સોનાનો મોહ
ભારતમાં સોનાનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં પણ જોવા મળે છે. જેમકે સોનાનો મૃગ , સોનાની દ્વારકા અને લંકા. ઘણા લેખકોએ અને કવિઓએ સોનાનો મહિમા ગાયેલો છે. આમ ભારતની સંસ્કૃતિમાં સોનાના મૂળ બહુ ઊંડા છે. પુરાતન કાળથી સોનાને ભારતમાં મુસીબતના સમયમાં મદદગાર તરીકે માનવામાં આવે છે. એટલેકે સંકટના સમયમાં સોનાને વેચી નાણાં મેળવી શકાયછે. તે ઉપરાંત સારા પ્રસંગે સોનુ આપવાનો રિવાજ છે. સ્ત્રીઓમાં સોનુ ઘરેણા રૂપે ઘણું વપરાય છે . મંદિરોમાં પણ સોનુ ઘરેણા ના રૂપમાં ધરાવવામાં આવે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું સોનુ ઘરોમાં સંગ્રહાયેલું પડ્યું છે. આથી ભારતમાં સોનુ સામાન્ય પ્રજા પાસે સરકાર કરતા વધારે સંગ્રહેલું પડ્યું છે. ભારતમાં લોકોમાં ૨૨૫૦૦ ટન્સ જેટલું સોનુ પડેલું છે જે અમેરિકા સરકારના સરકારી સંગ્રહ કરતા પાંચ ગણું વધારે છે. એની કિંમત અત્યારના ભાવ પ્રમાણે ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલું છે.
સોનાની વધારે પડતી માંગ દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. આમ તો ભારતમાં સોનાનું ઉત્પાદન નજીવું છે એટલે બહારથી આયાત કરવું પડે છે. કેટલીકવાર ભારત સરકારને સોનાનું દાણચોરી અટકાવવા પણ સોનુ આયાત કરવું પડે છે. એ ભારતીય અર્થતંત્ર પર ભારરૂપ છે. એટલા માટે ભારત સરકાર સોના પર ૧૦% જેટલી આયાત કર નાખેલો છે. તે ઉપરાંત સરકારે લોકોમાં પડેલા સોનાને બહાર લાવવા માટે સોનાના બોન્ડ બહાર પડ્યા છે . અને કેટલીક બેન્કોએ સોના સામે લોન પણ આપવા માંડી છે. આશ્ચર્યની વાતતો એ છેકે ભારતમાં વિશાળ સોનાનો ભંડાર લોકોમાં હોવા છતાં ભારત સરકારને ભૂતકાળમાં ભારતના ચલણની કિંમત ટકાવી રાખવામાટે પરદેશથી સોનુ આયાત કરવું પડ્યું હતું.
સોનાની માંગ ઘટાડવા માટે ભૂતકાળમાં નાણાં મંત્રી તરીકે મોરારજીભાઈએ ગોલ્ડ કંટ્રોલ ઓર્ડર પણ લાવ્યા હતા કારણકે તે વખતે ભારત પાસે પરદેશી ચલણનું ભંડોળ બહુ ઓછું હતું. એ કાયદો લોકોમાં અપ્રિય થઇ ગયો હતો અને એ કાયદાને હટાવવો પડ્યો હતો. પરંતુ આજે પણ લોકોનો સોનાની માંગનો પ્રશ્ન સરકારને મૂંઝવી રહ્યો છે. એના માટે કોઈ કાયદો લાવવાવાની સરકાર ગંભીર રીતે વિચારી રહી છે. મૂળમાં તો સોનાનો લોકોનો મોહ જ વિપરીત આર્થિક પરિસ્થિતિ ઉભી કરી રહી છે.
કોવિદ -૧૯ ના રોગચાળા દરમિયાન શહેરોમાં લોકો ઓન લાઈન સોનુ ભારતમાં ખરીદતા રહેતા હતા . પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સોનાનું વેચાણ ઘટ્યું હતું કારણકે દુકાનો બંધ હતી. લોકોમાં સોનાનો મોહ ઘટે તોજ એક આર્થિક પ્રશ્નનો નીવડો આવી શકે છે. ઘણા લોકોને એ પણ ખબર નહિ હોયુ કે સોનાને લાંબો વખત સંગ્રહ કરવાથી એ આખરે તો મતૃ રોકાણ જ બની રહે છે . એમાં દેશને અને લોકોને શું લાભ થાય? એ વિચારવું રહ્યું.
***********************************
No comments:
Post a Comment