ગુલામી કાળના કાયદાઓ
====================
ભારત હજારો વર્ષોથી ગુલામ હ્તુ અને અંગ્રેજોઍ ભારતને વ્યવસ્થિત રીતે ગુલામ બનાવ્યુ હતુ. ઍમણે આપણા લોહીમા ઉતારી દીધુ છે કે ઍમણે સ્થાપેલી બધી વસ્તુઓ ઉત્તમ છે અને ભારતીય બધી વસ્તુઓ ઉતરતી કક્ષાની છે. તેથી આપણી આધુનિક પેઢી પણ ઍમાથી બહાર આવી નથી. સ્વતંત્રતાને માણવા માટે સ્વતંત્ર માનસિક અવસ્થાની જરૂરત છે. આવતી મુક્ત પેઢીજ કદ્દાચ ઍ અવસ્થામાથી ભારતને મુક્ત કરાવશે.
ભારતમા હજુ પણ અંગ્રેજી યુગના ઘણા કાયદાઓ ચાલુ છે. આપણા બંધારણમા, ક્રિમિનલ અને સિવિલ કાયદાઓમા, ન્યાય પધ્ધતિમા હજુ પણ અંગ્રેજી કાયદાઓં અને પધ્ધતિઓ ચાલે છે.
અમેરિકા અને આધુનિક દેશોમા, ખરાબ રીતે ઘાયલ લોકોને, કે પછિ જીવલેણ હુમલામા મદદ કરવી ઍ લોકસેવાનુ કાર્ય ગણવામા આવે છે જ્યારે ભારતમા ઍને કાયદાની ચુગાળમા ફસાવા સમાન માનવામા આવે છે. આથી માનવતા ભૂલી કોઈ ઍમા પડવા માંગતુ નથી. અરે ગુનેગાર પકડાઈ જાય તો પણ ઍને સજા થતા વર્ષોના વર્ષો નીકળી જાય છે. અને સાક્ષીઓને હેરાન ગતિનો પાર હોતો નથી. આથી ઍવા દાખલાઓમા કોઈ જલ્દી મદદ કરવા આગળ આવતુ નથી. ઍ ભારતીય વ્યવસ્થા પધ્ધતિની કમનશીબી છે.
દાખલા રૂપ અત્યારના જ સમુહ બાળાત્કારના કૅસમા દિલ્હીના રસ્તા પર ઘાયલ સ્ત્રી નગ્ન અવસ્થામા લાંબો સમય પડી રહી ઍ શરમ જનક ઘટના હતી. ઍની પાછ ળ કાયદાની ચુંગાળમા ન ફસાવવાની લોકોની વૃત્તિ જ કામ કરી ગઈ હતી. પોલીસો પણ ઍ સ્ત્રીને મદદ કરવામા વિલંબ કર્યો હતો કારણકે તેઓ કાયદાની ચુંગાળમા ફસાયેલા હોય ઍવી વર્તનૂક કરી હતી.
આથી કાયદાઓને સમય પ્રમાણે બદલવાની જરૂરીયાત છે. જૂના કાયદાઓંનુ અવલોકન કરી નવા કાયદાઓ બનાવવાની પણ જરૂરીયાત છે. ઘાયલ અને વીપત્તિમા આવેલા લોકોને પહેલા મદદ મળવી જોઇઍ, પછી કાયદાકિય પ્રક્રિયા થવી જોઇઍ. નાગરિકોઍ પણ આવા કિસ્સાઓમા ઍમની ફરજ જરૂર પડે તો બલિદાન આપિને બજાવવી જોઇઍ. સ્વતંત્રતા હમેશ દેશવાસીઓનુ બલિદાન માગે છે.
આથી કહેવાય છેકે-
સ્વાતંત્રતા
---------
સ્વાતંત્ર વીરો પોતાનુ ફના કરી સ્વાતંત્ર અપાવી ગયા
ઍને જાળવવાની ફરજ દેશવાસીઓને સોપતા ગયા
મેળવવા જેટલુ આપ્યુ ઍનાથી જાળવવા વધુ જોઈશે
કારણ કે સ્વતંત્રતા કદી મફતમા ક્યા મળે છે?
તમે ઍને રક્ષણ ન આપો, તો ઍ પાછી ભાગી જશે.
ભારત દેસાઈ
=============================
No comments:
Post a Comment