Monday, January 16, 2012





રેડ્વુડના જંગલમા(યુ.ઍસ.ઍ.-કેલીફોર્નીયા)
=================================
રેડવુડનુ જંગલ ઍક અનોખુ જંગલ છે. ઍક વખત ઍ અમેરિકાના મૂળ રહેવાસી ઇંડિયનોની ચીંચીયારીઓથી ગજતુ હશે. આજે પણ ઍ ઍનિ સુંદરતા અન ગહનતાને જાળવી બેઠુ છે. ઍ વિશાળ જંગલની જાળવણી સુંદર રીતે કરવામા આવે છે. ઍમા કેટલાક વૃક્ષોના ઇતીહાસ લખવામા આવ્યો છે. તેમા વૃક્ષોની ઉંમર, ઉચાઈ, અને ઍનિ પહોળાઈની નોંધ રાખવામા આવી છે. વૃક્ષોને કાપવાનો પણ પ્રતિબંધ છે. ઍનિ સુંદરતાને વર્ણવી મુશ્કેલ પણ છે તે છતા-
"ગગનચુંબી વૃક્ષો, સદીઓથી અડીખમ ઉભા છે
વાયુની સુસવાતો તેને મસ્તીથી નચાવે છે
પક્ષીઓના મધુર કીલ્લલો, સંગીત વહાવે જ્યા
સારા વાતાવરણને ઍ સ્વર્ગમય બનાવે અહા
કોઇ બીજો શોર નહી, શાંતિનો પણ ભંગ નહી
જ્યા આનંદને કુદરત ભેગા થાય ત્યા રહેવાનુ ગમી જાય"
ભારત દેસાઈ
==================================

No comments:

Post a Comment