સ્વાસ્થ્ય
શરીરની તંદુરસ્તીની જાળવવા માટે દરેકે પોતાનો આહાર , અને કુટેવો પર ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ભાવતી વસ્તુઓનો ત્યાગ કરી તંદુરસ્તીને લાયક ખોરાક ખાવાની જરૂરિયાત છે. તેજ પ્રમાણે હાનિકારક શોખોને છોડીને શરીરને અનુરૂપ શોખો સાથે જવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે.
આહારમાં વધારે લીલા શાકભાજી ખાવાની જરૂરિયાત હોય છે. બીટ અને ગાજર શરીર માટે સારા છે . તે ઉપરાંત ટામેટા , કારેલા,કાંકડી , ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. દૂધી પણ લોહીની શુદ્ધિ માટે ઉપયોગી છે.
તળેલી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પુરી , પકોડી જેવી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પીઝા, પાઉં અને ઈંડા પણ વધુ પ્રમાણમાં ખાવાથી તંદુરસ્તી માટે નુકશાનકારક છે. વધારે પડતા તીખા ખોરાક પણ લાંબેગાળે શરીરને નુકશાન કરે છે.
તમાકુ , ગુટકા ખાવાની આદતો નુકસાન કારક છે. એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે એનું અનુમોદન ડોક્ટરો પણ કરી ચુક્યા છે. જે જલદી સુવે અને જલદી ઉઠે એ તંદુરસ્ત રહે છે.
જેમનું પેટ સાફ રહે છે એ હંમેશા તંદુરસ્ત રહે છે. થોડું પેટ ખાલી રાખીને ખાવાથી પણ શરીર સારું રહે છે. અનુભવ કહે છેકે'લોકો ગમેતેમ ખાવાથી મરી જાય છે પરંતુ ભૂખથી બહુ ઓછા મરે છે'. ઘણીવાર અનિયમિત જીવન અને ગમે તેમ ખાવાથી પેટ બહાર આવી જાય છે એ પણ શરીરની તંદુરસ્તી માટે સારું નથી.
શરીર માટે કોઈને કોઈ કસરત આવશ્યક છે. એટલા માટે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા ૩૦ મિનિટ ચાલવું આવશ્યક છે. કઈ નહીતો ૧૦૮ વાર તાળી પાડવાથી પણ તંદુરસ્તી જળવાઈ રહે એવું પણ માનવામાં આવે છે.
આયુર્વેદ પણ તંદુરસ્તી માટે ઘરની આજુબાજુ સારી એવી લીલોતરી હોવી જોઈએ જે વાતાવરણ સારું રાખે. તુલસીનો છોડ પણ ઘરના માટે આરોગ્યદાયક ગણાય છે. ઘણા લોકો તાંબાના લોટામાંનુ પાણી તંદુરસ્તી માટે પીવે છે.
મૂળમાં સારી આદતો, તંદુરસ્ત ખોરાક અને અનુરૂપ કસરત જ શરીરને તંદુરસ્ત રાખે છે.
**********************************
No comments:
Post a Comment