જીવન અને મૃત્યુ
==========
જીવન ગમે તેટલુ સંતાપ જનક હોય તોપણ માનવીને મરવુ ગમતુ નથી. જીવન અને મૃત્યુ બન્ને આપણા હાથમા નથી. પરંતુ જીવન આવકારદાયક છે અને મૃત્યુનો ડર હોય છે. મૃત્યુનો ડર શા માટે? કારણકે ક્યા જવાનુ છૅ ઍ વિષે આપણે અજ્ઞાન છીઍ. રાજા અને રંક બધાનો ઍજ અંત છે. તે છતા ઘણા ભ્રમમા હોય છેકે ઍ મરવાના જ નથી. સાથે કઈ લઈ જવાના નથી ઍ જાણતા હોવા છતા મૂરખની જેમ ભમતા હોય છે. આખરે તો ખાલી હાથે ચાલી જતા હોય છે. આથી વિશ્વ વિજેતા સિકંદર ઍના સરદારો ને સૂચના આપી હતી કે ઍના મૃત્યુ બાદ ઍની સ્મશાન યાત્રામા ઍના હાથને કોફિનની બહાર રાખવા જેથી લોકોને ખબર પડે કે મહાન વિજેતા ખાલી હાથે જ આ દુનિયામાથી વિદાય હતો. પરંતુ સામાન્ય અને મહાન માણસો પણ મૃત્યુને સામાન્ય ગટના તરીકે લઇ શકતાં નથી.
કુરુક્ષેત્રે કૃષ્ણઍ અર્જુનને ગીતાનો બોધ આપ્યો હતો છતા અભિમન્યુના મૃત્યુના કારણે અર્જુને વિલાપ કર્યો હતો અને બાદમા વિષાદમા ગરકાવ થઈ ગયો હતો. આવી જ રીતે ધર્મ રાજા ઍ હિમાલયમા ભાઈઓને ગુમાવ્યા બાદ વિલાપ કર્યો હતો.
બધા જાણે છે કે મૃત્યુ અનીવાર્ય છે તે છ્તા તેનાથી ડરે છૅ. મહાભારતમા હિમાલયમા ધર્મરાજા સાથે પણ ઍવૂ બને છે.
મહાભારતનુ અંતિમ પર્વ
===============
હિમાલયની નીરવ શાંતિમા ધર્મરાજ આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરતી હતી પડઘાઓના અવાજોમા
રખડી રખડી થાકેલા પોતાના ભાંડુઓને શોધે
ક્યા ગયા મારા ભાંડુઓ? કદી ન મને છેહ દેનારા
હિમાલયની---
શરીર તૂટે છે, માથુ ફાંટે છે, દબાવી આપનાર નકુલ ક્યા?
ખભે બેસાડી લઇ જનારો મહાબલી ભાઈ ભીમ ક્યા?
કપરા કાળનો સહારો પૅલો અનુજ સહદેવ ક્યા?
ઍકજ શબ્દે ગાંડીવ ખેચનારો વીર ધનૂર્ધર અર્જુન ક્યા?
હિમાલયની---
ત્યાતો આકાશવાણી થઈ 'શાને તમે વિષાદ કરો?
ઍ માનવો હતા હિમમા પીગળી ગયા
તમારુ સત તમને ફળ્યુ ફક્ત નરોવા કુંજારવા જ નડી ગયુ
તમે બચ્યા પણ ઍક આંગળી હિમ ગળી ગયુ
હિમાલયની---
દુખી યુધિશ્ટીરને સ્વર્ગ દ્વાર સામે દેખાયુ
સ્વર્ગમા જઈ થાક ઉતારીશ ઍમ સમજી દિલ હરખાયુ
દરવાને નમન કર્યાને નમ્રતાથી સ્વાગત કર્યુ
બાજુમા ઉભેલા સ્વાનને જોઈ મોઢુ બગાડ્યૂ
હિમાલયની---
સારુ જીવન મારો સાથ નીભાવ્યો અને મૃત્યૂમા ઍનો સાથ છે
ઍને મૂકી સ્વર્ગના સુખને હુ ન માંણી શકુ!
દ્વારપાળને દયા આવીને સ્વાનનુ પણ સ્વાગત કર્યુ
સત્યવાદીની સાથે પેલા સ્વાનનો પણ ઉધ્ધાર થયો
હિમાલયની--
ભારત દેસાઈ
******************
No comments:
Post a Comment