Thursday, December 22, 2011


સ્ત્રી શક્તિ
======
આ ૭૦ વર્ષ પહેલાની સાચી કથા છે. મોકેલે નાશ કરેલી ભારતીય શિક્ષણ પ્રથામાથી બચી ગયેલી અને સ્ત્રી શક્તિઍ બચાવેલી આપણી ઍક પેઢીની વાત છે. આવીતો ઘણી વાર્તાઓ હશે પરંતુ કાગળ પર ઉતરાઈ નહી હોય. આપણી માતાઓ, બહેનો અને પત્નીઓ ઉભી કરેલી ઍ પેઢી જ તો લડી લડીને આપણને અમૂલ્ય સ્વતંત્રતા અપાવી છે.
ઍ દક્ષિણ ગુજરાતના નાના ઍવા શહેર વલસાડમા ઍ વિધવા ચાર પુત્રીઓ અને૨ પુત્રો સાથે રહેતી હતી. ઍક પુત્રતો સ્વાતંત્રતાના ગીતો અને કવિતાઓ લખવામા મશગુલ હતો આથી કોઈ આર્થિક મદદ ન હતી. જ્યારે નાનો પુત્ર કુટુંબ માટે ૫૦ રૂપિયા લાવતો ઍમાથી કુટુંમબનો નિર્વાહ ચાલતો. ગરીબી હતી પરંતુ ગરીમા હતી. સાથે સાથે દિલની વિશાળતા હ્તી. ઍના પોતાની પુત્રીના દીકરાઓ સાથે પીતરાઈના દીકરાઓ પણ ભણતા. જાણે આશ્રમશાળાનો નમૂનો હતો.
દરેકને માટે સરખા નીયમો હતા, બધાઍ સાથે તથા સરખુ ખાવાનુ. ખાતા પહેલા હાથ પગ બરાબર સાફ કરવાના, અનાજનો ઍક પણ દાણો બગાડવાનો નહી, રમવાને વખતે રમવાનુ પરંતુ અમુક નક્કી સમય સુધી અચૂક ભણવાનુ. પેલી વિધવા પાસે ઍક નેતરની સોટી પણ હતી જે સંજોગો પ્રમાણે તથા ભૂલચૂક પ્રમાણે ઉપયોગ પણ કરતી. જેટલી શિક્ષણની બાબતમા કડક હતી ઍટલી જે પ્રેમ આપવાની બાબતમા ઉદાર હતી. પોતપોતાની વસ્તુઓ દીકરાઓ પોતાની જગ્યા પર વ્યવસ્થિત રાખે તેનુ ધ્યાન રાખતી. ચારીત્રની બાબતમા જરા પણ સમાધાન કરતી નહી. અસત્ય, ચોરી, જુઠાનુ માટે સખત સજા થતી. આથી ઘરનુ વાતાવરણ ઘણુ પવિત્ર રહેતુ. ઍના કડક વલણ માટે સીધો જવાબ હતોકે 'મારી જવાબદારી પર મે તમને ભણવાને રાખ્યા ઍટલે તમારા ભવિષ્ય માટે પણ હૂ જવાબદાર ગણાવુ."
આટલા કડક નીયમો સાથે સર્વત્ર પ્રેમ, બંધુતાનુ વાતાવરણ હતુ. ત્યા રહેનારમાથી ઘણા આગળ જતા સ્વાતંત્ર સૈનિક બન્યા તો કેટલાકે તો ભારતીય મજુર આંદોલનમા નેતા પણ બન્યા.
ઍક સામાન્ય નિર્ધન વિધવા શુ પ્રદાન આપ્યુ ઍનો આ ઉત્તમ નમૂનો મે રજૂ કર્યો . મને પણ ઍ ઘરેલુ શાળામા બચપનમા લાભ મળ્યો હતો કારણકે પેલી ઉચ્ચ ચારિત્ર, આત્મ શક્તિવાળી, સ્ત્રી મારી નાની હતી.
**********************************

No comments:

Post a Comment