વિશ્વની આર્થિક પરિસ્થિતિ- ૨૦૧૨
======================
આજે આખા વિશ્વમા આર્થિક પરિસ્થિતિ ઘણી વિષમ છે. અમેરિકા અત્યારે આર્થિક સંકટમા સપડાયેલૂ છે.
રોજગારી, રીયલ ઍસ્ટેટ, અને આર્થિક સંસ્થાઓ વિકટ પરિસ્થિતિમા છે. અમેરિકાનો જી ડી પી વૃધ્ધિ ૨૦૧૦મા ૨% જેટલી હતી.
અમેરિકન કંપનીઓે ઍ સસ્તા ભાવે ઍશિયાયિ દેશોમા કામ કરાવવાના લોભમા અમેરીકામા ઍમનો ઉધ્યોગીક પાયો ગુમાવી ચૂકી છે. ઍનિ અસર અમેરિકાની રોજગારી પર ઘણી અવળી થઈ છે.
યુરોપની કમાણી કરતા ખર્ચા વધુ કરવાની વૃત્તિેઍ સ્પેન, ઈટાલી, અને ગ્રીસ જેવા દેશોમા દેવાડિયા જેવી સ્થિતી ઉભી કરી છે. યુરોપની પરિસ્થિતિેઍ પણ અમેરિકાની પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી છે.
ચીનનો જી ડી પી વધારો પણ ૨૦૧૧ મા ઘટીને ૮% પર આવી ગયો છે. ચીનમા પણ હવે ઉગ્ર પરિસ્થિતિ ઉભી થઈ છે જેથી બીજી ક્રાંતિ લાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. આથી આ વર્ષના અંત સુધીમા ઍના ઉંચ રાજકીય સત્તા ધરાવતા પોલિટ બ્યુરોમા ધરખમ ફેરફારો આવી રહ્યા છે. બ્રા જીલ, અને ભારતના વૃધ્ધિ દર પણ ઑછા થઈ ગયા છે.
અમેરિકાની આર્થિક પરિસ્થિતિનો આધાર બીજા દેશોની ઍના માલના માંગ પર આધારિત છે, જે અત્યારે મંદ છે. આથી આખુ જગત મંદીમા સપડાયેલૂ છે. તે ઉપરાંત આખુ વિશ્વ ઉંચ મોંઘવારી દરથી પીડાય રહી છે.
ટુંકમા વિશ્વ ઍક ગ્રામ સ્વરુપ બનિ રહ્યુ છે, અને કોઇ પણ દેશ ઍક્બિજાની અસરથી પર નથી.
આપણે જોઈેતો આખા વિશ્વની આર્થિક પરિસ્થિતીનુ અવલોકન નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણે દેશોનો હિસ્સો વિશ્વ વેપારમા છે
૧)અમેરિકા- ૨૨%
૨)યુરોપ યૂનિયન-૧૮%
૩)બ્રાજીલ/ રશિયા/ ભારત/ ચીન-૨૦%
૪) બાકીના દેશો-૪૦%
મૂક્ત્ત વેપારના જમાનામા હવે હરીફાઈને સ્થાન છે, પરંતુ શોષણને સ્થાન નથી. આથી ગરીબીને વિશ્વમાથી નાબૂદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
*****************************************