દુનિયાના પહેલા અબજોપતિની - અજબ કહાની
દુનિયાના એક્વખતના પહેલા અબજોપતિ એવા અમેરિકાના જ્હોન ડી રોકફેલરની આ વાત છે. જે ૩૭ મેં વર્ષે દુનિયાના સૌથી મોટા ઓઇલ રિફાઇનૅર બન્યા હતા. અમેરિકાની ૯૦% ઓઇલ રિફાઇન કરનારા એ ઉદ્યોગપતિ હતા. ૫૦ વર્ષની ઉંમરે એમણે દુનિયાના સૌથી ધનવાનનું બિરુદ મેળવ્યું હતું.
એમના જીવનમાં એક કમનસીબી આવી હતી કે ૫૩ વર્ષની ઉંમરે તે મોટી બીમારીનો ભોગ બન્યા હતા . તેઓના વાળ ખરી પડ્યા હતા અને આખું શરીરમાં દુખાવો રહેતો હતો . તેઓને નિદ્રાની પણ તકલીફ હતી. સિગરેટની મઝા પણ ન માણી શકતા. ફક્ત સૂપ અને બિસ્કિટ જેવી વસ્તુ જ ખાઈ શકતા હતા. ડોક્ટરોના અભિપ્રાય પ્રમાણે તે એક વર્ષથી વધારે જીવી શકશે નહિ. તે વખતે એમને થયું કે આ બધી સંપત્તિ મારે અહીએ મૂકીને જ જવાની છે.
તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓ અને વકીલોને બોલાવી હોસ્પિટલ અને સંશોધન માટે એમની સંપત્તિનું દાન કર્યું . આમ જ્હોન ડી રોકફેલર ફોઉન્ડેશનની રચના થઇ. એ ફોઉંડેશને પેનિસિલનની શોધ કરી. મેલેરિયા, ડિફથેરીયા અને ક્ષય જેવા જીવલેણ રોગોનો ઈલાજ પણ શોધ્યો.
પોતાની સંપત્તિનું દાન ઉદારતાથી કર્યું અને ભગવાને પણ એમના પર દયા દ્રષ્ટિ કરી અને એમની તબિયતમાં સુધારો થયો અને એ ૯૮ વર્ષ જેટલું લાબું જીવન જીવ્યા.
એમના મૃત્યુ પહેલા એ કહેતા ગયાકે ' મારુ જીવન લાંબી રજાના દિવસો જેવું સુખમય હતું. જે સારું એવું કામમય અને મારે માટે સુખમય નીવડ્યું '
ગીતામાં કહ્યું છેકે ' જે થાયછે તે સારા માટે જ હોય છે. જેમ જ્હોન ડી રોકફેલરની બીમારીએ એક એવી સંસ્થા ઉભીકરી જે દુનિયા માટે ફાયદા કારક નીવડી.
***********************************
No comments:
Post a Comment