Thursday, December 8, 2011
"તમારે જો દુનિયામા પરિવર્તન લાવવુ હોય તો તમારે જ પરિવર્તન બનવુ પડશે."
ગાંધીજી
આજ વસ્તુ લેખકોને પણ લાગુ પડે છે. લેખકોને માથે પણ પરિવર્તનની સામાજીક જવાબદારી હોયછે. પરંતુ જવાબદાર લેખકો કેટલા છે?
આવા પણ લેખકો --
આવા લેખકો હોય છે જેણે કલમ વેચી નાખી છે
બીજાને ખુશ કરવા માટે કઈ પણ લખી નાખે છે
ઍમના લખાણોમા કોઈ પ્રેરણા નહી, તો સંદેશનોતો સવાલ ક્યા?
ધન દોલત કીર્તિને માટે વેચી નાખ્યો છે આત્મા યહા
પોતાની પ્રસંસા માટે કઇ પણ કરવા તૈયાર છે
લેખનમા ફક્ત શબ્દો છૅ પણ ચેતના ત્યા છે ક્યા?
બીજાની ખુશામત દ્વારા સ્વાર્થ નીજનોકરતા રહે
સચ્ચાઈને લખવાનો ઍમનામા દમ પણ છે ક્યા?
સારો લેખક ઍવો હોય જેના દિલમા પ્રેમ હોય
ભાવનાઓથી તરબોળ અને સાગરની જેવી ગહરાઈ હોય
ધન ક્દી ખરીદી ના શકે તો સત્તા પણ નમાવી ના શકે
દિલ ભલે કઠીન હો પણ દિન દુખિયાનો બેલી હો
ભારત દેસાઈ
============================
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment