ભક્તિનો મહિમા
ઘણા લોકો પોતાની ઈચ્છા પ્રાપ્તિ માટે ભક્તિ કરે છે. જયારે ઘણા પ્રભુની પ્રાપ્તિ માટે ભક્તિ કરતા રહે છે. પ્રભુની પ્રાપ્તિ એટલે મોક્ષની ખેવના સાથે પ્રભુ ભક્તિ કરે છે. એ બધામાં નિશ્વાર્થ ભક્તિ કરનારા ઉચ્ચ ભક્તો કહેવાય છે. પરંતુ ભક્તિમાર્ગમાં ત્યાગ અને મોહ માયા વગર ભક્તિ કરે છે એને જ જીવનમાં મુક્તિ મળે છે. નરસિંહમહેતા અને મીરાંબાઈ જેવા ભક્તો પણ થઇ ગયા છે જેમની પ્રભુ ભક્તિ નિર્મળ અને પવિત્ર હતી. એમાં મોહ સ્વાર્થ જેવી કોઈ વસ્તુ ન હતી. એમાં એક કવિએ કહ્યું છે
હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ
હરિનો આવે બુલાવો તો એને કોઈ ગમ નહિ
એને ભાઈઓ શું અને ભાંડુઓ શું
અને ભગિની અને ભારથા શું
હરિને મળવા થકી એને કોઈ રસ નહિ
હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ
એને ઈર્ષા નહિ અને અભિમાન નહિ
અહમ તણો કોઈ અંશ નહિ
એને હરિમાં ભળવા સિવાય કોઈ લક્ષ નહિ
હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ
હરિનો આવે બુલાવો તો એને કોઈ ગમ નહિ
ટૂંકમાં ભક્તિમાં સાચા ભક્તોએ મોતના પર વિજય મેળવી લીધો હોય છે. અને તેઓ મોતથી પણ ભય રહિત હોય છે. તેઓ લોકોથી પણ પર હોય છે. તેઓ પ્રભુમાં લીન થઇ ગયા હોય છે. આવા ભક્તો પર પ્રભુ આવરી જાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
*******************************************