જાપાનીસ શોધો અને વ્યાધિઓ
જાપાન અત્યારે વૃદ્ધોની વસ્તીથી છલકાઈ રહ્યું છે એ જાપાન માટે ચિંતાનો વિષય છે. યુવાનોની વસ્તી ઘટી રહી છે. એથી રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થા પર એની આડી અસર થાય છે. પરંતુ વૃદ્ધોની વસ્તી વધવાનું કારણ એમની શારીરિક આવરદા સારા અને તંદુરસ્થ જીવન જીવવાની શૈલી છે. તંદુરસ્થ જીવન પણ એમની વિજ્ઞાનિક અને સંધોધન આધારિત વિચારધારા પર અવલંબિત છે.
આવા પ્રાકૃતિક સંધોધનોએ લોકોની તંદુરસ્તી વધારીને લોકોના આયુષ્યને વધારી દીધું છે. એનો મોટો લાભ વૃદ્ધોને જ થયો છે. જાપાનીસો માને છેકે કેન્સર ,હાર્ટને લગતા રોગો અને શ્વાસો શ્વાસના રોગો પ્રદુષણને આભારી છે તેથી દેશમાં પ્રદુષણ ને શુદ્ધ રાખવું જરૂરી છે. એની શરૂઆત સ્વચ્છતાથી કરવી જરૂરી છે.આમ જાપાન સ્વસ્છ દેશ બની રહ્યો છે. અને પ્રદુષણ પણ ઘટાડવામાં સારા એવા પ્રયાસો થયા છે.
બીજા સામાન્ય રોગો જેવા કે એસિડિટી તંગ જીવનને લીધે થાય છે એમાં ખોરાકનો ભાગ મહત્વનો નથી એવું જાપાનીસ એના પર સંધોધનોને કારણે માને છે .તેજ પ્રમાણે અસ્થમા જેવા રોગો દુઃખી માનસને કારણે થાય છે. માનવીઓમાં હાયપરટેન્શન જેવા રોગો લાગણીઓને કાબુમાં ન રાખવાથી ખીલે છે એમાં મીઠું મહત્વનો ભાગ ભજવતું નથી. વધારે પડતી આરામદાયક જિંદગી જીવવાથી કોલસ્ટ્રેલ જેવી બીમારીઓ આવે છે. એમાં ચરબી પદાર્થો એટલા જવાબદાર હોતા નથી.
તે ઉપરાંત જાપાનીસો મનને કોઈ ઉંચ્ચ ધૈયમાં પરોવી એમાં કેન્દ્રિત રાખવામાં માને છે. અને એ દિશામાં પ્રયત્ન શીલ રહે છે. નિયમિત કસરતો પણ કરતા રહે છે. લોકોમાં ભળતા રહેછે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. તેઓ વધુને વધુને મિત્રો બનાવતા રહે છે. પોતે હસતા રહેવું બધાને હસતા રાખવામાં માને છે. આમ તેઓ સકારત્મક શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરે છે. આથી તંદુરસ્તી સારી રહે છે અને આયુષ્ય પણ વધે છે.
આમ જાપાનીસ 'સંધોધનો દ્વારા તંદુરસ્ત અને પોઝિટિવ જીવન જીવવાથી જ ઘણા રોગોને નિવારી શકાય છે એવું માને છે.'
***********************************
No comments:
Post a Comment