ભારતની વિષમ પરિસ્થિતિ
=================
તાજેતરના ગેંગ બાળાત્કારના બનાવ બાદ ભારતની આબરૂનુ ધોવા ણ થઈ ગયુ છે. લોકોમા અને સ્ત્રીઓમા પણ અસલામતીની ભાવના ઉત્પન થઈ છે. વહીવટ અને ન્યાય તન્ત્રોના વિલંબને કારણે લોકોમા રોસ ભભુકી ઉઠ્યો છે.
ભારતની નાણાકીય, આંતરિક, અને આંતરાસ્ટ્રીય પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે. પાકિસ્તાન, ચીન, નેપાળ, અને બાંગ્લાદેશ જેવા વિરોધી દેશો વચ્ચે ભારત ઘેરાયેલૂ લાગે છે. દેશમા ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને મોંઘવારી પર કોઈ કાબૂ નથી રહ્યો. ધનવાનો અને ગરીબો વચ્ચેનો તફાવત વધતો જાય છે.
૨૦૧૨મા નિકાસમા ૭.૪%નો ઘટાડો થયો છે. પેટ્રોલ અનેસોનાની માંગને કારણે દેશ પર નાણાકીય બોજ વધતો જાય છે. જીડીપી ઘટીને ૨૦૧૨ મા ૫.૩% પર રહ્યો છે. કરંટ અકાઉંટ ડેફિસિટ જીડીપી ની ૫% છે. ઍ ૧૯૪૯ ના આંકડાઓ કરતા પણ ખરાબ છે. આ પરિસ્થિતિની અસર રૂપિયા પર થઈ છે અને રૂપિયો ડૉલર સામે રૂપિયા ૫૫ પર પહોચ્યો છે. નિષ્ણાતોનુ માનવુ છેકે રૂપિયાની કિંમત ઘટીને ૬૦ સુધી પહોચી શકે છે. કરંટ અકાઉંટ ડેફિસિટ ૨૨.૩ બિલિયન ડૉલર સુધી પહુચિ ચૂકી છે. આ બતાવે છેકે ભારત નાણાકીય સંકટ નો સામનો કરી રહ્યુ છે.
આ વિષમ સંકટોમા થી બચવા માટે પ્રામાણિક અને લોખંડી નેતાની જરૂરીયાત છે. ત્યા સુધી ભગવાન જ ભારતને બચાવે.
*****************************************
No comments:
Post a Comment