Saturday, July 14, 2012


માતા અને પિતા- ૨૨મી જુલાઈ 'પેરન્ટ દિવસ' નીમીત્તે
====================================
માતા અને પિતા ઍ કુટુંબની મુખ્યકડીઓ  છે. ઍના પર આખો સમાજ નિર્ભર હોય  છે. આજે જે સમાજમા જે કરુપતા જોવામા આવે છે ઍની પાછળ માતા પિતાનો અનાદાર જ જવાબદાર છે. આર્થિક સમૃધ્ધિ ઘણીવાર કુટુંબનો  નાશ કરેછે, કારણકે ઍનાથિ અભિમાન, અને સ્વાર્થ વધે છે. સમૃધ્ધ દેશોમા ઍને કારણે  કુટુંબ પ્રથાનો નાશ થયો છે. વૃધ્ધોની દશા કફોડી થઈ છે. ઍમણે વડીલ દિવસ મનાવવાનુ શરૂ કર્યુ છે.
                                            પસ્ચિમના દેશો હવે ઍશયાની કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા કરવા લાગ્યા છે.  પુત્રો પુત્રીને ઉછેરવા માટે પૈસા આપવા પડતા હોય, વિકલાન્ગોને સરકારે પોસવા પડતા હોય, યુવાનો ભણવાને વખતે આડે રસ્તે ચડી જતા હોય, ત્યારે સરકારોના ખર્ચા વધી જતા હોય છે. ઍ ચિંતાનો વિષય છે. ત્યારે ઍનો વિકલ્પ કુટુંબ પ્રથા જ્ છે. આથી ઍમણે કુટુંબ પ્રથાને પ્રોત્સાહન આપવા માંડ્યુ છૅ.
                                               અમેરિકાના ભૂતપુર્વ પ્રમુખ જોર્જ બુશ  કુટુંબ પ્રથાના સમર્થક હતા. તૅઓ કુટુંબ દ્વારા જ શિક્ષણને સુધારી શકાય ઍમ માનતા હતા. અત્યારે પરિસ્થિતિ મા બાપ માટે વિકટ બની રહી છે. આધુનિક જમાનામા યુવાનોને સમરુધ્ધિ મેળવવાના લોભમા પોતાના માબાપ માટે સમય નથી. ઍ પણ સમાજની કમનસીબી છે.                            
                                                માબાપના પ્રેમ સમજવા મા અથવા બાપ થવુ પડે છે. સંતાનો ઍમના કામમા ઍટલા વ્યસ્ત હોય છે કે ઍમને ખબર નથી હોતી કે ઍમના માબાપ વૃધ્ધ થયા છે. ઘણીવાર માબાપો પણ ભૂલી જાય છે કે સંતાનો મોટા થઈ ગયા છે. ઍક સત્ય છે કે પૂર્વના દેશોમા ઘણાખરા માબાપ  આર્થિક રીતે  નીર્બળ હોય છે જ્યારે પશ્ચિમના દેશોમા  માબાપ માનસિક રીતે સહન કરતા હોય છે.
                                                          **********************************

No comments:

Post a Comment