આંતકવાદ
======
આંતકવાદ આજ કાલ આખી દુનિયામા ફેલાયેલો છે. કેટલીક જગ્યાઍ તો હદ વટાવી ચૂક્યો છે.
ભારતમા પણ સંકલનનો અભાવ હોવાથી જ્યા ત્યા બૉમ ધડાકા થતા જ રહે છે. સેંકડો નિર્દોષ માણસો મરી રહયા છે.
અત્યારેજ હૈદરાબાદમા બોમ્બ ધડાકા થયા ૨૦ જેટલા મરી ગયાને ૧૦૦ ઉપરાંત માણસો ઘાયલ થયા. કેન્દ્ર સરકારે દોષનો ટોપલો રાજય સરકાર પર નાખ્યો અને રાજ્યે પણ કેન્દ્ર પર નાખી હાથ ધોઈ નાખ્યા. આમા મરો લોકોનો જ છે. ભારતમા સરકારો રાજકારણમા ઘણી બધી ડુબેલી છૅ આથી પોલીસો પણ નાસીપાસ થઈ જઈ તદ્દન નિષ્ક્રિય થઈ રહી છે. દરેક દેશે પોતેજ ઍ પ્રશ્નને હલ કરવો પડશે.
આ બાબતમા અમેરિકા પાસે ઘણુ શીખવાંનુ છે. અમેરિકામા ન્યૂયોર્કના ટ્રેડ સેંટર પરના ત્રાસવાદિ હુમલા બાદ તેમણે અફઘાનીસ્થાન પર હુમલો કરી તાલિબાન ત્રાસવાદીઓને સાફ કરી નાખ્યા. વર્ષો સુધી કાવતરાના સુત્રધારની શોધ કરીને પાકિસ્તાનની ધરતી પર ખતમ કરી નાખ્યો. મુંબઇ હુમલાના ત્રાસવાદીને સજા કરવામા ભારતે વર્ષોના વર્ષો લીધા,પરંતુ ઍ હુમલાના મુખ્ય આરોપી હેડલી, અને રાણા ને વર્ષો સુધીની સજા ૬ મહિનામા જ અમેરિકાની કોર્ટે ફટકારી દીધી. કારણકે ઍ હુમલામા ઘણા અમેરિકન નાગરિકોને પણ મારી નાખવામા આવ્યા હતા. ઈસરાયલનો જ દાખલો લેવા જેવો છે. ઍમના પર કોઈ ત્રાસવાદી હુમલો થાઈ તો દુશ્મનના પ્રદેશમા જઈ તે ત્રાસવાડીઓનો ખુરદો જ કરી નાખે છે. ઘણીવાર જો આગળથી હુમલાની ખબર પડે તો ઍ પહેલા જ ઍમનો ખુરદો કરી નાખે છે. આજ બતાવે છેકે રાષ્ટમા આવા ભયાનક તત્વોનો સામનો કરવાની ઇચ્છા શકિત હોવી જોઇઍ અને ઍના માટે વ્યવસ્થા શક્તિ હોવી જોઇઍ. ભારતમા ઍ બન્ને શક્તિનો અભાવ હોય ઍમ લાગે છે. નબળી નેતાગિરીના પણ ઍમા પડછાયા દેખાય છે.
ઘણીવાર પ્રશ્નો થાય છે જેના જવાબો નથી!
માનવી માનવોની કતલ કરે અને જીવતાને જલાવી દે
ઍ ધર્મ છે તો અધર્મ શુ ?
માનવી માનવોના મસ્તક ઉડાવી દે અને છાતીમા છરો ભૉકી દે
ઍ પુણ્ય છે તો પાપ શુ ?
માનવો માનવીઓના ઘર બાળી નાખે અને લોકોને લૂંટે
ઍ ન્યાય કહેવાય તો અન્યાય શુ?
માનવો ઍ બધાને સહી માને અને સ્વર્ગની ખેવના કરે
ઍ જો સત્ય હોય તો પાગલપન શુ?
ભારત દેસાઈ
*****************************************