Saturday, January 21, 2012
રણ અને કુદરત
===========
ઘણા લોકોને રણ નિસ્તેજ, નીરસ અન ચેતનહિન લાગે છે. ઍમા દ્રષ્ટીનુ નકારત્મક વલણ હોય છે. નેવાડાના રણમા ઉનાળામા લાય ગરમી પડે છે ત્યાજ લાસ વેગાસ જેવુ ઉત્તમ આનંદપ્રમોદનુ શહેર વસેલુ છે. કચ્છના રણને છેડે અને પાકિસ્તાનની સરહદની બાજુમા ખાવડા ગામ આવેલુ છે ત્યા મને રાતની ચાઁદનીમા સેહેલવાનિ તક મળી હતી. આજે પણ ઍ રણના સૌદર્યને ભૂલી શકતો નથી.
"રણમા સૌદર્ય હોય,
જોવાની દ્રષ્ટી જોઈઍ
સૂર્યના કિરણો રેતી પર ઉતરે,
ક્ષિતીજમા ત્યારે દરિયો ઉભરે
લીલા જંગલીવૃક્ષો રણને ખીલાવે,
ઍમાક્યાક્ ફૂલો ફાલે
સુર્યાસ્ત અનોખો રંગ લાવે,
આનંદથી માનવીને ડોલાવે
જ્યા તોફાનોમા નજાકત,
તો આંધીમા મસ્તી છે
નક્કર પાણી સિવાય
ચારેબાજુ સૌદર્ય છે "
ભારત દેસાઈ
=============================
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment