સુખ અને દુખ
========
સુખ અન દુખ મનુષ્યની દ્રષ્ટીના બે વિભાગ છે. અનુકુળતા ઍટલે સુખ અને પ્રતિકૂળતા ઍટલે દુખ. આથી સુખ અન દુખ ઍ મનમા પ્રવર્તતી સ્થિતિ છે. ઘણીવાર આપણે દુખ માટે પ્રભુને દોષ દઈઍ છે. પરંતુ ઘણીવાર દુખ પણ આપણે માંગી લીધેલુ હોય છે. કોઈના સુખને જોઈને અને તેની સાથે રહેલા દુખને જાણ્યા વગર સુખને માંગી લીધેલુ હોય છે. આથી દરેક સુખની સાથે દુખને જોઈ ત્રાસી જવાય છે. ઍમા પ્રભુનો શો વાંક? પ્રભુ આપણને જન્મ આપે અને પછિ મોત આપે તે પણ દુખ રૂપ હોય છે. આથી પ્રકૃતીને બદલવા કરતા આપણે બદલાવવાની જરૂર છે.
આનો સહેલો ઉપાય છે કે પ્રભુ આપે ઍમા સંતોષ હોવો જોઈ ઍ. આપણા દુખનુ મૂળ તો આપણી મનોવ્રુત્તિ જ હોય છે. કોઈની પાસે મારા કરતા વધારે છે ઍ દુખનુ કારણ છે અથવા મારા કરતા કોઈની પાસે વધુ ન હોવુ જોઇઍ ઍમ માનવુ ઍજ બધા દુખોનુ કારણ છે.
આપણી પાસે જો બધુ ન હોય તો નરસી મહેતાની જેમ માનવુ કે " ભલુ થયુ ભાંગી જંજાળ સુખે ભજીશુ શ્રી ગોપાલ" તો દુખનુ કારણ રહેશે નહી. ગીતામા કૃષ્ણ ઍ કહ્યુ છેકે "દુખનુ કારણ ઈર્ષા પણ હોય છે. કોઈની સાથે હરીફાઈ કરવી ઍ યોગ્ય છે પરંતુ હરીફ પાછળ રહી જાઇ ઍમ ઈચ્છવુ ઍ ઈર્ષા છે" આથી ઍવી મનોવરત્તિનો ત્યાગ કરવો ઍમા જે સુખ રહેલુ છે. ગાંધજી ઍ કહ્યુ છેકે ' ભગવાન જેના પર ઍનો આશીર્વાદ વરસાવવાનો હોય તેની બરાબર પરીક્ષા લે છે" આથી દુખને આફત માણવા કરતા આપણને વધુ મજબૂત અને યોગ્ય બનાવવાના આશીર્વાદ માનવુ. આવા દ્રષ્ટિકોણથી જીવન આનંદમય બની રહે છે.
આથી ભગવાન જે આપે તે આનદથી સ્વીકારી લેવુ. ઍનો અર્થ ઍ વો નથી કે પ્રયત્નો પણ ન કરવા. પ્રયત્નો કરવાથી પણ જે મળે તે સ્વીકારી લેવુ કારણકે કુદરત કહો કે પ્રભુ આગળ્ આપણી મર્યાદાઓ છે. આ બાબતમા ઍક કવિ ઍ ક્યુ છે કે " મને ઉદાસ જોઈને ખુદા ઍ કહ્યુ ' મારી હયાતી મા તને કોઈ દુખી નહી કરી શકે.' ઍમ જ.બન્યુ!
'જીવનમા દુખો મળ્યા ઍ ઍણે આપ્યા.' આમા માનવીની બેબસતા કરતા મર્યાદાની વાત છે. આથી દુખોને આનંદ પૂર્વક અપનાવી લેવામા જ સુખ સમાયેલુ છે.
આથી સુખ દુખને પ્રભુને ચરણે ધરી દેવા અને જીવનનો આનંદ માનવો.
પ્રભુજી તારે શરણે આવ્યો છુ-
તે આપેલા સુખ દુખ, તને ધરવા આવ્યો છુ
ભકતોને કાંટા અને દૂરજનોને ફૂલમાળા
તારિઍ અજબ લીલાને સમજવા આવ્યો છે
પ્રભુજી તારે શરણે આવ્યો છુ-
ભારત દેસાઈ
****************************************************
No comments:
Post a Comment