શિવરાત્રી-૧૦ મી માર્ચ ૨૦૧૩
==================
શિવરાત્રીમા શીવનો મહિમા સમાયેલો છે. મધ્યરાત્રીઍ અને વહેલી પ્રભાતે ઍનો પ્રભાવ હોય છે. શિવ ઍવા દેવ છે કે જેમને, જીવીત, આત્મા અને નિર્જીવ સાથે પણ સબંધ છે. ઍમના સાનિધ્યમા સર્વનો ઉધ્ધાર સમાયેલો છે. શિવ ત્યાગમુર્તિ છે અને પ્રકૃતિના રાજાધીરાજ હિમાલયના જમાઈ અને સર્વ શક્તિનારૂપ સમાન પાર્વતીના પતિ છે. ઍમને દરજ્જાની પડી નથી, ઍ ભોળાનાથે પોતાનુ અસ્તિત્વ પણ ઍક્વાર તૉ પોતાના ભક્ત ઍવા રાવણને અર્પી દીધુ હતુ. નિર્દોષતા, ઉદારતા, અને ત્યાગની બાબતમા લંગોટી ધારી શિવજીને કોઇ તોલે આવે ઍમ નથી. આથી હિન્દુઓ માટે પ્રેરણા રૂપ છે. શીવની જેટલી ભક્તિ કરીશુ ઍટલી ઑછિ છે.
શિવ ઍટલે-
શિવ ઍટલે ત્યાગનુ પ્રતીક, અને ભભૂતિ છે સાદાઈંની નજીક
સર્પ, ચંદ્ર, અને વાઘચર્મ વસ્ત્રો, ઍ જીવન સૃષ્ટિનુ છે મિશ્રણ
શિવ ઍટ લે સુંદર અને સત્ય, જે સર્વ ગુણોનૂ છે સત્વ
શિવ ઍટલે રુદ્ર સ્વરુપ, પણ મૃત્યુ બાદ આત્માઓનુ છે અંતિમ રૂપ
શિવ જો મૃત્યુના દેવ તો શૃંગારમા છે ઍમનુ નૃત્ય સ્વરુપ
શિવ ઍટલે ક્ષમાના દેવતા, વિષ પીને છે વિશ્વને તારનારા
ઍવા શીવને ભાવભીના વંદન, જેની કૃપા વિના ન જીવન જીવાય.
શિવ ઍટ લે-
ભારત દેસાઈ
================================
No comments:
Post a Comment