માનવી અને પશુ પક્ષીઓ
================
ઘણીવાર માનવીઓનુ આચરણ પશુ અને પક્ષીઓ કરતા પણ હિન હોય છે. માનવી અહમ્, પૈસા, ઈર્ષા, અને વેરજેરમા પશુઑ કરતા પણ ખરાબ વર્તન કરે છે. મિલકતની લડાઈઓમા મા બાપનુ મોઢુ પણ જોતા નથી. ભાઈબહેનોના ક્લેશમા કોઈ મરણ પામે તો આખરી ક્રિયા કર્મમા પણ ભાગ લેતા નથી. ઘણીવાર કુટુંબિક ક્લેશ જોઈને માતા પિતા ત્રાહી ત્રાહી પોકારી જાઇ છે. બધાને ખબર છેકે કઈ સાથે આવવાનુ નથી છતા માયામા આંધળા થઈ ગયા હોય છે.
માનવી અને પશુઓમા શુ ફરક છે? માનવીને પ્રભુ ઍ વિચારવા માટે મગજ આપ્યુ છૅ. તો માનવી પશુની જેંમ કેમ વર્તે છે? માનવીને વિચારવાની શક્તિ મગજ દ્વારા આપિને બધા દૂષણો ઉભા કીધા છે. માનવી બોલી શકે છે ઍટલે ઍમની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. તેને બદલે બોલીને ઍક બીજા સાથે દુશ્મનાવટ ઉભી કરે છે. જ્યારે પશુઓ પાસે વિચારશક્તિ કે બોલવાની શક્તિ નથી પણ માનવી કરતા સારી રીતે જીવી જાઇ છે. 'જીવો જીવસ્ય ભોજનમ' પ્રમાણે મોટા જાનવારો નાનાને ખાય છે પરંતુ ભૂખથી વધારે ખાતા નથી. માનવીઓ માટે તો નબળાનુ શોષણ કરવામા કોઈ માપદંડ નથી..
કોઈ મૃત્યુ પામે તો અમે માનવીઓ ૧૩ દિવસની વિધિ પતાવી ભૂલી જઈ ઍ પરંતુ પશુ પંખીઑ ઍમની રીતે મૃત્યુનો શોક મનાવે છે અને મૃત્યુની ગરીમા પણ જાળવે છે. કાગડાઓ પણ પોતાના સાથીના મરણ પર ભેગા થઈ કેકારવ કરી આકાશને ગજવી મૂકે છે. પોતાંના મરેલા સાથીના શરીર પર દરેક કોઈને કોઈ વસ્તુ મૂકી અંજલી આપે છે. કુતરા પણ મરેલા ઍના માલીકને શોધવા ચક્કર લગાવતા રહે છે. બિલાડી પણ ઍના મૃત સાથિના શોકમા દિવસો સુધી રડતી રહે છે. હાથીઓ પણ પોતાના ટોળીના મૃત હાથીનુ શરીર શોધી તેની આજુબાજુ ફ્રેરા ફરી શ્રધ્ધાંજલી આપે છે.
જોવાનુ તો ઍ છે કે સંસ્કૃતિના પ્રતીક સમાન માનવીઓ ચડે કે પછી માનવીની જેમજે બોલી શકતા નથી, અને વિચારી શકતા નથી ઍવા પશુ પંખીઓ ચડે? ઍ માનવીઓઍ જ વિચારવાનુ છે.
*************************************
No comments:
Post a Comment