Wednesday, December 22, 2021



ભારતની મુશ્કેલિઓ - રૂઢિઓ અને જડતા      

                                                            ભારતમાં આજે પણ ભાગલા પછી આસરે ૨૦ કરોડ મુસ્લિમો છે. અને  જે પાકિસ્તાનમાં મુસ્લિમો  છે  એમાંના ઘણા ખરા હિંદુમાંથીજ મુસ્લિમ બનેલા છે. હિંદુઓમાં જે રૂઢિઓની જડતા છે એણે મુસ્લિમ બનેલા હિંદુઓને પાછા હિન્દૂ ધર્મમાં  લેવામાં હંમેશ ઇન્કાર કર્યો છે. એનું ખરાબ પરિણામ આજે ભારત ભોગવી રહ્યું  છે.  આવી જડતા ભરી રૂઢિઓને લીધે આજે પણ હિંદુમાંથી મુસ્લિમ બનેલા લોકોમાં હિંદુઓ પ્રત્યે ક્રોધની ભાવના છે. રાષ્ટ્રીય સેવક સંઘના નેતાઓ પણ કહેછેકે  'બહુમતી મુસ્લિમોનો 'ડીનએ ' હિંદુઓને  મળતો છે. 'એજ બતાવે છેકે ભારતમાં  બહુમતી મુસ્લિમો હિંદુમાંથી જ  મુસ્લિમ બન્યા  છે. જયારે બહુમતી મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એમની જડતા ભરી રૂઢિઓ પ્રત્યે ક્રોધ હોય તે ભારતના હિતમાં નથી. 

                                         મહમદઅલી ઝીણા જેણે ભારતના ભાગલા કરી મુસ્લિમો માટે પાકિસ્તાન બનાવ્યું એના બાપદાદા અને  પિતા પુંજાભાઈ હિન્દૂ હતા.  પુંજાભાઇએ પોતાના ભરણપોષણ માટે માછીમારીનો ધંધો અપનાવ્યો હતો જેનો હિન્દુઓએ તે વખતે  વિરોધ કર્યો ને  એમને ન્યાત બહાર કર્યા. એવા સંજોગોમાં એમણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. થોડા સમય  પછી એમણે હિન્દૂ ધર્મમાં  પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ તે વખતના હિન્દૂ સમાજે એમને પાછા લેવાની ઘસીને ના પાડી દીધી. એમના જ  એકપુત્રે એટલેકે મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન ઉભુંકરી  ભારતને ભયંકર નુકશાન કર્યું અને એના પરિણામ આજે પણ ભારત  ભૉગવી રહ્યું છે.



                                    પાકિસ્તાને આજે પણ કોઈ  ઉદ્યોગીક કે આર્થિક પ્રગતિ કરી નથી પણ ભારત સામેના રોષ અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા પોષાય કે ન પોષાય તો પણ  ' અટૉમ બૉમ્બ' બનાવી લીધા છે.જોવાનું તો એછે કે  એ બૉમ્બ ને બનાવનાર અને ઇસ્લામિક બોમ્બના પિતા અબ્દુલ કાદિરખાન  ખાનનો જન્મ ભારતમાં ભોપાલમા જ થયો હતો. એના પિતા એક સ્કૂલ શિક્ષક હતા.  અબ્દુલ કાદિરખાન સ્કૂલ માં  હોશિયાર વિદ્યાર્થી હતા . ભાગલા પછી પણ એનું કુટુંબ ભોપાલમાંજ રહ્યું હતું . પરંતુ વખત જતા એમના  કુટુંબમાં  ભોપાલમાં  બેચેની  વધતા પાકિસ્તાન ચાલી ગયું હતું. પછી તો એમણે' અટૉમ બૉમ્બ' પાકિસ્તાન માટે કેવી રીતે બનાવ્યો એ પણ  એક રસમય ઇતિહાસિક વાર્તા છે . મૂળમાં  એક વખત એ ભારતીય મુસ્લિમ હતા. આમ ભારતીય મુસ્લિમોએ જ ક્રોધમાં ભારતને નુકશાન કર્યું છે. 

                                                                        મુદ્દાની વાત એ છે કે હિંદુઓ એમની રૂઢિઓ અને એની જડતાને વળગી રહ્યા ન હોત તો આજે ભારતમાં આટલા મુસ્લિમો પણ ન હોત અને મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એટલો આક્રોશ પણ  ન હોત.  આપણે હવે બીજા ધર્મના લોકોને અપનાવવામાં વધુ  ઉદારતા દાખવવાવાની  જરૂરિયાત છે.

                                     ******************************      

Wednesday, December 15, 2021



જેવી સંગત તેવી અસર 

                                        વિશ્વમાં એક સામાન્ય માન્યતા છે કે જેવા મિત્રો તેનાથી માનવીની ગણતરી થાય છે. સારા મિત્રો સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવે છે પરંતુ ખરાબ મિત્રો માનવીની કફોડી સ્થિતિ કરી નાખે છે. નબળી સંગત નુકસાન પહોંચાડે છે અને મજબૂત સંગત માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે.  અર્જુનની કૃષ્ણ  સાથેની સંગત એને વિજય અપાવે છે જયારે મજબૂત એવા વીર કર્ણ દુર્યોધનની સંગતે હાર પામી વીરગતિ પામે છે.

                                           આજના જમાનામાં પણ જો તમે સરકારી કામ માટે જાઓ તો તમે નિરાશાથી ઘેરાઈ જશો અને તમને લાગશે કે  જીવન બહુજ મુશ્કેલ છે. સરકારી આંટીઘૂટી કોઈને પણ નિરાશા તરફ ધકેલી  દે છે. કોઈ સારો અને હોશિયાર સરકારી  કર્મચારી લોકોની મુશ્કેલીઓ દૂર  કરી શકે છે.  આજ બતાવે છે સારા અને ખરાબ સંગતની અસર કેવી હોય છે.

                                        સાધુ ,સંત  જેવા માણસોનો સંગાથ  ઘણાને  બલિદાન  અને કોઈને આપવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે.  કોઈની વસ્તુ પડાવી લેવાનો વિચાર કદી આવતો નથી.

                                         સારા શિક્ષકો  સારા નાગરિકો ઘડે છે. અને એવા  શિક્ષકો વિદ્યાર્થીઓમાં ભણવાની કે વધુ શીખવાની વૃત્તિ  ઉત્તેજિત કરે છે. એવીજ રીતે તમે  કોઈ વિદ્વાન વિજ્ઞાનિકને મળો તો તમને થશે કે  તમે કઈ જાણતા નથી એટલે કે તમે અજ્ઞાની છો. પરંતુ એવા સંગતથી તમે જરૂર કંઈક જાણવા મળશે .

                                       એજપ્રમાણે ખેડૂત અને મજૂરનું જીવન જોઈને તમને કદાચ વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળશે . વેપારીઓ સાથે વાત કરવાથી  અને એની કમાણી  જોઈને તમને થશે કે તમારી કમાણી એની વિસાતમાં કઈ નથી.

                                       રાજકારણી થવા માટે કોઈપણ જાતની વિશિષ્ટ લાયકાત જરૂરી નથી. એમને જોઈને થશે કે તમે જે લાયકાત મેળવવા મહેનત કરી એનો  કોઈ અર્થ નથી. રાજકારણીઓની સંગત ભણેલાઓ  માટે લગુ ગ્રંથિ ઉભી કરી દે છે. એવી જ રીતે સારા મિત્રો સ્વર્ગ ઉભું કરીશકે છે પરંતુ ખરાબ મિત્રો આજુબાજુ નર્ક ઉભું કરી દે છે. 

                                       એવી જ રીતે દારૂડિયાઓનો સંગત દારૂડિયા બનાવી દે છે અને વ્યક્તિ માટે એનું જીવન કુટુંબ અને સમાજ માટે  બોજારૂપ  અને નક્કામું બનાવી દે છે. 

                                       આજ બતાવે છેકે વ્યક્તિનું  સંગત જીવનમાં સુખ અને દુઃખનો આધાર બની રહે છે. એથી જીવનની ગતિ નક્કી કરવા માટે માણસે પોતે જ પોતાની સંગત શોધવાની હોય છે.

                                           ************************************     


Friday, December 10, 2021

 


ભારતના અનોખા ગામડાઓ 

                                                                                     શહેરો કરતા ગામડાઓનું જીવન વધારે શાંત, સુખી અને  ભયરહિત હોય છે.  ઉદ્યોગીક ક્રાંતિને કારણે શહેરો તરફ દોડ વધી ગઈ છે. એથી  માનવીનું જીવન તણાવવાળુંને અને  એકદમ મશીન જેવું બની ગયું છે. એમાંથી કેટલીયે શારીરિક અને માનસિક એવી ભયંકર બીમારિઓએ ભરડો લીધો છે . આથી ઘણીવાર જીવન દુઃખી અને  નરક સમાન પણ બની જાય છે. ત્યારે માનવીને પોતાનું નાનું ગામડાની યાદો આવેછે પરંતુ તે વખતે ઘણો  વિલંબ થઇ ગયો હોય છે. 



                                          આથી જોઈએ કે કેટલાક ગામડાઓનું જીવન કેટલું આદર્શ હોય છે!  મહારાષ્ટ્રમાં શેની શિંગળાપુર નામનું એક ગામ છે ત્યાં ઘરોમાં બારણા કે પછી બારીઓ પણ નથી. એટલેકે ઘરો તદ્દન ખુલ્લા રાખેલા હોય છે.  ત્યાં કદી ચોરી થતી નથી એટલે પોલીસ સ્ટેશન પણ નથી. આવું સ્વર્ગ તો દેવોની ભૂમિમાં જ જોવા મળે! બીજા એક ગામ 'હિવારે બજારમાં'  કોઈ પણ ગરીબ નથી.  ગામમાં ૬૦ જેટલા  કરોડપતિ  છે  અને ગામનો જીડીપી ઘણો ઊંચો છે. 


                                              ગુજરાતમાં  'પુંસરી 'ગામમાં  દરેક ઘરમાં સીસી ટીવી , વાઇફાઇ , છે અને દરેક સ્ટ્રીટમાં ' સોલર' શક્તિથી ચાલતી લાઈટો  છે. 



                                             કર્ણાટકના' કુલઢેરાં ' ગામમાં  કોઈ નથી રહેતું  પણ ત્યાંના દરેક મકાનો સુરક્ષિત  રહે છે.  બીજા એક ગામ' મત્તુર' માં  લોકો એટલા શિક્ષિત છે કે ગામના દરેક માણસ સંસ્કૃત જાણે છે અને સંસ્કૃતમાં જ  વાત કરે છે.  



                                             મેઘાલયનું એક ગામ ' માલવિયોંગ'એ  એશિયાનું  સ્વચ્છમાં સ્વચ્છ  ગામ તરીકે જાણીતું છે. 

                                               ભારતના  ગામડાઓનો ઉપ્પર ઉલ્લેખ છે  જ્યા સ્વર્ગીય વાતાવરણ છે અને લોકો સુખી છે.  તે ઉપરાંત ગામડાઓમાં વાતાવરણ શાંત, અને સુખી છે. એને આધુનિક સગવડો આપવાની જરૂર છે. જેથી ગામડામાંથી  શહેર તરફ જતો જન પ્રવાહને અટકાવી શકાય છે. એનાથી લોકો સુખ શાંતિથી  પોતાના વતનમાં રહી શકે. શહેરોના દુષણો , ઝુપડપટ્ટીઓ,  ગંદકી, કોન્ક્રીટના જંગલોને દૂર કરી શકાય એમ છે એમાં શંકા નથી.

                             *******************************************