જંગલી અવસ્થા અને સંસ્કૃતી
=====================
આફ્રિકામા ઈથોપિયાની સરહદ પર 'ઑમો' નદીની ખીણમા હજુ પણ ૧૫ જેટલી આદિવાશી જાતીઓ વસે છે. તેઓની પાસે કોઈ બોલવાની ભાષા નથી કે કોઈ કેલેન્ડર નથી. ઍક દોરી પર મારેલા ગાંઠો વડે ઍ સુર્યાસ્ત દ્વારા દિવસોની ગણતરી કરેછે. અને પ્રસંગો ગોઠવે છે. 'કારો' આદિવાસી જાતીઓ આખા શરીરને સફેદ રંગથી રંગી લિલી લાકડીઓ લઇ આખીરાત નાના અને વૃધ્ધો નાચી ઍમના ઉત્સવો ઉજવે છે.' મોરસી' જાતિની આદિવાસી મહિલાઓ કાન અને હોટોને કોરાવે છે. ઍનાથી તૅઓ પુરુષોને આકર્ષે છે. ૧૯૩૦મા જ દુનિયા ને ઍમના અસ્તિત્વની જાણ થઈ હતી. પરંતુ હજુ પણ ઍ લોકો પથ્થર યુગમા જ જીવે છે. મહેમાનોને ખુશ કરવામાટે બકરાંનુ બલિદાન આપવામા આવે છે. ઍ જગ્યા પર મોટો બંધ બાંધવાના છે ઍટલે આદિવાસીઓને ત્યાથી હટવુ પડસે અથવા ઍમનો ઍમની આદી સંસ્કૃતી સાથે નાશ થશે.
આ જોઈને મને ભારતનો વૈદિક પહેલાની સંસ્કૃતીનો આભાસ થયો. આપણા લોકો પણ યજ્ઞ કરતા. બક્રરાઓને અને પશુઓને યજ્ઞમા વધેરી દેતા. આપણી સ્ત્રીઓ માટે પણ કાનં, નાક, અને હોટો વીંધવાનુ કારણ પણ સૌદર્ય વધારવાનુ હતુ. આપણે ત્યા પણ આદિવાસીઓ વિવિધ રંગોના લપેટા કરી નૃત્ય કરતા હોય છે. આ બધુ જોતા ઍમ લાગે છે કે પહેલા આદીયુગમા વૈશ્વિક સંકૃતી ઍક હતી અને ફરી ઍક થઈ રહી છે.
પશ્ચિમથી તે પૂર્વના દેશો સુધી ઍક જ ફૈશન ચાલી રહી છે. નાક, કાન અને હોટો ને સૌદર્ય માટે વીંધાવવા. આદિવાસીની જેમ થોડા અને ભડક રંગોના કપડા પહેરવા. હજારો માણસોના ભોગે ઉત્સવો ઉજવવા. ઘણીવાર તો કેટલાક પ્રદેશોમા હજુ પણ પશુઓને વધેરવાનુ ચાલુ છે. તે પણ માણસોના મનોરંજન માટે! આખરે તો માનવીઓની સંસ્કૃતિઓ ઍક જ હતી, અને બધી સાંસ્કૃતીક પ્રગતી બાદ ફરી આપણે આદિસંસ્કૃતી તરફ વળી તો નથી રહ્યાને?
======================
No comments:
Post a Comment