ચીની ચાલ
ચીન આજે દુનિયામાં એકદમ અળખામણું બની ચૂક્યું છે એના ગણા વજૂદ કારણો છે.એકતો કોરોના વાયરસને જન્મ આપ્યો અને એના વિશેની બધી વિગતો લાંબા વખત સુધી છુપાવી. તથા દુનિયામાં એનો ફેલાવો થવા દીધો. ચીન પર એવો પણ આરોપ છેકે કોરોના વાયરસની ઉત્તપતિ ચીનની રાસાયણિક લેબમાંજ થયો અને ત્યાંથી જ એ લીક થઈને આખી દુનિયામાં પ્રસરી ગયો. આજે કોરોના વાયરસે આખી દુનિયાની અર્થવ્યવસ્થા ખેરવી નાખી એના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે . એની પાછળ પણ ચીનની વિશ્વિક સર્વોપરિતા મેળવવાની ચાલ ગણવામાં આવે છે.
ચીનની ચાલબાજી એકજ ક્ષેત્રમાં નથી. હોંગકોંગ અમારું છે એમ કહી બ્રિટનને ખોટા વચનો આપી પડાવી લીધું . તાઇવાન પણ અમારું છે એમ કહી ધિકતીધરા હજુ ચાલુ છે. એટલુંજ નહીં પણ આજુબાજુના બધાજ દેશોની જમીનો પર ચીનની નજર છે અને તક મળે એટલે તેમની જમીનો પચાવી પાડવાની તૈયારીમાં છે. ભારત સાથે એને લડાખ, સિયાચીન , અરુણાચલ પ્રદેશ , નાની મોટી કેટલીયે જગાઓ માટે ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર ઝગડો છે. કીર્ગીસ્થાનના કેટલાક પ્રદેશો પર પણ ચીનનો દાવો છે. કીર્ગીસ્થાને તો એની ચીનની સાથેની સરહદો સીલ કરીદીધી છે. તજિકિસ્થાને ૫૦ કિલોમીટર જેટલી જમીન ચીનને આપી દીધી છે તો પણ ચીનને હજુસંતોષ નથી . ચીનને અફઘાનિસ્તાન સાથે પણ સરહદી ઝગડો છે. નેપાળની પણ કેટલીક જમીન ચીને પચાવી પાડી છે. એજ પ્રમાણે ભૂતાન, અને મ્યાનમાર સાથે પણ સરહદી ઝગડો છે.
ચીન દક્ષિણ ચીની સમુદ્ર પણ પોતાનો માને છે. દક્ષિણ સમુદ્રમાં આવેલા કેટલાએ ટાપુ પર ચીને દાવા ઠોક્યાં છે. આથી ચીનને મલેશિયા , સિંગાપોર ,લાઓસ, વિયેતનામ ફિલિપાઇન, બ્રુનોઇ , ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા જેવા દેશો સાથે પણ ઘર્ષણ શરુ થયું છે.રશિયા અને મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી ઝગડાઓ છે.
ચીન ગરીબ અને નબળા દેશોને ધિરાણ કરી એમને ફસાવે છે. અને પછી એમના કુદરતી સાધનો અને જમીનો પર કબજો જમાવી ત્યાં પોતાના થાણા બનાવી એમને ગુલામ બનાવી દે છે. આ પણ ચીનની એક ચાલ છે.
આવી વિસ્તારવાદી નીતિને હવે અમેરિકા , ઓસ્ટ્રેલિયા , જાપાન, સાઉથ કોરિયા , બ્રિટન અને યુરોપના દેશો ઓળખી ગયા છે. એમાં એમને ચીનની વિશ્વ સત્તા બનવાની ગંધ આવેછે. તેમાં કોરોના વાયરસે આગમાં પેટ્રોલ નાખવા જેવી પરિસ્થિતિ ઉભી કરીછે. એમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો થવાની પણ શક્યતા છે. મૂળમાં તો ચીનની દરેક ક્ષેત્રમાં વધી રહેલી ચાલબાજી જ જવાબદાર છે. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચીનને કોની સાથે ઝગડો નથી ?
****************************************
No comments:
Post a Comment