Saturday, July 23, 2022

 


ચામડીનું કેન્સર 

                                                             ચામડીના કેન્સરમાં ચામડી પાર ડાઘાઓ પડવા અને એમાંથી જે મનોવિજ્ઞાનિક પીડાઓ થાય છે જે સમજવી મુશ્કેલ હોય છે. ચામડીના કૅન્સરનું મૂળ કારણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે.

                                 એમાં વૃદ્ધો  વધારે ભોગબને છે. તે ઉપરાંત વિજ્ઞાનિકોનું માનવું છે કે જેની ચામડી વધારે સ્વેત હોય,  ભૂરી આંખો અને રૂપેરી વાળો હોય એવા લોકોમાં ૩૦% વધારે દેખાય છે. તે ઉપરાંત ચામડીનું કૅન્સરનો આધાર ચામડીનો તેનો સામનો કરવાની શક્તિઓ પર પણ છે. ટૂંકમાં જ્યાં સૂર્યના કિરણો સીધા વધારે પહોંચે ત્યાં વધુ થવાનો સંભવ છે. ઈમમયુનો થરાપી દ્વારા ૯૩%લોકોને ચામડીના કૅન્સરથી બચાવી શકાય છે.

                                 ન્યૂઝીલેન્ડમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ૪૦ %વધુ હોય છે. એથી ચામડીને એનાથી  વધુ અસર થાય છે,  આમ પણ  દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વી  એક બાજુ ઢળવાથી તે ઉનાળામાં  સૂર્યની  નજદીક આવી જાય છે એની અસર એ પ્રદેશો પર પડે છે. અને સૂર્યના કિરણો ચામડી પર કેન્સર જેવા રોગો ઉત્પન્ન કરે છે.

                                    ઉત્તરધ્રુવના પ્રદેશો એટલે સ્કેન્ડિનેવિયન દેશોમાં લોકો સ્વેત હોય છે અને એમને મેડિટેરિઅન દેશોમાં પ્રવાસ કરવાનો શોખ હોય છે. તેઓ ત્યાં ચામડીના કૅન્સરનો ભોગ બને છે.



                                     ઘણા લોકોમાં  સૂર્યના  કિરણોને લીધે ચામડી  બળવાનો વારો આવે છે. એમાં એમની  વિવિધ પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોય છે.  જેમકે ખુલ્લા સ્વિમિંગ પુલમાં પડી  લાંબો સમય તરતા રહેવું, ખુલ્લામાં બહાર રખડતા રહેવું, અને સૂર્ય સ્નાન જેવી પ્રવૃત્તિઓથી ચામડીનું બળવું શક્ય છે. એમાંથી ચામડીનું કૅન્સર થવાનો પણ સંભવ છે.



                                             તે ઉપરાંત ચામડીની કેટલીક ઉણપને લઈને પણ ચામડીનું કૅન્સર થવાનો સંભવ છે. જેમકે આફ્રિકાના નામિબિયાન દેશમાં  લોકો ચામડીના કૅન્સરથી વધારે પીડિત છે. ત્યાં લોકોની ચામડી પણ કાળી છે તે છતાં ચામડીનું કેન્સર વધારે પ્રવર્તે છે.

                   મૂળમાં સૂર્યનો સીધો સામનો ચામડીના રોગોનું કારણ બની શકે છે. 

                          ***********************************************************        

                                      

Monday, July 18, 2022



દુનિયાના  પહેલા  અબજોપતિની  - અજબ કહાની 

                                                                                        દુનિયાના એક્વખતના પહેલા  અબજોપતિ  એવા અમેરિકાના જ્હોન ડી  રોકફેલરની આ  વાત છે. જે ૩૭ મેં વર્ષે દુનિયાના સૌથી મોટા ઓઇલ રિફાઇનૅર બન્યા હતા. અમેરિકાની ૯૦%  ઓઇલ રિફાઇન કરનારા એ ઉદ્યોગપતિ હતા. ૫૦ વર્ષની ઉંમરે  એમણે દુનિયાના  સૌથી ધનવાનનું બિરુદ મેળવ્યું હતું.

                                             એમના જીવનમાં એક કમનસીબી આવી હતી કે ૫૩ વર્ષની ઉંમરે તે મોટી બીમારીનો ભોગ બન્યા હતા . તેઓના વાળ ખરી પડ્યા હતા અને આખું શરીરમાં દુખાવો રહેતો હતો . તેઓને નિદ્રાની પણ તકલીફ હતી. સિગરેટની મઝા પણ ન માણી શકતા. ફક્ત સૂપ અને બિસ્કિટ જેવી વસ્તુ જ ખાઈ શકતા હતા.  ડોક્ટરોના અભિપ્રાય પ્રમાણે તે એક વર્ષથી વધારે  જીવી શકશે નહિ. તે વખતે એમને થયું કે આ બધી સંપત્તિ મારે અહીએ મૂકીને જ જવાની છે.

                                           તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓ અને વકીલોને બોલાવી હોસ્પિટલ  અને  સંશોધન માટે એમની સંપત્તિનું દાન કર્યું . આમ જ્હોન ડી રોકફેલર ફોઉન્ડેશનની રચના થઇ. એ ફોઉંડેશને પેનિસિલનની શોધ કરી.  મેલેરિયા, ડિફથેરીયા અને  ક્ષય જેવા જીવલેણ રોગોનો ઈલાજ પણ શોધ્યો. 



                                           પોતાની સંપત્તિનું દાન  ઉદારતાથી કર્યું અને ભગવાને પણ એમના પર  દયા દ્રષ્ટિ કરી અને એમની તબિયતમાં સુધારો થયો અને એ ૯૮ વર્ષ જેટલું લાબું જીવન જીવ્યા.

                                            એમના  મૃત્યુ પહેલા  એ કહેતા ગયાકે ' મારુ જીવન લાંબી  રજાના દિવસો જેવું સુખમય હતું. જે  સારું એવું કામમય અને મારે માટે સુખમય નીવડ્યું '

                                          ગીતામાં કહ્યું છેકે ' જે થાયછે તે સારા માટે જ હોય છે. જેમ જ્હોન ડી રોકફેલરની  બીમારીએ એક એવી સંસ્થા ઉભીકરી જે  દુનિયા માટે ફાયદા કારક નીવડી.

                                            ***********************************

                                          

  

Wednesday, July 6, 2022

 


અધારા પેરેઝ સાંચેઝ -દુનિયાની  અસામાન્ય બુદ્ધિશાળી છોકરી 

                                                                                                            અધારાનો બુદ્ધિનો  અંક  દુનિયાના બે બુદ્ધિશાળી વ્યક્તિઓ આઈન્સ્ટાઈન અને સ્ટિફેન્સ હૉક કરતા પણ વધારે છે. એ મેક્સીકન છોકરીનો બુદ્ધિ અંક ૧૬૨ છે જે ૧૬૦ અંકકરતા વધારે છે જે ઉપ્પરની બુદ્ધિશાળી વ્યક્તિઓ કરતા પણ વધારે છે.

                                                                                          એને  એસ્ટ્રોનૌટ  બનવાનું  સ્વપ્ન છે. એને અવકાશમાં પ્રવાસ કરી મંગળ પાર પહોંચી ત્યાં વસાહત ઉભી કરવી છે.  એણે ૩ વર્ષની ઉંમરે  ઍલ્જિબ્રા શીખી લીધું હતું.  એણે બહુજ  નાની વયે  વાંચવાનું અને ૧૦૦ જેટલા  બહુ જ મુશ્કેલ કોયડાઓ ઉકેલ્યા હતા.  ૧૦ વર્ષની ઉંમરે તે મેક્સિકોમાં  બે ડિગ્રીઓ ' સિસ્ટમ એન્જિનિરીંગ અને ગણિતમાં  યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.  ૩ વર્ષની વયે  તે એવા રોગમાં સપડાયેલી હતી કે  લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. એના કલાસિસમાં એ ઘણીવાર સુઈ જતી. અને નહીં ગમતા વિષયો પર અણગમો બતાવતી હતી. આથી ધીમે ધીમે એને સ્કૂલે જવું પણ ગમતું ન હતું . એને તો વાંચીને અભ્યાસ કરવામાં રુચિ હતી. એને એવી શિક્ષણિક સંસ્થાની જરૂરિયાત  હતી જે એની જરૂરિયાતને  પુરી કરી શકે.



                                                                 એણે ૫ વર્ષે   પ્રાઈમરી સ્કૂલ , ૬ વર્ષે માધ્યમિક અને ૮ વર્ષે  હાઈ સ્કૂલ પાસ કરી નાખી હતી . એ  યુનિવર્સિટીમાં  કલા અને સંસ્કૃતિના વિષયો પણ ભાગ  લઇ ચુકી છે. યુનિવર્સિટી ઓફ એરીઝોનાએ એને જોડવા આમંત્રિત કરી છે , જે અવકાશ ક્ષેત્રમાં  પ્રખ્યાત છે.  આમ એનું સ્વપ્ન પણ પૂરું થશે.

                                                              તે ઉપરાંત તે સામાજિક મંચ પર  પણ 'ઑટિસન સ્પેક્ટ્રમ ' વિષય પર વિકલાંગ બાળકોને પ્રેરિતકરવા પ્રયત્ન કરી છે.  આમ એ ઉચ્ચ  વિચારોથી પ્રેરિત છે અને ભગવાને અર્પેલી અદભુત શક્તિઓનો સદઉપયોગ  કરી રહી છે. 

                             *****************************************************