Thursday, May 25, 2023

 


અમેરિકામાં  હોટેલ અને મોટેલ ઉદ્યોગ 

                                                          અમેરિકામાં હોટેલ અને મોટેલ ઉદ્યોગ બહુજ વિકસિત છે કારણકે અમેરિકનો એમના પ્રવાસ દરમિયાન ખુબજ ઉપયોગ કરે છે. બહારગામ કોઈને ત્યાં જઈને રહેવા કરતા પોતાની રીતે રહેવાને ટેવાયેલા છે. જેમાં બીજાને તકલીફ ઓછી પડે છે અને એમની પ્રાઇવેસી પણ જળવાઈ રહે છે. આથી હોટેલ અને મોટેલ ઉદ્યોગ બહુજ ખીલેલો છે. 

                                                          મોટેલમાં ઘણુંકરીને રહેવાનું, અને સવારનો નાસ્તો મળી રહે છે બાકીની વ્યવસ્થા   વ્યક્તિ પોતે કરી લે છે. એટલેકે બપોરેનું અને રાત્રીના ભોજનની વ્યવસ્થા વ્યક્તિ બહાર કરી લે છે. 

                                                              આશ્ચર્યની વાતતો એ છે,કે અમેરિકન ભારતીયોએ એ ઉદ્યોગ પર પ્રભુત્વ જમાવી લીધું છે. મોટેલમાં ઘણું ખરું  મોટેલના માલિકના  સગાવહાલાઓ  કામ કરતા હોય છે. બીજા નાના મોટા કામ માટે સ્થાનિક લોકોનો ઉપયોગ કરતા હોય છે. આથી એ ઉદ્યોગ લખો લોકોને નોકરીઓ આપે છે. એ અમેરિકન  ભારતીયો માટે ગર્વની વાત છે. ૪૦% અમેરિકન ભારતીયોનો એ રીતે અમેરિકાના મોટેલ ઉદ્યોગ માં હિસ્સો છે.



                                                          એમાં   મોટેલો માંથી ૭૦% જેટલીની માલિકી ભારતીય અમેરિકન  ગુજરાતીઓની  છે. કહેવાય છે કે ૧૯૪૨ માં  કાનજીભાઈ  માનછુભાઈ  દેસાઈ નામના  ગુજરાતીએ પહેલી મોટેલ  લીઝ પર અમેરિકામાં  લીધી હતી. આમ ઘણા ગુજરાતીઓ મોટેલમાં સાફ સૂફીનું , ગેસ્ટ ચેકીંગનું , કામ કરે છે. 

                                                            આમ ગુજરાતીઓ ૪૦ બીલીઓન  ડોલરના મોટેલ અને હોટેલ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે અને ૬ લાખ લોકોને રોજગારી આપે છે. આમ ગુજરાતીઓએ ૪૨%જેટલો હિસ્સો હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં કબ્જે કરેલો છે.



                                                             આજ બતાવે છેકે ગુજરાતીઓ વેપાર ઉદ્યોગમાં પરદેશમાં પણ આગળ છે અને ધનવાન સમાજ બની રહ્યો છે.

                                          ***************************


                                                               

Thursday, May 11, 2023



ભારતના ઋષિઓ   અને  વિજ્ઞાન 

                                                     ભારતના  ઘણા ઋષિઓ  વિજ્ઞાનિક હતા. તેઓ ઘાઢ જંગલમાં રહેતા પણ એમના શિષ્યો ની મદદ વડે  સંધોધન કરતા રહેતા હતા. કેટલાકને માટે એમનું મગજ પણ સંશોધન માટેની શાળા હતી. વૈદિક ગણિત પણ એનીજ ઉપજ છે. તે ઉપરાંત ગ્રહો , ઉપગ્રહો ચંદ્રમા અને સૂર્યની ક્યાં દિવસે ક્યાં વખતે કઈ જગ્યાએ હશે એની ગણતરીઓ પણ અજબ હતી . જયારે દુનીયા અંધકારમાં ડૂબેલી હતી ત્યારે ભારતના રિશી મુનિઓએ  જ્ઞાનની જ્યોત પ્રગટાવી દીધી  હતી એના પુરાવા પણ પુસ્તકો દ્વારા પણ આજે પણ મળ્યા છે.

                                                       સુશ્રુતા સંહિતામાં  ભારતીય  આરોગ્ય અને માનવી પર ઓપેરશનની ક્રિયા વિષે સુશ્રુતા મુનિએ સુંદર આલેખન કરેલું છે. આરોગ્ય વિજ્ઞાનની પર ચરકએ  અદભુત  વિવેચન કરેલું છે.

                                                          ૪૦૦૦ વર્ષ પહેલા કનોડા એ  બાષ્પીકરણ , પ્રેસિપિટેશનની અસર   પર સંધોધન કરેલું છે. ભૃગુ સંહિતામાં રસ્તા, પાણી , અને આકાશવિષે વાતો કરેલી છે. પિંગલા ગણિત શાસ્ત્રના  પ્રમુખ  સંશોધક  હતા. જયારે 'બાખ સાલી  મેન્યુ સ્ક્રિપ્ટમાં  ગણિત અને ઍલ્જિબ્રા વિષે  સંધોધનક આલેખન કરવામાં આવ્યું છે. 

                                                            પુરાણ વખતમાં સરોગસી વિષે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાગવત મહાપુરાણમાં  ગર્ભની પ્રગતિ  વિષે લંબાણથી લખવામાં આવ્યું છે.શાલી સંહિતામાં  પ્રાણી શાસ્ત્ર પર શંધોધન વિષે લખવામાં આવ્યું છે. આ ક્રાઈસ્ટ ની ત્રીજી  સેન્ચુરી પહેલાની વાત છે. ભારતીય ટેલિસકોપ નો ઉલ્લેખ સૂર્યકાન્ત મણિ અને ચંદ્રકાન્ત મણિ દ્વારા કરવામાં આવેલો . મહર્ષિ ભારદ્વાજ દ્વારા 'યંત્ર સર્વસ્વ ' પાણીમાં ઉગતા છોડવામાંથી અંતરિક્ષ માનવીને પહેરવામાટે સ્પેસ  સ્યુટની વાત પણ કરવામાં આવી છે.



                                                         ખનીજ શાસ્ત્રી નાગાર્જુન  રસાયણ શાશ્ત્રના પણ નિષ્ણાત હતા. એમણે ઘણી વસ્તુમાંથી સોનુ બનાવવાના પ્રયોગો કરેલા હતા.વરાહ મહિરે મંગળ પર પાણી છે એની શોધ  પહેલી શતાબ્દીમાં કરેલી હતી. વૈમાનિક શાસ્ત્રમાં  કેવી રીતે વિમાન બનાવી શકાય એની માહિતી આપવામાં આવીછે.

                                              આમ પુરાણીક ભારત વિજ્ઞાનીક રીતે ઘણું જ આગળ વધેલું હતું  એનો જશ ભારતીય ઋષિ મુનિઓ ને જાય છે.

                                               ********************************   

Friday, May 5, 2023

 


અમેરિકામાં  ભારતીયો 

                                             અમેરિકામાં   ભારતીય અમેરિકાનો   ઘણી બધી મોટી અને પ્રખ્યાત કંપનીઓના ઉચ્ચ ઓધ્ધાઓ પર આજે બેઠા છે.  તેમાં હાલમાંજ ભારતીય અમેરિકન  અજય બંગાની વિશ્વ બેન્કના વડા તરીકે નિમણૂંક  થઇ છે.  આમ ભારતીય અમેરિકનોની  સફળતા પાછળ રહસ્યને જાણવા માટે અમેરિકામાં લોકો પ્રયત્નો કરી રહ્યા છે.

                                                કેટલાક લોકો અમેરિકાની સેન્સસ બ્યુરોના આંકડાઓને  એ બાબતમાં  ફંમફોળી રહ્યા છે કારણકે અમેરિકાની વસ્તીના ૧ % લોકોની સફળતાથી લોકો આશ્ચર્ય પામ્યા છે.



                                                  અમેરિકન  સેન્સસ બ્યુરોના આક્ડાઓમાં જ એનો જવાબ સમાયેલો  છે . ભારતીય અમેરિકનો  બિઝનેસ , મેનેજમેન્ટ સાયન્સ, અને ટેક્નોલોજીમાં  ૭૯%છે  જયારે અમેરિકનો  તેની સામે ૪૩% છે.  આથી ભારતીય અમેરિકનોની  એવરેજ વાર્ષિક કમાણી  $૧૧૯૮૫૮/- જયારે લોકલ અમેરિકનોની કમાણી $૬૫૯૦૨/- છે. 

                                                  તે ઉપરાંત ભારતીય અમેરિકનોની કૂટુંમ્બિક વ્યવસ્થા બહુજ વ્યવસ્થિત  અને મજબૂત હોય છે. તેઓ સફળ બાળકોને ઉભા કરવામાં વધારે ધ્યાન આપે છે.  બાળકોના ભવિષ્ય માટે તેમની પત્નીઓ પણ કારકિર્દીનું બલિદાન આપવા તત્પર હોય છે. અમેરિકન ભારતીયોની લગ્ન સંસ્થા મજબૂત હોયછે.અમેરિકનો કરતા તેમનો છૂટાછેડાનો રેશિઓ  પણ નજીવો છે. 



                                                   ભારતીય અમેરિકનો  સામાજિક રીતે પણ બહુજ સક્રિય રહે છે. એમના બાળકો માટે સારો એવો  વખત આપે છે. એમના બાળકોમાં નીતિ, ધાર્મિકતા  અને  કુટુંબ પ્રેમનું સિંચન કરે છે. જે લાંબે ગાળે એમના બાળકોને ઉત્તમ નાગરિક  બનાવામાં મદદ રૂપ થાય છે.

                                                      ટૂંકમાં તેમના જીવનમાં સફળ થવા માટે તેઓ હંમેશા એમના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું સિંચન કરતા રહે છે. એજ એમની સફળતાની ચાવી છે.

                                                 ********************************