મહાભારતનું યુદ્ધ એજ જીવન યુદ્ધ
મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ અર્જુનને ગીતા કહી હતી તે ભીષણ અને હિંસક યુદ્ધહતું . એમાં અર્જુનને ભગવાન કૃષ્ણ એના સ્નેહીઓ , કુટુંબીઓ, વડીલો અને ગુરુ સામે ધર્મનું પાલન કરી યુદ્ધ કરવા ઉપદેશ આપે છે . એજ ઉપદેશ માનવીય જીવનને પણ લાગુ પડે છે. માનવીનું જીવન પણ એક સંગર્ષમય યુદ્ધ છે . માનવીના જીવનમાં પણ બહારીને અને આંતરિક યુદ્ધમાં ગીતાનો ઉપદેશ કામનો છે.
જીવનમાં બહારી યુદ્ધ, માનવ અને માનવ વચ્ચેનું યુદ્ધ, અથવા સત્ય અને અસત્ય વચ્ચેનું યુદ્ધ, અથવા સારા અને ખરાબ વ્યક્તિઓ વચ્ચેનો સંગર્ષ અથવા ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હોય છે . એ યુદ્ધમાં મૃત્યુ અને મિલકતનું પણ નુકશાન થઇ શકે છે.
જ્યારે આંતરિક યુદ્ધમાં માનસિક શાંતિ, અથવા આંતરિક ખુશી અથવા આત્મ સંતોષનો નાશ થઇ શકે છે.
ગીતા મનુષ્યના આંતરિક અને બાહરી સંગર્ષ માટે ઉકેલ દર્શાવે છે. જીવનના આંતરિક અને બહારી યુદ્ધમાં માનવીય ઈચ્છાઓ, જરૂરિયાતો. અપેક્ષાઓ , લોભી વૃત્તિઓ , અને વેરવૃત્તિ જવાબદાર હોય છે.
આ માનવીય જીવનના યુદ્ધમાં ફક્ત બે જ પરિણામો આવે છે. જીત અને હાર . પરંતુ ગીતા કહે છે ' જીવનમાં જીતો તો પણ એ તમારા માથા પાર ચડવું ન જોઈએ અને માનવતા ન ગુમાવવી જોઈએ. હારમાં મનુષ્યે રડવું ન જોઈએ અને કોઈના તરફ દ્વેષ વૃત્તિના રાખવી ન જોઈએ. દરેક હારમાંથી શીખવું જોઈએ અને વર્તમાન સ્થિતિ પ્રમાણે રહેતા શીખી લેવું જોઈએ. સ્થિપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ.
હાર અને જીતમાં ગીતા શું કહે છે? મનુષ્યે જીવનયુદ્ધમાં નિસ્પ્રુહ , ભયરહિત, અને ક્રોધને કાબુમાં રાખતા શીખવું જોઈએ. તમારા વિચારો અને આચરણમાં સમન્વય હોવો જોઈએ. સકારત્મક રહી તમારા ધેય્ય તમારું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ. તમારામાંથી ઈર્ષા , શોક , વેર
અને નિરાશા જેવી વૃત્તિને તજી દેવાથી જ સુખનો અનુભવ થઇ શકે.
આમ ગીતા ને જીવનમાં ઉતારવાથી જીવનનના ઘણા પ્રશ્નોનો ઉત્તર મળી જાય છે.
*******************************************
,