દાળો અને સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય માટે દાળો બહુજ અગત્યની છે. જેમકે મગની દાળ હલકી અને અને વૃદ્ધો માટે પણ પચાવવામાં સરળ હોય છે. મગની દાળમાં ઓછી કેલોરી અને સારા પ્રમાણમાં પોટેશિયમ હોવાથી બ્લડ પ્રેશરને કાબુમાં રાખવામાં મદદ કરે છે. એથી આયુર્વેદમાં પણ એને સ્વાસ્થ્ય માટે મહત્વ આપવામાં આવ્યું હતું. એ રીતે જોઈએ તો જે આયુર્વેદમાં જે વસ્તુઓને મહત્વ આપવામાં આવ્યું છે તે હવે વિજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક સાબિત થઇ રહ્યું છે.
ચણાની દાળમાં પ્રોટીન સારા પમાણમાં હોય છે. અને તે ફાયબરથી ભરપૂર હોય છે. એમાં રહેલું લોહ તત્વ શરીરને શક્તિ આપે છે.
તુવેરની દાળમાં ઇન્ફેકશન દૂર કરવાનું તત્વ હોય છે. એ શરીરને રોગો સામે સામનો કરવામાં મદદ કરે છે. ભારતમાં તો તુવેરની દાળ ચોખા સાથે ખવાય છે. સંભારમાં તેનો ઉપયોગ થાય છે. તુવેરમાં રહેલું 'ફોલેટ 'મગજના સ્વાથ્યને માટે બહુ જ મહત્વનું છે.
અળદની દાળમાં વિટામિન બી હોય છે. મેગ્નેસિયમ પણ હોય છે જે હાડકાઓને મજબૂત બનાવે છે.એનાથી લોહની ઉણપ પણ દૂર થાય છે.
મસૂરની દાળ કોલોસ્ટ્રલ અને હૃદયની બીમારીને દૂર કરવામાં પણ મદદ રૂપ થાય છે. યુવાની ટકાવવા માટે પણ દરરોજ મસૂરની દાળ ખાવી આવશ્યક છે.
આ બધી દાળોનું મહત્વ અકબરની રાણી જોધાબાઈએ મોગલોના વખતમાં મહત્વ વધાર્યું હતું.
આ બધી દાળોને પહેલા શેકી પછી પલાળીને રાંધવામાં લેવી જોઈએ. ઠંડી પડ્યા બાદ એમાંથી જુદી જુદી અલગ મહેક આવે છે અને ખાવાની પણ મઝા લઇ શકાય છે.
**************************************
No comments:
Post a Comment