જેવી સંગત તેવી અસર
વિશ્વમાં એક સામાન્ય માન્યતા છે કે જેવા મિત્રો તેનાથી માનવીની ગણતરી થાય છે. સારા મિત્રો સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવે છે પરંતુ ખરાબ મિત્રો માનવીની કફોડી સ્થિતિ કરી નાખે છે. નબળી સંગત નુકસાન પહોંચાડે છે અને મજબૂત સંગત માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. અર્જુનની કૃષ્ણ સાથેની સંગત એને વિજય અપાવે છે જયારે મજબૂત એવા વીર કર્ણ દુર્યોધનની સંગતે હાર પામી વીરગતિ પામે છે.
આજના જમાનામાં પણ જો તમે સરકારી કામ માટે જાઓ તો તમે નિરાશાથી ઘેરાઈ જશો અને તમને લાગશે કે જીવન બહુજ મુશ્કેલ છે. સરકારી આંટીઘૂટી કોઈને પણ નિરાશા તરફ ધકેલી દે છે. કોઈ સારો અને હોશિયાર સરકારી કર્મચારી લોકોની મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આજ બતાવે છે સારા અને ખરાબ સંગતની અસર કેવી હોય છે.
સાધુ ,સંત જેવા માણસોનો સંગાથ ઘણાને બલિદાન અને કોઈને આપવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે. કોઈની વસ્તુ પડાવી લેવાનો વિચાર કદી આવતો નથી.
સારા શિક્ષકો સારા નાગરિકો ઘડે છે. અને એવા શિક્ષકો વિદ્યાર્થીઓમાં ભણવાની કે વધુ શીખવાની વૃત્તિ ઉત્તેજિત કરે છે. એવીજ રીતે તમે કોઈ વિદ્વાન વિજ્ઞાનિકને મળો તો તમને થશે કે તમે કઈ જાણતા નથી એટલે કે તમે અજ્ઞાની છો. પરંતુ એવા સંગતથી તમે જરૂર કંઈક જાણવા મળશે .
એજપ્રમાણે ખેડૂત અને મજૂરનું જીવન જોઈને તમને કદાચ વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળશે . વેપારીઓ સાથે વાત કરવાથી અને એની કમાણી જોઈને તમને થશે કે તમારી કમાણી એની વિસાતમાં કઈ નથી.
રાજકારણી થવા માટે કોઈપણ જાતની વિશિષ્ટ લાયકાત જરૂરી નથી. એમને જોઈને થશે કે તમે જે લાયકાત મેળવવા મહેનત કરી એનો કોઈ અર્થ નથી. રાજકારણીઓની સંગત ભણેલાઓ માટે લગુ ગ્રંથિ ઉભી કરી દે છે. એવી જ રીતે સારા મિત્રો સ્વર્ગ ઉભું કરીશકે છે પરંતુ ખરાબ મિત્રો આજુબાજુ નર્ક ઉભું કરી દે છે.
એવી જ રીતે દારૂડિયાઓનો સંગત દારૂડિયા બનાવી દે છે અને વ્યક્તિ માટે એનું જીવન કુટુંબ અને સમાજ માટે બોજારૂપ અને નક્કામું બનાવી દે છે.
આજ બતાવે છેકે વ્યક્તિનું સંગત જીવનમાં સુખ અને દુઃખનો આધાર બની રહે છે. એથી જીવનની ગતિ નક્કી કરવા માટે માણસે પોતે જ પોતાની સંગત શોધવાની હોય છે.
************************************
No comments:
Post a Comment