Monday, January 23, 2012
અલાસ્કા
=====
અલસ્કા ઉત્તર ધ્રુવની નજીક આવેલો છે. આથી ઍનો ઘણો પ્રદેશ સ્નો, બરફ અને ગ્લેસ્યરોથિ છવાયેલો છે. ત્યા જેટલો બરફ છે ઍટલુ જ ખનીજ તેલ ઍનિ ધરતિમા દટાયેલૂ છે. તે ઉપરાંત ઍ સુંદર વનરાજીઓ, અસંખ્ય જંગલી પશુ પંખીઓ અને ગ્લેસયારોથી સમૃધ્ધ પ્રદેશ છે. ઍ દ્રષ્ટિેઍ ત્યા અનોખુ કુદરતીસૌદર્ય જોવા મળે છે.
અલાસ્કાનુ ગ્લેસિયર
=============
"પવનના મારાથી જહાજના ડેકો ધ્રુજતા હતા
તેના પર ઉભેલા લોકો ઠંડિથી કાંપતા હતા
ચારેબાજુ સાગરમા બરફના ચોસલા તરતા દેખાય
સૂર્ય કિરણોને લીધે ઍ હીરાની જેમ ચમકતા થાય
ઉંચા ઉડતા મોજાઓ પાણીની પિચકારીઓ મારે
ઍ કપાળે ભટકાઈને શરીરે ધ્રુજારી ફેલાવે
ત્યાતો સામે બરફી દીવાલ ઉપર બરફનુ મેદાન દેખાયુ
ઍ દ્રશ્ય જોઈને આનંદથી દિલ ભરી આવ્યુ"
ભારત દેસાઈ
***********************
Saturday, January 21, 2012
રણ અને કુદરત
===========
ઘણા લોકોને રણ નિસ્તેજ, નીરસ અન ચેતનહિન લાગે છે. ઍમા દ્રષ્ટીનુ નકારત્મક વલણ હોય છે. નેવાડાના રણમા ઉનાળામા લાય ગરમી પડે છે ત્યાજ લાસ વેગાસ જેવુ ઉત્તમ આનંદપ્રમોદનુ શહેર વસેલુ છે. કચ્છના રણને છેડે અને પાકિસ્તાનની સરહદની બાજુમા ખાવડા ગામ આવેલુ છે ત્યા મને રાતની ચાઁદનીમા સેહેલવાનિ તક મળી હતી. આજે પણ ઍ રણના સૌદર્યને ભૂલી શકતો નથી.
"રણમા સૌદર્ય હોય,
જોવાની દ્રષ્ટી જોઈઍ
સૂર્યના કિરણો રેતી પર ઉતરે,
ક્ષિતીજમા ત્યારે દરિયો ઉભરે
લીલા જંગલીવૃક્ષો રણને ખીલાવે,
ઍમાક્યાક્ ફૂલો ફાલે
સુર્યાસ્ત અનોખો રંગ લાવે,
આનંદથી માનવીને ડોલાવે
જ્યા તોફાનોમા નજાકત,
તો આંધીમા મસ્તી છે
નક્કર પાણી સિવાય
ચારેબાજુ સૌદર્ય છે "
ભારત દેસાઈ
=============================
Monday, January 16, 2012
રેડ્વુડના જંગલમા(યુ.ઍસ.ઍ.-કેલીફોર્નીયા)
=================================
રેડવુડનુ જંગલ ઍક અનોખુ જંગલ છે. ઍક વખત ઍ અમેરિકાના મૂળ રહેવાસી ઇંડિયનોની ચીંચીયારીઓથી ગજતુ હશે. આજે પણ ઍ ઍનિ સુંદરતા અન ગહનતાને જાળવી બેઠુ છે. ઍ વિશાળ જંગલની જાળવણી સુંદર રીતે કરવામા આવે છે. ઍમા કેટલાક વૃક્ષોના ઇતીહાસ લખવામા આવ્યો છે. તેમા વૃક્ષોની ઉંમર, ઉચાઈ, અને ઍનિ પહોળાઈની નોંધ રાખવામા આવી છે. વૃક્ષોને કાપવાનો પણ પ્રતિબંધ છે. ઍનિ સુંદરતાને વર્ણવી મુશ્કેલ પણ છે તે છતા-
"ગગનચુંબી વૃક્ષો, સદીઓથી અડીખમ ઉભા છે
વાયુની સુસવાતો તેને મસ્તીથી નચાવે છે
પક્ષીઓના મધુર કીલ્લલો, સંગીત વહાવે જ્યા
સારા વાતાવરણને ઍ સ્વર્ગમય બનાવે અહા
કોઇ બીજો શોર નહી, શાંતિનો પણ ભંગ નહી
જ્યા આનંદને કુદરત ભેગા થાય ત્યા રહેવાનુ ગમી જાય"
ભારત દેસાઈ
==================================
Sunday, January 15, 2012
હજારો અને લાખો વર્ષોના પવનના અને પાણીના મારને સહન કરી ખડકોનૂ ગ્રાન્ડ કેનિયાનમા રૂપાંતર થયુ છે. કુદરતે પેટ ભરીને રંગો વડે ઍનુ સિંચન કરી અનોખુ સૌદર્ય ઉભુ કર્યુ છે. ઍ જોવાની તક લેવા જેવી છે.
ગ્રાન્ડ કેનિયન(યુ.ઍસ.ઍ.)
====================
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
કોઇ નિપુણ કલાકારે જાણે આકૃતિઓ રચી છે
વિવિધ રંગોમા ઍને સજાવી, મેઘધનુષ કેરા રંગોને ભૂલાવી દે
ઍવી રંગીન કૃતિઓ બનાવી છે
લાલઘુમ ખડકો જાણે ક્રોધથી કોપિત
તો કેટલા પીળા ખડકો શાંતિના પ્રતિક છે
કેસરી ખડોકો જાણે યોધ્ધાની જેમ ઉભા ત્યા
ક્ષિતિજની ભૂરી ડુંગરમાલાઓ કઈક તો કહેવા માંગે છે
વાયુની લહેરો હસીને જાણે ખડકોની મજાક કરે
તમારા જેવા સખત દિલની કેવી સોનપાપડી બનાવી છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
વિવિધ રંગોમા અદભૂત કૃતિઓ બંનાવી છે
ભારત દેસાઈ
-------------------
Tuesday, January 10, 2012
યુરોપ
====
યૂરોપને પોતાનો ઇતીહાસ છૅ.કલા અને સંસ્કૃતિનો વારસો પણ છે.મોટી સામાજીક અને ઉદ્યોગીક ક્રાંતિની ગાથાઓ પણ છે તમે જર્મનીમા સ્થાપત્યના નમુના રૂપ દેવળો જોશો, તો રોમમા રોમન સામ્રાજ્યના અવશેષો નજરે પડશે. ફ્રાન્સમા સામાજીક ક્રાંતિના સ્મારકો મળશે અને મહાન નેપોલિયનના પડછાયા પણ જોવા મળશે. ગ્રીસમા પણ તમને ઇતિહાસીક અવશેષો જોવા મળશે. જર્મનિમા રાષ્ટ્ર ગૌરવ તો ફ્રાન્સમા રંગીન જીવન જોવા મળશે. સ્પેનમા મધુર સંગીત તો ઈટાલીમા મસ્તી પણ જોવા મળશે. ઍશિયા, આફ્રિકા અને પૂર્વના પ્રદેશોમા સ્થાપેલા ઍમના સંસ્થાનો માટે હજુ પણ બ્રિટન, પોર્ટુગલ, નેધરલેન્ડ, સ્પેન, અને ફ્રાંસના લૉક સમૂહ ગર્વ અનુભવે છે. ઍમના ગર્વમા ઍમના પૂર્વજોની સાહસિકતાની કદર છૅ. આમ યૂરૉપ બધી રીતે અનોખુ છૅ. ઍમા સૌદર્યની પણ કોઇ કમી નથી. જર્મનીના બ્લૅક ફોરેસ્ટના જંગલો, આલ્પ્સનુ કુદરતી સૌદર્ય, તથા સ્વિસર્લેન્ડનુ નૌસરિક સૌદર્ય અજોડ છે.
"બરફથી છવાયેલા શીખરો,
ખીણમા નાનુ ઍવુ ગામ
જોઈને ઍવુ લાગ્યુ
સ્વર્ગ આનુ નામ"
ભારત દેસાઈ
------------------------------------------
Thursday, January 5, 2012
હીમાલયથી કન્યાકુમારી
=================
ભારતને જેને પુરાણોમા આર્યાવર્ત કહેવામા આવે છે, ઍને સમજવા માટે હીમાલયથી કન્યાકુમારી સુધી જવુ પડે. હિમાલય બહુ લાંબો અને ગગનચુંબી છે, તો કન્યાકુમારી આગળ ઘૂઘવતા ત્રણ સાગરો છે. ઍમનુ સૌદર્ય અદભૂત છે. કાંચનજૂંગા ઍ ઍક હિમાલયનુ સૌદર્યમય શીખર છે તો કન્યાકુમારી ઍ સાગરનુ અમૂલ્ય સૌદર્ય રત્ન જ કહેવાય.
કાંચનજાંગા
=======
વહેલી સવારનો સમય હતો
ડુંગરો ખેડી આવવાનો શ્રમ હતો
હવા છરી જેવી તીવ્ર હતી
મુખમાથી ગરમ વરાળ વહેતી હતી
વહેલી સવારનો--
સૂર્ય ઉદયની હજુ વાર હતી
અંધારુ ધીમે ધીમે સરકતુ હતુ
ત્યાતો થયો ઍક જબકારો
સુવર્ણમય બની ગયુ શીખર સારુ
ધરતી પર અજબ દ્રશ્ય સર્જાયુ
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉત્તરી આવ્યુ
વહેલી સવારનો સમય હતો.
ભારત દેસાઈ
------------
કન્યાકુમારી
=======
જ્યા ત્રણ સાગરનુ મિલન થાય
અને વિવિધ રંગોથી સાગર રંગાય
જમીનનો ટુકડો જ્યા સાગરને વીંધે
ત્યા કન્યાકુમારી ઍ વાસ કર્યો
ક્ષિતિજ સુધી પાણી પાણી જ્યા
પણ વચમા ટાપુ પર મંદિર અહા
સ્વામી વિવેકાનંદે લગાવી હતી ધૂણી જ્યા
ખોજવા ભારતના આત્માને ત્યા
સંધ્યાકાળે સૂર્ય સાગરમા સરકી જાય
પણ સુર્યાસ્ત સાત રંગે રંગાય
જ્યા ત્રણ સાગરોનુ મિલન થાય
ઍજ કન્યાકુમારી કહેવાય
ભારત દેસાઈ
======================
Subscribe to:
Posts (Atom)