ડીઍનઍ અને જીન
============
ડીઍનઍ અને જીન સાયન્સે મેડિકલ વિભાગમા અદભૂત પરિવર્તન લાવ્યા છે. કેટલાઓ ગુનાઑ અને સામાજીક પ્રશ્નોને ઉકેલવામા મ દ દ કરી છે. ભૂતપુર્વ ગવર્નર ઍન ડી તિવારી ને જ્યારે ઍમના લોહીના નમુના ઉચ્ચ અદાલતે ઍક વિવાસ્પદ કેસમા આપવાની ફ્રરજ પાડી ત્યારે મોટો હોબાળો મચી ગયો હતો. ઍમની આનાકાની પણ તદ્દન સમજી શકાય ઍમ છે કારણકે ઍમના પિતૃત્વની પરીક્ષા ઍમના ડી ઍન ઍ દ્વારાજ થઈ શકે ઍમ છે.
ઍજ પ્રમાણે ગુગલના સ્થાપક સરજી બ્રિનની પત્નીને જ્યારે ઍમના જીન રિપોર્ટ પરથી ખબર પડીકે ઍમના જીનમા અમુક ઉણપો છે જેનાથી ઍમના બાળકોને અમુક રોગો થવાના સંભવ છે તો ઍણે અત્યારથી ઍ પ્રમાણે કાળજી પોતાના બાળકોની લેવા માંડી છે. પરંતુ સાયન્સની આગેકૂચે કેટલીક બાબતોને ગુચવાડા ભરી બનાવી દીધી છે. દરેક વસ્તુની માહિતી વખતસર થવી જોઇઍ. જલ્દી કે વિલંબમા ગુંચવાડો ઉભો થાય છે. લોકો માટે ચિંતાનો વિષય બની જાય છે. જીન શોધનો ઉપયોગ ઍવા રોગો માટે થવો જોઇઍકે જેના માટેના પગલા તર્ત લેવાની જરૂરીયાત હોય. ભવિષ્યના થવાના રોગોની આગાહિથી હાયતોડો કરવાથી શુ ફાયદો?
તેથી ઘણા ડોક્ટોરોને નિષ્ણાતો માને છેકે જીન વિશેની માહિતી વેબ પર જ રાખવી જોઇઍ અને જરૂરીયાત પૂરતી જ માહિતી દરદીને પુરી પાડવી જોઇઍ. ઍક વાત ચોક્કસ છેકે જીનની લગતી શોધોઍ શરીર શાસ્ત્રનો ભંડારો ખોલી નાખ્યો છે. પરંતુ દરેકને ડીઍનઍ અને જીન વિષે જાણવાની ઉત્સુકતા તો જરૂર થાય જ !
માનવીના શરીરના બધા જીનોની શોધખોળમા ૨.૭ બિલિયન ડૉલર્સ વાપરવામા આવ્યા છે. ઍક ચમચી લોહી ને અમુક રસાયણ સાથે ભેળવી ડી ઍન ઍ મેળવ્યા બાદ મશીન દ્વારા માનવીના સંપૂર્ણ જીનો વિષે માહિતી મેળવી શકાય છે. ૨૧ જીનોની ઉણપ દ્વારા જાણી શકાય કે કઈ સ્ત્રીઓના સ્તન કૅન્સરની કઇ જાતની કેમીઓથેરેપિ વડે સારવાર આપી શકાય. આથી ઘણો ખર્ચો બચી જાય છે. ઍપીઑઈ૪ જીન બાળકમા હોય તો ઍને મગજને લાગતો રૉગ થવાઁની શક્યતાઑ વધી જાયછે. આથી હવે ડાયાબિટીસ, કૅન્સર, અન પારકિનસન જેવા રોગોની આગાહી જીન સાયન્સ પરથી કરી શકાય છે. પરંતુ આગાહીઓ માનવીના જીવનને સુખી કરવા કરતા દુખી વધારે કરે છે. કારણકે ઍનો નજદિકમા કોઈ ઉપાય હોતો નથી. આ બતાવે છેકે ઘણીવાર જાણકારી કરતા અજાણતા આશીર્વાદ રૂપ બની રહે છે. તે છતા માનવીના આરોગ્યમા જીન શાશ્ત્રે ક્રાંતિ લાવી દીધી છે.
****************************