વયસ્થોમાં માનસિક મૂંઝવણ
જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ વયસ્થોમાં ઘણી બાબતોમાં મૂંઝવણ ઉભી થતી જાય છે. ઘણા એને અલઝહેઈમર્સની શરૂઆત ગણે કે પછી મગજનો કોઈ રોગ પણ હોઈ શકે છે. પરંતુ એ મૂંઝવણના મુખ્ય કારણો બીજાજ હોઈ શકે છે.
એના કારણોમાં કાબુ બહારનો ડીયાબેટિસ, અથવાતો કિડનીમાં ઇન્ફેકશન અથવાતો ડિહાઈડ્રેશન પણ હોય શકે . આથી એ કારણોની કાળજીઓ રાખવાની વધુ જરૂર છે.
આથી વયસ્થોને વધારેને વધારે પાણી પીવાની યાદ આપવી જોઈએ . જો તેમને પાણી ન પીવું હોય તો ફળોના રસ , અથવા નારિયળનું પાણી , અથવા ચા , અથવા દૂધ , અથવા સૂપ કે પછી પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડવી જોઈએ . તેમના માનસિક મૂંઝવણમાંથી એ વસ્તુઓ રાહત આપી શકે છે. પાણીથી ભરપૂર ફળોમાં તરબૂચ , અનનસ, પીચ , નારંગી, ઓરંજ , અને ટેન્ગરીન છે. તે લેવા જોઈએ.
ડિહાઈડ્રેશન શરીર અને મગજ માટે ઘણું નુકશાનકારક છે. તે બ્લડપ્રેસર વધારે છે. માનસિક તાણ વધારે છે . સ્વાસોસ્વાસમાં તકલીફ ઉભી કરે છે. છાતીમાં દુખાવો , હૃદયના ધબકારો વધવા , અને બેહોશ થવા જેવી બીમારી વધારે છે. આથી ડીહાઇડ્રેશન બાબતમાં વયસ્થોએ બહુજ કાળજી રાખવી જરૂરી છે .
આ એક માહિતીને આધારે વિવેચન છે પરંતુ દરેક વયસ્થે પોતાની શારીરિક સ્થિતિ પ્રમાણે પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલવાની જરૂરિયાત છે.
***********************************