ભારતે ગૌરવ લેવાજેવી ઍક ઇતિહાસીક બાબત
==============================
થોમસ આલ્વા ઍડિસન ૧૯મી સદીના મહાન વિજ્ઞાનિક હ્તા. ઍમણે સિનેમાના કેમેરા, ઈલેક્ટ્રીક લાઇટ અને ગ્રામોફોનની શોધ કરી હતી. ઍમને કોઈક વીદ્વાન વ્યક્તિનો અવાજ સૌથી પહેલા રેકૉર્ડ કરવો હતો. આથી ઍમણે જર્મન વીદ્વાન પ્રોફેસર મૅક્સ મુલ્લરને વિનંતી કરી. મૅક્સ મુલ્લરે ઍમને યુરોપના વીદ્વાનોના સંમેલનમા આમંત્રણ આપ્યુ.
ઍ સંમેલનમા ઍમણે જે પ્રવચન આપ્યુ તે ઍડીસનનુ વિશ્વમા પ્રથમ રેકૉર્ડ કરેલુ પ્રવચન હ્તુ. ઍમનુ રેકૉર્ડ થયેલુ પ્રવચન બીજી સેશનમા સાંભળાવવામા આવ્યુ. ઘણા લોકોને ઍ સમજવામા મુશ્કેલી પડી કારણકે ઍ સંસ્કૃતમા હતુ. આથી મૅક્સ મુલ્લરને સભાસદોને સમજાવવુ પડ્યુકે તૅઓ વિશ્વના જુનામા જૂના ગ્રંથ રિગ વેદમા થી , 'અગ્નિ મીલે પુરોહિતમ' પર બોલ્યા હતા. જેમા અગ્નિને ઉદ્દેશી કહેવાયુ છે કે "હે અગ્નિ તૂ અંધકારમા પણ પ્રજ્જવલે છે. અમે તારી પૂંજા કરી અંજલી અર્પણ કરીઍ છે. તૂ અમારા કલ્યાણ માટે હમેશા પિતા જેમ પુત્ર માટે તત્પર હોય ઍમ તત્પર રહેજે."
'જ્યારે આખુ વિશ્વ ગુફા યુગમા હતુ. શરીરને ઢાંકવાનો જ્યારે ગમ ન હતો. ત્યારે ભારતમા આવી મહાન સંસ્કૃતી પ્રવર્તતી હતી. ત્યારે આ અધભૂત ગ્રંથ' વેદ' લખવામા આવ્યો હતો,' ઍમ તેમણે ઉમેર્યુ હતુ.
ભારત માટે ખરેખર ગૌરવની બાબત છે.
હે અગ્નિ ---
-----------
હે અગ્નિ તૂ અંધકારમા પ્રકાશ છે
તો પ્રકાશની અજબ શક્તિમા
તૂ જન્મ ઉત્તસવના દીપકોમા છે
તો અંતિમ મૃત્યુંની ચિતામા
તૂ સૂર્યની પ્રચંડ જ્વાલાઓમા છે
તો જબુકતા તારાઓના પ્રકાશમા
તૂ ક્યા નથી? ઍ શોધવુ મુશ્કેલ!
કારણ તૂ પ્રાણી માત્રના ઉદરમા
હે અગ્નિ સ્વીકારો પ્રણામ અમારા
કારણ તૂ વિશ્વના પાયામા.
હે અગ્નિ---
ભારત દેસાઈ
**********
===================================
No comments:
Post a Comment