શીખવાની કળા
દુનિયામાં નવું નવું શીખવું અને કેવી રીતે શીખવું એ પણ એક આવડતનો સવાલ છે. ઘણા લોકો માને છેકે એમને બધું જ ખબર છે. પરંતુ એ એમની મુર્ખામી છે. કારણકે મનુષ્યે જીવે ત્યાં સુધી શીખતાં રહે એમાંજ એમની સફળતાની ચાવી રહેલી હોય છે. એનું કારણ ઝડપથી દુનિયા બદલાઈ રહી છે અને નવી વસ્તુઓ આવી રહી છે અને એના વિષે જાણવું , સમજવું અને શીખવાનું આવશ્યક છે. મનુષ્યના મરણ તક એ પક્રિયા ચાલુ જ રહેવાની છે.
નવું જાણવાની પણ એક આવડત છે. જેમકે તમે જુદી જુદા ચિત્રો કે ફોટાઓ દ્વારા ઘણું જાણવાનું મળે છે. આજ કાલ ઈન્ટરનેટ પર જાતજાતના વિડિઓ , ઘણી માહિતીઓ સાથે ફરતા થયા એમાં ભરપૂર નવી માહિતીઓ મળી રહે છે . એમાંથી કઈ માહિતીનો ઉપયોગ કરવો એ આપણા પર આધાર રાખે છે .
તમે પુસ્તકો દ્વારા વાંચીનેકે પછી લખીને પણ નવીન વસ્તુઓ વિષે જાણી શકો છો. લખવા માટે વાંચવું અને એમાંથી માહિતી મેળવવાની જરૂરિયાત પડે છે .
જીવનમાં થયેલા સારા અને બુરા અનુભવો એ જ્ઞાનની મોટી ખાણ છે. એમાંથી શીખીને માણસ પ્રગતિ કરી શકે છે. જીવન એક પ્રયોગશાળા છે . એમાં જાત જાતના પ્રયગો કરીને એના પરિણામોમાંથી શીખી શકાય છે.
જીવનમાં જ્ઞાનીઓ સાથે સંગાથ રાખવાથી એમની સાથેના સંવાદોમાંથી પણ ઘણી માહિતીઓ મળે છે. અજ્ઞાનીઓ સાથે રહેવાંથી આપણી અજ્ઞાનતા જ વધે છે. એટલા માટે મિત્રો અને સંગાથની બાબતમાં વધારે સાવચેત રહેવું જરૂરી છે. એટલે કે મિત્રો અને સંગાથ એવો હોવો જોઈકે જેની પાસે સાચી માહિતી અને જ્ઞાન મળી શકે. એલન મશ્ક જેવાના સંગાથથી અને માર્ગદર્શનથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ તરીકે ચુંટાવવામાં સફળ રહ્યા છે. એલન મશ્ક એક વિચિક્ષણ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે એનો લાભ પણ ટ્રમ્પને મળ્યો છે.
હવે ગુગલ જેવા માહિતી કેન્દ્રો છે. જે કોઈનું પણ જ્ઞાન વધારી શકે છે પરંતુ આ બધા સાધનોના સંપર્કમાં સતત રહેવું પડે કારણકે વિશ્વ દરરોજ બદલતું રહે છે અને માહિતી અને જ્ઞાન પણ બદલાતું રહેતું હોય છે.
જીવનમાં મૃત્યુ સુધી માણસે નવું નવું શીખતાં રહેવું પડે છે તોજ બદલતી દુનિયામાં ટકીરહેવું સહેલું પડે છે. જ્ઞાન એજ સફળતાની દીવાદાંડી છે. એથી જ્ઞાન મેળવવાની કળા પણ જાણવી આવશ્યક છે.
*************************************