ભારતના ઋષિઓ અને વિજ્ઞાન
ભારતના ઘણા ઋષિઓ વિજ્ઞાનિક હતા. તેઓ ઘાઢ જંગલમાં રહેતા પણ એમના શિષ્યો ની મદદ વડે સંધોધન કરતા રહેતા હતા. કેટલાકને માટે એમનું મગજ પણ સંશોધન માટેની શાળા હતી. વૈદિક ગણિત પણ એનીજ ઉપજ છે. તે ઉપરાંત ગ્રહો , ઉપગ્રહો ચંદ્રમા અને સૂર્યની ક્યાં દિવસે ક્યાં વખતે કઈ જગ્યાએ હશે એની ગણતરીઓ પણ અજબ હતી . જયારે દુનીયા અંધકારમાં ડૂબેલી હતી ત્યારે ભારતના રિશી મુનિઓએ જ્ઞાનની જ્યોત પ્રગટાવી દીધી હતી એના પુરાવા પણ પુસ્તકો દ્વારા પણ આજે પણ મળ્યા છે.
સુશ્રુતા સંહિતામાં ભારતીય આરોગ્ય અને માનવી પર ઓપેરશનની ક્રિયા વિષે સુશ્રુતા મુનિએ સુંદર આલેખન કરેલું છે. આરોગ્ય વિજ્ઞાનની પર ચરકએ અદભુત વિવેચન કરેલું છે.
૪૦૦૦ વર્ષ પહેલા કનોડા એ બાષ્પીકરણ , પ્રેસિપિટેશનની અસર પર સંધોધન કરેલું છે. ભૃગુ સંહિતામાં રસ્તા, પાણી , અને આકાશવિષે વાતો કરેલી છે. પિંગલા ગણિત શાસ્ત્રના પ્રમુખ સંશોધક હતા. જયારે 'બાખ સાલી મેન્યુ સ્ક્રિપ્ટમાં ગણિત અને ઍલ્જિબ્રા વિષે સંધોધનક આલેખન કરવામાં આવ્યું છે.
પુરાણ વખતમાં સરોગસી વિષે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાગવત મહાપુરાણમાં ગર્ભની પ્રગતિ વિષે લંબાણથી લખવામાં આવ્યું છે.શાલી સંહિતામાં પ્રાણી શાસ્ત્ર પર શંધોધન વિષે લખવામાં આવ્યું છે. આ ક્રાઈસ્ટ ની ત્રીજી સેન્ચુરી પહેલાની વાત છે. ભારતીય ટેલિસકોપ નો ઉલ્લેખ સૂર્યકાન્ત મણિ અને ચંદ્રકાન્ત મણિ દ્વારા કરવામાં આવેલો . મહર્ષિ ભારદ્વાજ દ્વારા 'યંત્ર સર્વસ્વ ' પાણીમાં ઉગતા છોડવામાંથી અંતરિક્ષ માનવીને પહેરવામાટે સ્પેસ સ્યુટની વાત પણ કરવામાં આવી છે.
ખનીજ શાસ્ત્રી નાગાર્જુન રસાયણ શાશ્ત્રના પણ નિષ્ણાત હતા. એમણે ઘણી વસ્તુમાંથી સોનુ બનાવવાના પ્રયોગો કરેલા હતા.વરાહ મહિરે મંગળ પર પાણી છે એની શોધ પહેલી શતાબ્દીમાં કરેલી હતી. વૈમાનિક શાસ્ત્રમાં કેવી રીતે વિમાન બનાવી શકાય એની માહિતી આપવામાં આવીછે.
આમ પુરાણીક ભારત વિજ્ઞાનીક રીતે ઘણું જ આગળ વધેલું હતું એનો જશ ભારતીય ઋષિ મુનિઓ ને જાય છે.
********************************
No comments:
Post a Comment