Saturday, August 18, 2012



નાણાકીય હેરાફેરી
==========
નાણાનો મોહ ઍવો છેકે ઍની કોઈ મર્યાદા જ નથી. તે ઉપરાંત મુલ્યોની અવગતિ થવાથી ગેરકાયદિય નાણાની રવાનગી સ્વિસ બેન્ક કે ટેક્સ હેવન જેવા દેશોમા વધી ગઈ છે. ભારતના ધનિક લોકોના ૧૪૫૦ કરોડ ડૉલર સ્વિસ બૅંક મા પડેલા છે ઍમ માનવામા આવે છે. સ્વતંત્રતા બાદ ૨૫ જેટલા નાના મોટા ગોટાળા ઑ થયા છે. ઍમા હાલમા રૂપિયા ૧.૭૩ લાખ હજારનો સ્પેક્ટ્ર્મ, રૂપિયા૧. ૮૬ લાખ કરૉડ્ના કોલસા ના ગોટાળો અને બીજા નાના મોટા ગોટાળા ઑનો પાર નથી. ઍમાથિ ઉભા થતા ગેરકાયદિય નાણા ક્યા જાય છે?
                                                           અમેરિકાના પણ ૧૦૦ બિલિયન ડૉલર જેટલા નાણા દરવર્ષે અમેરિકાની બહાર જાય છે. ઍ બધા નાંણા સ્વિસ બૅંક, ટૅક્સ સ્વર્ગ ઍવા પનામા, કારેબિયન, સિંગાપોરે જેવા દેશોમા મોકલવાંમા આવે છે પરંતુ લગતા વળગતા દેશોને ઍનાથિ ઘણુ જ નુકશાન છે. ઍમની નાણાકીય સ્થિતિને નુકશાન રૂપ છે.
                                                             દુનિયા અત્યારે વિપરીત નાણાકીય પરિસ્થિતિમાથી પસાર થઈ રહી છે. અમેરિકા અને યૂરોપ ની પરિસ્થિતિ પણ વિકટ છે આથી સ્વિસ બૅંક માથી ગેરકાયદિય નાણા પરત મેળવવા માટેના પ્રયાસો તીવ્ર બન્યા છે. ઍના પરિણામ રૂપ અમેરિકા ૪૦૦૦ વ્યક્તિઓના નાણા ઓની બાબતમા સફળતા મેળવી છે. સ્વિસ બૅંક ઍ પોતાની નીતિ હળવી બંનાવી ઘણા દેશો સાથે સંધી કર્રી માહિતીઓ પુરી પાડવા માંડી છે. આની અવળી અસર રૂપે સ્વિસ બેન્કમા થી નાણા બીજે મોકલવામા આવી રહ્યા છે. આથી સ્વિસ બેન્કમા ૫% નાણાનો ઘટાડો થયો છે અને કારેબિયન તથા પનામામા ૧૭% વધારો થયો છે. હૉંગકોંગ અને સિંગાપોરેમા ૩૬% નો વધારો થયો છે.
                                                               આથી આ ગેરકાયદિય અને ભ્રષ્ટાચારના કાળા નાણાંને નાથવા માટે વિશ્વના બધા જ દેશોનો સહકાર અનિવાર્ય છે. સાથે સાથે બધા દેશોમા નીતિમત્તા નુ ધોરણ ઉંચુ લાવ્યાવીના બીજો કોઈ રસ્તો નથી. આ પરિસ્થિતિ નહીતો સામાન્ય લોકોને વધુને વધુ પીડાતી  જશે. ઍના પરિણામો વિપરીત આવશે ઍમા શંકા નથી.
                                                  *************************************

No comments:

Post a Comment