સબકા સાથ
દુનિયામાં લોકોને સાથમાં લઈને કામ કરવામાં જે સફળતાનો આનંદ અને સંતોષ મળે છે એ અજબ છે. રતન તાતાએ કહ્યું છેકે ' નજદીક અને જલ્દી પહોંચવું હોય તો એકલા જવું સારું પરંતુ મુસાફરી લાંબી હોય તો સમૂહ માં જવું ઉચિત છે.' આથી પંખીઓ પણ આકાશમાં એક દિશામાં સમૂહમાં જ ઉડે છે કારણકે સમૂહમાં ઉડવાથી શક્તિઓ વધે છે અને અંતર પણ જલદી કપાઈ જાય છે .
ટીમ વર્ક માં કાર્યદક્ષતા વધે છે અને જરૂર પડે નેતા પણ બદલવાનો અવકાશ રહે છે. સમૂહમાં એકબીજા પ્રત્યે સ્નેહ , માન અને લાગણી પણ જન્મે છે. એક બીજાને પ્રોત્સાહિત કરવાથી નિષફળતાનો ભય દૂર થાય છે. અને ઉત્તમ પરિણામ મળે છે.
ટીમ ના સભ્યો જો એકબીજા પ્રત્યે માન રાખી એક લક્ષ્યથી કામ કરે તો સર્વ તેમનું લક્ષ તરફ જલદી પહોંચી શકે છે. ટીમના સભ્યો જો એકબીજા તરફ માન રાખી, અને મતભેદોને ભૂલી ને કામ કરે જાય તો કોઈ સફળતાને અટકાવી શકે નહિ.
ટીમમાં મૈત્રી ભર્યા સબંધો જ ઉત્તમ સફળતા અપાવે છે. જરૂર પ્રમાણે નેતાની બદલી કોઈ પણ જાતના સંગર્ષ વગર પર ઉતરે એજ ટીમ વર્કનો ઉત્તમ નમૂનો છે.
પક્ષો જયારે સમૂહમાં ઉડે છે ત્યારે એક પક્ષી થાકી જાય તો બીજું પક્ષી એની સાથે ઉડવા માંડે છે અને એને સહારો આપે છે. નેતા બદલાતા પક્ષીઓના સમૂહમાં પણ નેતા પોતાનું સ્થાન છોડી
પાછળ ઉડવા માંડે છે. અને નવો નેતા એનું સ્થાન સહજ રીતે લઇ લે છે. અને આમ પક્ષીઓનો સમૂહ હજારો માઈલ ઉડીને એમના નિશ્ચિત સ્થાન પર સહી સલામત પહોંચી જાય છે. એમાંથી ટીમ વર્ક વિષે માનવ જાતે ઘણું ઘણું શીખવાનું છેકે ' સફળ ટીમ વર્ક શું કહેવાય?
*************************************************
No comments:
Post a Comment