Monday, September 14, 2020



અબળા શક્તિ 

                                                                           આજે સ્ત્રીઓને અબળા માની એનો ઉદ્ધાર કરવા માટે  કેટલાક લોકો એક આંદોલન ચલાવી રહયા છે. મૂળમાં તો સ્ત્રીઓમાં આંતરિક શક્તિ એટલી છેકે તે પુરુષોને પાછળ પાડી શકે છે. ફક્ત એને રૂઢિચુસ્ત  અને હોશિયાર લોકોએ  ધાર્મિક, સામાજિક અને કુટુંબિક  કારણો દ્વારા દબાવી રાખી છે. લોકશાહીના જમાનામાં સ્ત્રીઓના મતોની પણ ઘણી શક્તિ છે એથી એમનો  અને એમની લાગણીઓને રાજકીય દ્રષ્ટિએ ઉપયોગ કરી કરવામાં આવે છે.  પરંતુ જ્યાં જ્યા સ્ત્રીઓને તક મળી છે ત્યાં તેમણે એમની શક્તિ બતાવી દીધી છે. સ્ત્રીઓએ  હવે  રાજકારણ , કળા અને સંસ્ક્રુતિના ક્ષેત્રમાં , અને સમાજમાં ઉચ્ચ સ્થાનો મેળવી ચુકી છે .



                                         માર્ગરેટ થેચર બ્રિટનના બહુજ મજબૂત વડા પ્રધાન ગણાયા  છે. એમણે ભલભલા પુરુષ રાજપુરુષોને મહાત કર્યા હતા . એમનું માનવું હતું કે ' પુરુષો બોલવામાં  હોશિયાર  હોય છે. પણ કામને જલદી અને સારી રીતે  પૂરું કરાવવું હોય તો એ સ્ત્રીઓ દ્વારાજ સારી રીતે થઇ શકે.' એમાં એમણે સ્ત્રી શક્તિને બિરદાવી છે.



                                           જાણીતી હોલિવુડ  અભિનેત્રી  ઔડ્રી  હેપ્બર્ન તો માનતી હતી કે આ જગતમાં કોઈ પણ ચીજ  હાસિલ કરવી અશક્ય નથી કારણકે  ઇમ્પોસિબલ શબ્દ જ કહે છે કે (આઈ એમ પોસિબલ ) ' એટલેકે દરેક વસ્તુ શક્ય છે. આજ  અભિનેત્રીની શક્તિનો અને આત્મા વિશ્વાસનો   પરિચય  આપે છે .



                                            એલીના રૂઝવેલ્ટ  અમેરિકન પ્રેસિડેન્ટ  રૂઝવેલ્ટના પત્ની હતા પરંતુ તેમના સામાજિક કાર્ય માટે આખા અમેરિકામાં બહુજ પ્રસિદ્ધ  હતા . તેઓ પ્રેસિડેન્ટને માટે એક પ્રેરણા  હતા. તેમણે સ્ત્રી શક્તિને બિરદાવતા લખ્યું કે ' સ્ત્રી એ એક ચાની બેગ જેવી છે. એ કેટલી કડક છે એ ત્યાં સુધી ખબર ન પડે જ્યા સુધી એ ગરમ પાણીમાં ન મુકવામાં આવે . એટલેકે સ્ત્રીની  શક્તિ  ખરાબ સમયમાં ખબર પડે છે. 

                                             કેટલીક સ્ત્રીઓ બિન્દાસ હોય છે એજ એમની સફળતાનું રહસ્ય હોય છે.  એમાં અભિનેત્રી  કેથેરીન હેપ્બર્નનું  એક કથન યાદ રાખવા જેવું છે ' એ કહે છેકે  'તમે બધા  નિયમો પ્રમાણે ચાલો તો પછી જીવનમાં કોઈ  આનંદ જેવું શું રહે ?. આવી જલદ વિચારશરણીમાં એને સફળતા અને આનંદની ચાવી દેખાય છે.આ વિચારમાં દુર્ગા ની શક્તિનો આભાસ થાય છે.  સ્ત્રીની દુર્ગા શક્તિ ઘણીવાર વિનાશક બનેલી આપણે નિહાળી છે .

                                                બીજી એક અભિનેત્રી બેટ્ટી  ડેવિસ તો જીવનમાં અશક્ય વસ્તુ કરવામાં માને છે જેથી  પોતાના કામને આગળ વધારી શકાય.



                                                  સ્ત્રીઓમાં નિર્ણય શક્તિ અદભુત હોય છે  એનો દાખલો રાણી લક્ષ્મીબાઈનો છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એનું રાજ બ્રિટિશોના હાથમાં નહિ જવા દે અને અંગ્રેજોને એ ભારે પડી ગયા. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ચોખ્ખું કહી દીધું હતું કે 'મહાભારતના મહાસંહાર માટે એનો પ્રતિશોધ જવાબદાર હતો.' આજ સ્ત્રી શક્તિનો એક અજોડ દાખલો છે.

                                                   આથી સ્ત્રી શક્તિને  ઉપ્પર લાવવા કરતા એમને  પૂરતી સ્વાતંત્રતા અને સમાનતા નિખાલસ  દિલે પુરુષોએ સ્ત્રીને  આપવાની જરૂરત છે. એમનામાં શક્તિ આપવાના આંદોલનો ચલાવવાની કોઈ જરૂરિયાત  નથી. 

                                                       *********************************        

                                    

                                     

No comments:

Post a Comment