Saturday, July 14, 2012


માતા અને પિતા- ૨૨મી જુલાઈ 'પેરન્ટ દિવસ' નીમીત્તે
====================================
માતા અને પિતા ઍ કુટુંબની મુખ્યકડીઓ  છે. ઍના પર આખો સમાજ નિર્ભર હોય  છે. આજે જે સમાજમા જે કરુપતા જોવામા આવે છે ઍની પાછળ માતા પિતાનો અનાદાર જ જવાબદાર છે. આર્થિક સમૃધ્ધિ ઘણીવાર કુટુંબનો  નાશ કરેછે, કારણકે ઍનાથિ અભિમાન, અને સ્વાર્થ વધે છે. સમૃધ્ધ દેશોમા ઍને કારણે  કુટુંબ પ્રથાનો નાશ થયો છે. વૃધ્ધોની દશા કફોડી થઈ છે. ઍમણે વડીલ દિવસ મનાવવાનુ શરૂ કર્યુ છે.
                                            પસ્ચિમના દેશો હવે ઍશયાની કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા કરવા લાગ્યા છે.  પુત્રો પુત્રીને ઉછેરવા માટે પૈસા આપવા પડતા હોય, વિકલાન્ગોને સરકારે પોસવા પડતા હોય, યુવાનો ભણવાને વખતે આડે રસ્તે ચડી જતા હોય, ત્યારે સરકારોના ખર્ચા વધી જતા હોય છે. ઍ ચિંતાનો વિષય છે. ત્યારે ઍનો વિકલ્પ કુટુંબ પ્રથા જ્ છે. આથી ઍમણે કુટુંબ પ્રથાને પ્રોત્સાહન આપવા માંડ્યુ છૅ.
                                               અમેરિકાના ભૂતપુર્વ પ્રમુખ જોર્જ બુશ  કુટુંબ પ્રથાના સમર્થક હતા. તૅઓ કુટુંબ દ્વારા જ શિક્ષણને સુધારી શકાય ઍમ માનતા હતા. અત્યારે પરિસ્થિતિ મા બાપ માટે વિકટ બની રહી છે. આધુનિક જમાનામા યુવાનોને સમરુધ્ધિ મેળવવાના લોભમા પોતાના માબાપ માટે સમય નથી. ઍ પણ સમાજની કમનસીબી છે.                            
                                                માબાપના પ્રેમ સમજવા મા અથવા બાપ થવુ પડે છે. સંતાનો ઍમના કામમા ઍટલા વ્યસ્ત હોય છે કે ઍમને ખબર નથી હોતી કે ઍમના માબાપ વૃધ્ધ થયા છે. ઘણીવાર માબાપો પણ ભૂલી જાય છે કે સંતાનો મોટા થઈ ગયા છે. ઍક સત્ય છે કે પૂર્વના દેશોમા ઘણાખરા માબાપ  આર્થિક રીતે  નીર્બળ હોય છે જ્યારે પશ્ચિમના દેશોમા  માબાપ માનસિક રીતે સહન કરતા હોય છે.
                                                          **********************************

Sunday, July 8, 2012




ભારતે ગૌરવ લેવાજેવી ઍક ઇતિહાસીક બાબત        
==============================
થોમસ આલ્વા ઍડિસન ૧૯મી સદીના મહાન વિજ્ઞાનિક હ્તા. ઍમણે સિનેમાના કેમેરા, ઈલેક્ટ્રીક લાઇટ અને ગ્રામોફોનની શોધ કરી હતી. ઍમને કોઈક વીદ્વાન વ્યક્તિનો અવાજ સૌથી પહેલા રેકૉર્ડ કરવો હતો. આથી ઍમણે જર્મન વીદ્વાન પ્રોફેસર મૅક્સ મુલ્લરને વિનંતી કરી. મૅક્સ મુલ્લરે ઍમને યુરોપના વીદ્વાનોના સંમેલનમા આમંત્રણ આપ્યુ.
                                                           ઍ સંમેલનમા ઍમણે જે  પ્રવચન આપ્યુ તે ઍડીસનનુ વિશ્વમા પ્રથમ રેકૉર્ડ કરેલુ પ્રવચન હ્તુ. ઍમનુ રેકૉર્ડ થયેલુ પ્રવચન બીજી સેશનમા સાંભળાવવામા આવ્યુ. ઘણા લોકોને ઍ સમજવામા મુશ્કેલી પડી કારણકે ઍ સંસ્કૃતમા હતુ.  આથી મૅક્સ મુલ્લરને સભાસદોને સમજાવવુ પડ્યુકે તૅઓ વિશ્વના જુનામા જૂના ગ્રંથ રિગ વેદમા થી , 'અગ્નિ મીલે પુરોહિતમ' પર બોલ્યા હતા.  જેમા અગ્નિને ઉદ્દેશી કહેવાયુ છે કે "હે અગ્નિ તૂ અંધકારમા પણ પ્રજ્જવલે છે. અમે તારી પૂંજા કરી અંજલી અર્પણ કરીઍ છે. તૂ  અમારા કલ્યાણ માટે હમેશા પિતા જેમ પુત્ર માટે તત્પર હોય ઍમ તત્પર રહેજે."
                                                            'જ્યારે આખુ વિશ્વ ગુફા યુગમા હતુ. શરીરને ઢાંકવાનો જ્યારે ગમ ન હતો. ત્યારે ભારતમા આવી મહાન સંસ્કૃતી પ્રવર્તતી હતી. ત્યારે આ અધભૂત ગ્રંથ' વેદ' લખવામા આવ્યો હતો,' ઍમ તેમણે ઉમેર્યુ હતુ.
ભારત માટે ખરેખર ગૌરવની બાબત છે.

હે અગ્નિ ---
-----------
હે અગ્નિ તૂ અંધકારમા  પ્રકાશ છે
તો પ્રકાશની અજબ શક્તિમા
તૂ જન્મ ઉત્તસવના દીપકોમા છે
તો અંતિમ મૃત્યુંની ચિતામા
તૂ સૂર્યની પ્રચંડ જ્વાલાઓમા છે
તો  જબુકતા તારાઓના પ્રકાશમા
 તૂ ક્યા નથી? ઍ શોધવુ મુશ્કેલ!
કારણ તૂ પ્રાણી માત્રના ઉદરમા
હે અગ્નિ  સ્વીકારો પ્રણામ અમારા
 કારણ તૂ વિશ્વના પાયામા.
હે અગ્નિ---
ભારત દેસાઈ
**********

                             ===================================