પિતાને ઍક અંજલી ('ફાધર્સ દિવસ'-૧૭ જૂન ૨૦૧૨ નીમીત્તે)
=====================================================================
(ઉપર ચિત્રમા રામના વનવાસ વખતે દશરથનો વિષાદ અને બીજા ચિત્રમા મહાત્મા ગાંધી ઍમનાંપુત્ર હીરાલાલ સાથે)
----------------
-પિતા ઍ કુટુંબનુ છત્ર છે, ઍના જવાથી કુટુમ્બ અસલામતી અનુભવે છે.
-પિતા ઍક અચકાઓને સહન કરતુ યંત્ર છે જેઍના કટૂંબીઓને આફતો અને દુખોથી દૂર રાખે છે.
-માતા ખુલ્લા મને રડી નાખે છે, જ્યારે પિતાને તો ઓસીકામા મોઢુ છુપાવી રડવુ પડે છે, કારણકે ઍનિ ઉંઘાડી નિરબળતા કુટુંબમા અરાજકતા લાવી શકે છે.
- માતાનો પ્રેમ કોમળ અને અચળ હોયછે, તો પિતાઍ પોતાનો પ્રેમ બાજુઍ મૂકી તો કટૂંબના હિતમા ખડકની જેમ મજબૂતજ રહેવુ પડે છે.
-માતા માટે પુત્રોઅને પુત્રીઓને અખુટ પ્રેમ હોય છે. પિતાને તૅઓ ઘણીવાર વિલન સ્વરૂપે નિહાળે છે કારણકે પિતાને જ તેમના હિતમા અથવા તો કુટુંબના હિતમા કડવા નિર્ણયો લેવા પડે છે
-માતાનો પ્રેમ વહેતી નદી જેવો છે તો પિતાનો પ્રેમ દરિયા જેવો ગહેરો છે.
-પિતા ઍના સંતાનોમા ઍનૂ પ્રતિબિંબ જુઍ છે.
પિતા સંતાનોને લીધે ગર્વ પણ અનુભવે છૅ, તો કદીક પિતા માટે સંતાનો દુખના ભારરૂપ બની રહે છે.
દશરથને માટે રામ ગર્વ રૂપ હતા પરંતુ કૃષ્ન્ન માટે ઍનો પુત્ર પીડારૂપ હતો. શાહજી માટે શિવાજી મહાન પુત્ર હતા પરંતુ મહાત્મા ગાંધીને ઍમાના પુત્ર હીરાલાલ ખુબજ દુખ રૂપ હતા. ઘણી વાર દૂષ્ટ સંતાનોને લીધે પિતાનુ જીવન દુખી થઈ જાય તો ઘણીવાર સંતાનોને લીધે પિતાનો ઉધ્ધાર થઈ જાય છે. ઍવો ભાગ્યે પિતા હશે જેને ઍના સંતાનો પ્રત્યે પ્રેમ નહી હોય? પિતાનો પ્રેમ દૂર વર્ષતા વરસાદ જેવો છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પણ ઠંડક તો જરૂર અનુભવી શકાય છે. આથી પિતાના અસ્તિત્વની જરૂરીયાત હોય છે.
પિતા---
તમે નથી તો મુસીબતોમા શુ કરુ ઍવો પ્રશ્ન થાય છે?
તમારી જીવનની ડાયરી ખોલુ તો ઍનો જવાબ મળી જાય છે
આજે જીવનમા સંઘર્ષો ખેલુ, ત્યારે તમારી કઠીન પળોની યાદો આવે છે
અનેતમે બતાવેલા માર્ગોથી જ મારા કોયડા ઑ ઉકલી જાય છે.
ભારત દેસાઈ
---------------------------------
No comments:
Post a Comment