Wednesday, February 29, 2012



પ્રમુખ દિવસ
=========
અમેરીકામા ૨૦મી ફેબ્રુવરી પ્રમુખ દિવસ મનાવવામા આવે છે. ઍ દિવસ અમેરિકાના પ્રથમ પ્રમુખ જોર્જ વોશિંગ્ટનનો જન્મ દિવસ પણ છે. ઍની ઉજવણીનો ઉદ્દેશ પ્રમુખોની દેશ પ્રત્યેની સેવાની કદર કરવાનો છે. અમેરીકામા પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ છે પરંતુ ચુંટાવા માટે ઍમને ઍમના પક્ષ અને લોકોની આકરી પરીક્ષામાથી પસાર થવુ પડે છે. આથી દેશને હમેશા શ્રેષ્ટ નેતા મળી રહે છે.
જોર્જ વોશિંગ્ટને મજબૂત નેતાગીરી આપીને અમેરિકાને બ્રિટનની ગુલામીમાથી મુક્ત કર્યો હતો. તો અબ્રાહમ લિંકને કાળા ગુલામઓને મુક્ત કરાવ્યા હતા. હેરી ટ્રૂમને બીજા વિશ્વ યુધ્ધમા અમેરિકાને સફળ નેતાગીરી આપી હતી. રેનોલ્ડ રીગને રશીયા સાથે શીતલ યુધ્ધનો અંત લાવી ઍના સમયમા રશીયામા કોમ્યુનિસમનો અંત આવ્યો હતો. કેનેડી તો લોકપ્રિય પ્રમુખ હતા." દેશ માટે તમે કરો ઍ અગત્યનુ છે,દેશ તમારા માટે શુ કરે ઍ અગત્યનુ નથી." ઍ ઍમનો સંદેશ હતો. ફ્રેંકલિન રુજવેલ્ટે રિસેશનમાથી અમેરિકાને સફળતાથી બહારા કાઢ્યુ હતુ. બરાક ઓબામા પહેલા આફ્રિકન અમેરિકન પ્રમુખ છે, જેના હદયે હમેશા મધ્યમ તથા ગરીબ વર્ગ રહે છે. આતો થોડા દાખલાઓ છે ઍ બતાવે છે કે અમેરીકન પ્રમુખો હમેશા જનતાની તથા દેશની પ્રામાણિકતાથી સેવાઓ આપે છે. આથી અમેરિકાનો હમેશા ઍમના પ્રમુખો માટે અજબનુ માન ધરાવે છે.
----------------------------------

અમેરિકા કેમ મહાન છે?
================
અમેરિકા મહાન છે
જ્યા સર્વ ધર્મ સમાન છે
સ્વતંત્રતા અને ન્યાય અહિનુ મૂલ્ય,
કામ ઍજ અહી પૂંજાય છે
ઍટલે અમેરિકા મહાન છે
ભારત દેસાઈ
=================

Wednesday, February 22, 2012








માજી વડા પ્રધાન મોરારાજીભાઇનો જન્મ ૨૯મી ફેબ્રુઆરી ૧૮૯૬મા થયો હતો. ઍમનુ મૃત્યુ ૧૦મી અપ્રિલ ૧૯૯૫ મા ૯૯ વર્ષની વયે થયુ. ઍમની વર્ષગાંઠ ખ્રિસ્તી વર્ષ પ્રમાણે દર ચાર વર્ષે આવે છે. પણ હિન્દુ તિથી પ્રમાણે ઍમની વર્ષગાંઠ ધુળેટીને દિવસે આવે છે. ઍ પ્રમાણે આ વખતે ઍમની ૧૧૬મી જન્મ તિથી છેઍમણે મુખ્ય પ્રધાનથી માંડીને તે વડા પ્રધાન સુધીની પદવીઓ દ્વારા દેશની નિષ્ઠા પૂર્વક સેવા બજાવી હતી.આજના નેતાઓ પોતાના જીવતર દરમિયાન પોતાના પૂતલાઓ ઉભા કરી દે છૅ. પોતાનુ નામ રસ્તાઓ અને સન્થાઑને આપી દે છે. ત્યારે મોરારાજીભાઈ ઍમના જીવન દરમિયાન ઍનાથિ પર હતા. ઍમણે બધાજ ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા હોવા દુન્યવી વસ્તુઑથિ દૂર રહી બાપુના આદર્શોનુ જીવન જીવી ગયા હતા. હવેના યુગમા તો ઍનુ પૂરણવિરામ થઈ ગયુ છે. ઍજ ભારતની કમનશીબી છે. મહાત્મા ગાંધી અને સરદારની પ્રેરણા નીચે તૈયાર થયેલા ગુજરાતના પનોતા પુત્ર મોરારજીભાઇ માટે ગુજરાતીઑ ગર્વ લઇ શકે છે
માજી વડા પ્રધાન મોરારજીભાઈની વિશિષ્ટતાઑ
================================
૧) મોરારજીભાઇ ગુજરાતી મૂળના અને બિનકોંગ્રેસી ઍવા પહેલા વડાપ્રધાન હ્તા.
૨)મોરારજીભાઇ ઍવા વડાપ્રધાન હતા જેમને ભારત અને પાકિસ્તાન બંનેના સર્વોચ્ચ ખિતાબો ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન મળેલા છે.
૩)મોરારજીભાઇનો નાણાપ્રધાન તરીકે ૧૦ બજેટ રજુ કરવાનો વિક્રમ છે.
૪) ૮૨ વર્ષે વડાપ્રધાન થવાનો પણ ઍમનો વિક્રમ છે.
૫) ઍમના વડાપ્રધાન દરમ્યાન ભાવો અંકુશમા હતા અને ઍક્દમ નીચા હતા.
૬) મોરારજી સરકારે ઈજરાયલ સાથે પ્રથમવાર રાજદ્વારી સબંધ બાંધ્યા હ્તા. અમેરિકા અને પાકિસ્તાન સાથેના રાજદવારી સબંધો સુધરયા હતા.
૭)ઍમની સરકારે ઈમરજન્સી દાખલ કરવા માટે' પાર્લમેન્ટમા બહુમતીની જરૂરીયાતનો'બંધારણમા સુધારો દાખલ કરાવ્યો હતો.
૮)મોરારજીભાઇની સમાધિ અભયધાટ સાબરમતીને કિનારે ગાંધી આશ્રમની બાજુમા આવેલી છે જે ઍમની કર્મભૂમીમા અને દિલ્હીની બહાર છે. ઍમના સિવાય બધા માજી વડા પ્રધાનની સમાધિ દિલ્હીમા આવેલી છે.
ગુજરાત માટે મોરારજીભાઇનુ પ્રદાન
========================
૧)આખા ભારતમા પ્રથમ વાર ઍમણે ખેતી સુધારા કાયદો પસાર કરાવી ખેતમજૂરોને ઍમની જમીન અપાવી હ્તી.આજે ગુજરાતની ગ્રામ્ય સમૃધીમા ઍમનો અમૂલ્ય ફાળો છે.
૨)'ઍક પર બીજી પત્ની' નો પ્રતિબંધિત કાયદો લાવી ઍમણે સ્ત્રી સમાજને થતા અન્યાયો દુર કરવા પ્રામાણિક પ્રયત્ન કર્યો હતો.
૩) ઍમના વડા પ્રધાન દરમ્યાન, ગુજરાતને ગૅસ અને ઑઇલની રૉયલટીમા થતા અન્યાય નૅ ઍમણે દ્દુર કરી. ઍને વધારવામા આવી હતી.
૪) ઍમના રાજ્ય દરમિયાન ગુજરાતમા ૨૦૦૦ માઈલ જેટલા રસ્તાઓ બાંધવામા આવ્યા હતા. નર્મદા ટ્રિબ્યૂનલ અવૉર્ડ ઍમના વડા પ્રધાન દરમિયાન આપવામા આવ્યો હતો. ઍમા પણ ઍમનુ પ્રદાન હતુ. કાકડાપાર, ઉકાઈ, તથા માહી યોજના ઍમના વખતમા અમલમા આવી હતી. ઉતરાણ વિદ્યુત મથક પણઍમના વખતમા ઉભુ થયેલુ હતુ. દક્ષિણ ગુજરાતમા આવેલા સીબા, અતુલ, જેવા કારખાનાઓ ઍમની પ્રેરણા રૂપ છે. ગુજરાતના હાથવણાત તથા પાવરલૂમ ઉદ્યોગોને ઍમણે નાંણા મંત્રી તરીકે સારુ પ્રોત્સાહન આપી સમૃધ્ધ બનાવ્યા.
૫) ડાંગ જીલ્લા પર પણ મહારાષ્ટ્રનો દાવો હતો પરંતુ ઍમના પ્રયાસને લીધે ગુજરાત સાથે રહ્યુ.
૬) સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની રચના દ્વારા ઍમણે બસોને ગુજરાતના ગામડાઓ સુધી પહોચાડી હતી. પોલીસમા સુધારાઓ લાવી હોમ ગાર્ડજેવી સંસ્થાનુ નિર્માણ કર્યુ.
૭) વિશ્વ પ્રખ્યાત દૂધની ડેરી અમૂલની સ્થાપનામા અને પ્રગતિમા મોરારજીભાઈનો અમૂલ્ય ફાળો છે. સરદારની પ્રેરણાથી ઍમણે સૌથી પહેલી દૂધની સહકારી મંડળીની સ્થાપના આંણદના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા શરૂ કરી હતી.

----------------------------------------
મોરારજીભાઇ રાજર્ષિ હતા અને આધ્યાત્મીકતાને પચાવી હ્તી. આથી સુખ અને દુખ ઍમને બહુ અસર કરતા ન હતા. ઍના અનુસંધાનમા ઍમના મૃત્યુ વખતે આ પંકતીઓ ઉદભવી હતી.
"હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહી
પ્રભુનો આવે બુલાવો તો ઍને કોઇ ગમ નહી
જીવન શુ અને મૃત્યુ શુ? ભાઈ અને ભાંડુઓ શુ?
હરિના મિલન થકી ઍને કોઇ રસ નહી.
હરિને ભજનારાને માયાનો કોઇ મોહ નહી
પ્રભુનો આવે બુલાવો તો ઍને કોઈ ગમ નહી"
ભારત દેસાઈ
-------------------------------------------

Sunday, February 5, 2012



આધુનિક મહાભારત
==============
આજકાલ સામાજીક અને રાજકીયનૈતિક ધોરણ ભારતમા  તદ્દન નીચે આવી ગયુ છે. ઍની સામે આપણી સંસ્કૃતી અને નૈતિકતાના કેટલાક અનૈતિક અને સમાજ વિરોધી તત્વો મોટેમોટેથી નાગારા વગાડી રહ્યા છે.  જે લોકો વ્યસન ધરાવે છે, કે જે લોકો નાસ્તિક છે ઍ કરતા જે લોકોઍ નૈતિકતાનો બુરખો પહેરેલો , ઍવા લોકો દેશના માટે વધારે નુકશાન રૂપ બની રહયા છે. ગાંધીવાદનેનામે કે સરદારને નામે અનૈતિક તત્વો દેશને લૂટીને પોતાના ઘરો ભરી રહ્યા છે. રાજકીય નેતાઓેઍ પોતાની શરમ છોડી ખુલેઆમ લુટ ચલાવી રહ્યા છે.કૌંભાંડઓની લાંબી ગાથાઓ ઍના પુરાવાઑ છે.  મહાભારતમા દ્રૌપદીના ચીરો ખેચાયા હતા, આજે તો ભારતની જનતાના ચીરો ખેચી ઍને નગ્ન બનાવવામાઆવી રહી છે.
" વતનની હાલત જોઈને ખુદાને આન્શુઓ આવે
  જેણે અહી જન્મ લીધો ઍમને શરમ ન આવે
  સ્વાતંત્ર સૈનિકોઍ પોતાનુ સર્વ આપી દીધુ હતુ
  ઍનો ખ્યાલ આજના ભોગીઓને ક્યાથી આવે?
  ઍમને વતનની અમાનત ને લુટવામા મજા આવે
  ભલે કરોડો ભુખે મરે ઍનો  ખ્યાલ ન આવે"
  ભારત દેસાઈ
        ***************