેનાથી માનવીના જીવનમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ લાવે. આરતીની વિવિધતા એવી છે કે તે ગમે તે પવિત્રસ્થળે ઘરમાં પ્રભુની મૂર્તિ સામે પણ કરી શકાય છે. એના માટે મંદિર સુધી પણ જવાની જરૂરિયાત નથી.
***************************************
No comments:
Post a Comment